________________
(28) EXPLANATION :
The attainment of liberation is impossible without mental discipline. This verse describes how difficult it is to gain victory over one's own mind, and once this victory is gained, how insignificant all other accomplishments become.
Even he who gains victory over the Heaven, the Hell and the Earth, finds it impossible to conquer his own weak and unstable mind. Hence, to him who gains this ultimate victory, the control over all the three worlds is like the conquest of a grass - blade.
શ્લોકાઈઃ ત્રણ જગતને જીતનારા પણ મન ઉપર વિજય મેળવવા સમર્થ નથી. તેથી મનોજયની આગળ ત્રણ લોક નો વિજય પણ તૃણતુલ્ય છે. (કારણ કે મોક્ષની પ્રાપ્તિ મનોજયથી જ શકય છે) (૨૮) ભાવાનુવાદ
સ્વર્ગ, મત્સ્ય અને પાતાળ રૂપ ત્રણ જગતને જીતવું કદાચ સરળ છે. કારણ દેવ-દેવેન્દ્રો, ચકવર્તી અને રાજા-મહારાજાઓ તે કરી શકે છે. પરંતુ મન ઉપર વિજય મેળવવા તેઓ અસમર્થ છે. મનના વિજયની સરખામણીમાં કહેવાતો આ દુન્યવી વિજય તૃતુલ્ય તુચ્છ છે.
આર્ષ પુરૂષોનું ચિંતન કહે છે કે - દેવ ગમેતેટલો શક્તિશાળી હોય પણ તે વ્રત-પચ્ચખાણ - પ્રતિજ્ઞા કરી શકતો નથી. આથી જ “વિરતિને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે” વાળી ઉકિત ચરિતાર્થ કરે છે. જગત ઉપર શાસન કરનાર બાદશાહ અકબર કે સમ્રાટું સિકંદર જેવા પણ મનોયોગી મહાપુરૂષોના ચરણે નતમસ્તક થાય છે. એટલે એમ કહી શકાય કે બીજા ઉપર વિજય મેળવે તે ‘સિકંદર” અને જાતને જીતે તે ‘બુદ્ધ'.