________________
આજથી થોડા વર્ષ પહેલાના ભૂતકાળમાં ડોકીયું કરતાં જણાશે કે – જ્યારે ધર્મમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ધર્મ પેટપૂર્તિનું સાધન બની ગયો હતો. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. આ વાતનો એકરાર કરતાં શ્રી સીમંધર સ્વામિના સ્તવનમાં કહે છે કે ' “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે, સ્વામિ સીમંધરા વિનતિ.”
સાચા સાધકો આવા સસ્તાં લોકરંજનમાં ન પડતાં આત્મરંજનનો જ આગ્રહ રાખે છે. અહિં આવા સાધકોની સાચી ઓળખાણ આપી છે. જેઓ ઐહિક અને પારલૌકિક બંને પાર્થિવ લાભોથી નિરપેક્ષ છે. રાગ-દ્વેષથી અલિપ્ત છે. તત્વચિંતનમાંજ એક માત્ર રૂચિ છે. જેમણે અભિમાન - અહંવૃત્તિને ઓગાળી દીધી છે. જેઓની નિષ્પાપ જીવન-ચર્યા છે. ઈત્યાદિ ગુણોથી સમૃધ્ધ સાધુ પોતાની સાધનામાં જ દત્તચિત્ત રહે છે.
૭૭