Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 82
________________ (24) EXPLANATION : It is impossible to attain universal and eternal agreement in this world. There are six main streams of philosophy which are mutually contradictory, due to the difference in their approach to Truth. Further, each philosophy has several sub-types of its own which have a similar problem. Hence we find people all over the world following different philosophies and religions. In such a situation it is highly improbable that one can win the approval of entire humanity at once. It is therefore better that one concentrates on self-search rather than on fruitless debate and discussion. શ્લોકાર્થ: છ દર્શનો (સાંપ્રદાયિક વિચારધારા) પરસ્પર વિરોધી છે. તેના વળી સેંકડો ભેદ-પ્રભેદો છે. લોક સમુદાય જુદા જુદા (ધર્મ, સંપ્રદાયના) માર્ગે રૂચિ મુજબ જઈ રહયો છે. (તે સ્થિતિમાં) સર્વલોકને પ્રસન્ન કરવા કોણ સમર્થ છે? (૨૪) ભાવાનુવાદ: ભારતીય છ દર્શનશાસ્ત્રોની ફિલોસોફી એક બીજાથી જુદી પડે છે તે ઉપરાંત તેના સેંકડો પેટા ભેદો છે. લોક સમૂહ પોત પોતાને મનપસંદ વિભિન્ન માર્ગનું અનુસરણ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં દરેક ને રાજી કરવા કોણ સમર્થ છે? અર્થાત્ આ અશકય છે. તો પછી શું કરવું? આ પ્રશ્નચિહન મૂકીને ગ્રંથકાર સ્વસમ્મુખ બનીને પોતાનું શ્રેય - કલ્યાણ કરવું એ જ યોગ્ય છે એવું અહિં ગર્ભિત પ્રતિપાદન કર્યું છે. આ જગતમાં અનાદિકાળથી બુધ્ધિ અને શ્રદ્ધા વચ્ચે બંધ ચાલ્યું આવે છે. જ્યાં બુધ્ધિ સમાપ્ત કુંઠિત થઈ જાય છે ત્યાં શ્રદ્ધાનો પ્રારંભ થાય છે. આ સમ્યક શ્રધ્ધા જ આસ્તિકતાનો પાયો છે. ( ૮૧ ]

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124