________________
(20) EXPLANATION :
Outward monkhood, unaccompained by inner detachment and discipline, is only a hypocrisy. A being who subconsciously seeks sensual pleasures all the time, while practising outward austerities, is a cheat in the garb of a holy being. Such a person who aims at pleasing the world with his hyprocritical holiness can never attain self - realisation. શ્લોકાઈઃ જે મનુષ્યો પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ અને ધનના લાલચુ છે છતાં બહારથી વિરાગીનો દેખાવ કરતાં હોય અને ભીતરમાં રાગી છે તેઓ દંભી કપટી, વેષધારી ઠગ છે અને તેઓ (માત્ર) બિચારા ભોળા અજ્ઞાન લોકોને જ ભરમાવે છે અને લોકના ચિત્તને જ રંજિત કરે છે. (૨૦)
ભાવાનુવાદ:
ગ્રંથકારે અહિં એ કહેવાતા વેષધારી મુનિની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેની પાછળ તેમનો પુણ્ય પ્રકોપ પ્રગટ થાય છે. મુનિ વેશ ધારણ કર્યા પછી પણ જો ધનની આસક્તિ છૂટતી નથી કે ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગની પિપાસા રહેતી હોય કે પછી સ્વાદિષ્ટ ભોજનની વૃધ્ધિ હોય તો તેનાથી મોટી કઈ વિટંબના - આપત્તિ હોઈ શકે?
આમ છતાં પણ ભોળા - ભદ્રિક લોકોનું મનોરંજન કરવા નાટકીય ઢબે જે જીવન જીવે છે તેઓ પાખંડી, વેશધારી, ધૂર્ત-ઠગ અને આત્મવંચક છે. આવું કોને ગમે?
S [૭૧]