________________
(16) EXPLANATION :
Attainment of lasting and stable happiness is the aim of all wordly activity. But all worldly achievements like acquisition of wealth, physical beauty and strength, sensual pleasures or political power fail to uproot man's agony permanently. Thus all worldly activity is meaningless to him who is in search of genuine bliss.
શ્લોકાર્થ: (આ જગતમાં) સર્વઠેકાણે સદાકાળ સર્વ પ્રાણીજગતની પ્રવૃત્તિ દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે જ હોય છે છતાં પણ દુઃખ નાશ પામતું નથી અને સુખ કોઇનેય સ્થિરતાને પામતું નથી. (૧૬) ભાવાનુવાદ
આ સંસારનું એક સનાતન સત્ય અહિં રજૂ કરાયું છે.
દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિનો શાશ્વત ઉપાય શું? સંસારના આ બહુચર્ચિત અને સળગતા પ્રશ્નનો આજ સુધી ઉકેલ આવ્યો નથી. જ્યાં સુધી દુન્યવી, પાર્થિવ, ભૌતિક સુખ-દુઃખનો પ્રશ્ન છે તે માટે અનાદિકાળથી આજ સુધી સુખપ્રાપ્તિ અને દુઃખ મુક્તિના પ્રયત્નો થતાં જ આવ્યા છે. થાય છે. તેમજ ભવિષ્યમાં પણ થશે.
અત્રે શ્લોકમાં ઉપયુક્ત સર્વત્ર, સર્વ, સવા, અને સર્વથાનો શબ્દ-પ્રયોગ સમજવા જેવો છે. આ પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર ઘણુંજ વિસ્તૃત છે. અનાદિકાલીન છે. કીડીથી કુંજર સુધી, રંકથી રાજા સુધી કે પછી સૂક્ષ્મ કે બાદર સજીવસૃષ્ટિ પ્રયત્નશીલ છે છતાં એ કહેવાતું સુખ સદાકાળ કોઈને ટક્યું નથી અને