________________
- આસકત માણસો એવું માને છે કે ભૂખ લાગી છે તો તે ખાવાથી દૂર થશે. તૃષા લાગી છે તો પાણી પીવાથી મટી જશે. પણ જ્યારે તેઓ ભક્ષ્ય - અભક્ષ્મ, ખાદ્ય-અખાદ્ય, પેય-અપેયનો વિવેક ખોઈ બેસે છે અને ગમે તે ગમેત્યારે ખાવા માંડે છે ત્યારે તે રોગનો શિકાર બને છે. અને તેની પવૃત્તિ પાંગરે છે. મૈથુન રૂપ કામભોગની ઇચ્છા બાબત પણ જ્ઞાનીઓનો દષ્ટિકોણ વિષયભોગથી વિરકત થવાનો છે. શરીર-મનના આવેગોને આધીન થવાથી કે તેને તૃમ કરવાથી તો તે શાંત થતાં નથી બલ્બ જોરથી ભભૂકે છે. એમ આર્ષદષ્ટાઓની એકસરખી સર્વાનુમતે માન્યતા છે
न जातु कामाः कामानां, उपभोगेन शाम्यति ।
__ हविषा कृष्णवर्मेव, भूय एवाभिवर्धते ॥ વિષયોનાં ઉપભોગથી ઇચ્છાઓ કદી તૃપ્ત થતી નથી પણ તે વધે છે. અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી અગ્નિ જેમ વધુ પ્રજ્વલિત બને છે.
એજ રીતે ક્રોધાદિ સામે જીતવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ શત્રુને ક્ષમા બક્ષવાનો છે. તલવાર સામે બચવા માટે ઢાલ જ જોઈએ. તેમ અહિં પણ સમજવું વિકારોને જીતવા માટે તેના પ્રતિપક્ષી ઉપાયો જ કામયાબ નીવડી શકે. આ દષ્ટિએ યોગીશ્વરો-યતીશ્વરો સુધા, તૃષાને તૃપ્ત કરીને નહીં પણ તપશ્ચર્યાથી તેની ઉપર વિજય મેળવે છે.
અબ્રહ્મરૂપ મૈથુનેચ્છા ઊપર બ્રહ્મચર્યના પાલનથી વિજય મેળવે છે અને કોધને ક્ષમાથી જીતે છે. આ ઉપાયો સ્વાધીન, શાશ્વત અને સહજ છે માટે જ યતીશ્વરોનો આ સાધનામાર્ગ અલૌકિક અને સર્વશ્રેષ્ઠ છે.
૬૬