________________
वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः सम इह परितोषो, निर्विशेषो विशेषः । स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला
मनसि च परितुष्टे, कोऽर्थवान् को दरिद्रः ! અમે અહિં જંગલમાં વૃક્ષની છાલના વસ્ત્રો પહેરીને સંતુષ્ટ છીએ. ભલે તમને કદાચ રેશમી બહુમૂલ્ય વસ્ત્ર પરિધાન કર્યાનો આનંદ હોય? અમારો આનંદ અસીમ છે જ્યારે તમારો આનંદ સીમીત અને ક્ષણજીવી છે. દુનિયાની નજરમાં નિર્ધનતાના કારણે લોકો બીજાને દરિદ્ર સમજે છે પરંતુ સાચા અર્થમાં તો જેની આશાતૃષ્ણા મોટી છે - અમર્યાદિત છે તે જ ખરેખર દરિદ્ર ગરીબ છે. જયારે મન તૃપ્ત થઈ જાય છે ત્યારે શ્રીમંત અને દરિદ્રનો વચ્ચેનો ભેદ પણ સમાપ્ત થઈ જાય છે. આજ વાતનું અહિં પ્રતિબિંબ પડતું જોવાય છે. - અણિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રકામ, મહિમા, ઈશિત્વ, વશિત્વ તથા ગરિમા જેવી આઠ લબ્ધિઓ કે પછી નૈસર્ગિક, પાંડુક, પિંગલ, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવક, શંખ જેવા નવનિધાન તેમજ શરીરનો કાયાકલ્પ કરનારૂં રસાયન - ઔષધ, અદશ્ય થઈ શકાય-તેવું આંખોનું અંજન, પારા (Mercury) ના પ્રયોગથી લોખંડ કે તાંબાને સુવર્ણમાં રૂપાંતરિત કરવાનો કીમિયો, દેવતાને રીઝવવા માટેની કરાતી પ્રાર્થના (ધ્યાન), સર્પના ઝેરને ઉતારનારા મંત્ર પ્રયોગો, કે પછી ભૂગર્ભમાં રહીને લેવાતી સમાધિ ઈત્યાદિ બધું જ ચિત્તની પ્રસન્નતાની સરખામણીમાં નિરર્થક
ગ્રંથકારના સ્વાનુભવની ભાષામાં કહીએ તો તે વિષ-ઝેરની જેમ મારક છે કારણ કે તે આત્મિક ઐશ્વર્યની પ્રાપ્તિમાં બાધક બને છે માટે સાચા જિજ્ઞાસુ - મુમુક્ષુએ તેનો ત્યાગ કરવો એજ હિતાવહ છે.
૯૭.