________________
દુઃખનો અંત આવ્યો નથી તેનું કારણ શોધવું જ રહ્યું? આનું રહસ્ય આર્ષદષ્ટાઓએ શોધી કાઢયું છે.
જગતમાં કાર્ય અને કારણનો એક સનાતન નિયમ ચાલે છે. સુખ અને દુઃખ એ કાર્ય છે. એટલેકે પરિણામ (Result) છે. તેનું સર્જન પ્રાણીના ધર્મ અને અધર્મના પર્યાયરૂપ પુણ્ય અને પાપના કારણે થાય છે. એક ચિંતકે કહ્યું છે કે - “માણસને ફળરૂપ સુખ જોઈએ છે પણ એ ફળ જે વૃક્ષ ઉપર ઉગે છે તે ધર્મવૃક્ષની કાળજી લેવી નથી કે માવજત કરવી નથી. એજ રીતે પાપના પરિણામરૂપ દુઃખ કોઈને જોઈતું નથી છતાં ૧૮ પાપસ્થાનકોનું સેવન છોડવું નથી. આ આશ્ચર્યજનક છે.” આ કાર્ય-કારણની ઘટમાળને રોકવાનું નામ છે “સંવર'. આ સંવરભાવનો સ્વીકાર કરવો જોઈએ.
ઉપશમ, વિવેક અને સંવર આ શબ્દત્રિપુટીએ જ મુનિ ચિલાતી પુત્રને પાપથી બચાવી લીધાં હતા. આ સંવરના વિચાર-વિમર્શ-વિનિયોગ ધ્યાનનો જ મહિમા છે. જ્યારે સંત કબીરે આ પરિસ્થિતિને તદ્દન જુદો જ વળાંક આપીને આ રીતે રજૂ કરી છે..
સુખિયા સબ સંસાર હૈ, ખાવે ઔર સોવે,
દુઃખીયા દાસ કબીર હૈ, જાગે ઔર રોવે.” સુવિચારની આ કેડી પણ આપણને ગંતવ્યસ્થાને લઈ જવા કાંઈક સંકેત તો કરે જ છે.
૬૧.
૬૧.