Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 90
________________ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સામાજિક - વ્યવહારિક દષ્ટિકોણ થોડો જુદો પડતો જણાય છે કારણ કે તે કુટુંબ પરિવાર, ફરજ, કર્તવ્યપાલન તરફ વિશેષ ધ્યાન આપે છે પરંતુ છેવટે દરેકે પોતાના આત્મિક હિતાહિતનો વિવેક 'ભૂલવો ન જોઈએ. ભગવાન મહાવીરના સમયમાં કાલસૌરિક કસાઈએ પોતાના પરંપરાગત ધંધાને સાચવી રાખવા તેના પુત્રને સમજાવ્યો પરંતુ તેનો ઇન્કાર કરતાં તેણે કહ્યું હતું કે - “શું તમે મારા દુઃખમાં ભાગીદાર બનશો ખરા?” ત્યારે સૌ કુટુંબીઓ મૌન રહ્યા અને તેની પીડાને કોઈ વહેંચી ન શકયા. મિથિલા નરેશ મિરાજર્ષિને જ્યારે શરીરમાં એકવાર અસહય દાહજવર ઉત્પન્ન થયો ત્યારે પલંગ પાસે બેઠેલી રાજરાણીઓ તેમની શાંતિ માટે ઓરસીયા ઉપર ચંદન ઘસી રહી હતી પરંતુ તેમના હાથમાં પહેરેલા સૌભાગ્ય-કંકણનો કોલાહલ અવાજ નમિ રાજર્ષિ સહન કરી ન શકયા ત્યારે રાણીઓએ પોતાના હાથનું એક એક કંકણ ઉતારી લીધું. અવાજ આવતો બંધ થતાં નમિરાજાએ પૂછયું - શું હવે ચંદન ઘસવાનું બંધ છે?” ના પ્રભુ ! પણ હવે અમારા હાથમાં માત્ર એક જ કંકણ છે. બસ, નમિરાજર્ષિને હવે શાંતિનું રહસ્ય સમજાઈ ગયું. જ્યાં ત છે ત્યાં દુઃખ છે.” છેવટે અદ્વૈતનો વિજય થયો. એકત્વભાવના કહે છે. “ો, નત્યિ એ , નાન્નિસા | एवमदीणमणुसो अप्पाणमणुसासई" હું સ્વતંત્ર આત્મ દ્રવ્ય છું.T Belong to myself. પરપદાર્થથી ભિન્ન છું. મારું કોઈ નથી. અને હું પણ કોઈનો નથી. આ રીતે દૈન્યભાવ લાવ્યા વગર ખુમારીથી પોતાની જાતને સમજાવે, શિખામણ આપે, અનુશાસિત પહેરેલા સૌરાઓએ પોતાને પૂછયું એક જ કંકણ કરે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124