________________
(23) EXPLANATION :
A wonderful analogy emphasises how invaluable spiritual bliss is, as compared to social approval and worldly glory.
A man tries either to prove his superiority or to entertain others, by indulging in debate and discussion, only as long as he is unaware of the nectareous taste of spiritual bliss. For a man who acquires the 'all-wish-fulfilling' jewel neither seeks any other wealth nor goes on proclaiming his good fortune to others.
શ્લોકાર્થ: આ જગતમાં જીવ ત્યાં સુધીજ વાદ-વિવાદ કરે છે અને લોકોનું મનોરંજન કરતો રહે છે જ્યાં સુધી તે આત્માનુભૂતિના સુખને જાણતો નથી. શ્રેષ્ઠ (દુર્લભ) એવા ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થયા પછી શું કોઈ લોકોને કહેતો (કે બતાવતો) ફરે છે? (૨૩) ભાવાનુવાદ:
આત્મહિત સાધવાની વાતના અનુસંધાનમાંજ ગ્રંથકાર કહે છે. આત્મજ્ઞાની કદાપિ ખોટા વાદવિવાદના વમળમાં ફસાતો નથી. તેમ નાટકીય ઢબે લોકરંજન પણ કરતો નથી. પરંતુ તે જ્ઞાનામૃતનું આચમન કરીને સ્વસંવેદનનું સુખ અનુભવે છે. સ્વસુખમાં તૃમ એવો સાધક દુનિયાના બજારમાં પોતાના સુખની હરાજી કરવા જતો નથી. આ મુદ્દાને સમજવા માટે ગ્રંથકારે સુંદર દષ્ટાંત આપ્યું છે.
માની લો, કોઈ ભાગ્યયોગે બહુમૂલ્ય ચિંતામણી રત્ન મલી ગયા પછી શું કોઇ ઘરે ઘરે દરેકને બતાવતો ફરે છે? નહિં જ.
અથવા ગર્ભશ્રીમંત પુરૂષ જેમ પોતાની સંપત્તિનું જાહેરમાં પ્રદર્શન કરતો નથી. બલ્ક તેને સુરક્ષિત રાખે છે અને મનોમન કૃતકૃત્યતા અનુભવે છે.
૭૯