________________
(8) EXPLANATION :
Disease and death are feared by all men. But for a soul, this very wordly existence is the worst disease of all. This affliction can be cured only by the panacea of 'right reflection'. Right reflection, when undertaken as per the guidelines given in True scriptures, uproots all the suffering entailed by mundane existence.
શ્લોકાર્થ :
સંસારના દુઃખ જેવો બીજો કોઈ રોગ નથી. સમ્યગ્ વિચાર જેવું બીજું કોઈ શ્રેષ્ઠ ઔષધ-ભેષજ નથી. માટે (જન્મ - મરણ રૂપ) રોગ સદશ દુઃખના નિવારણ માટે (સર્વજ્ઞ પ્રરૂપિત) સત્-શાસ્ત્ર (આગમ) થી આ (નિર્ણયાત્મક) વિચાર કરવામાં આવે છે. (૮)
ભાવાનુવાદ:
આ સંસારના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખો એ જ વાસ્તવમાં વ્યાધિ છે. બીજા દુઃખો તેનો વિસ્તાર છે. આ વ્યાધિનો જડમૂળથી નાશ કરનાર સભ્યન્ વિષાર એ પરમ શ્રેષ્ઠ ઔષધ છે. આ સમ્યગ્ વિચારનો સ્રોત સર્વશ દેવ પ્રરૂપિત શાસ્ત્ર છે. એટલે તેના આધારે ચિંતન કરવાથી દુઃખ અને રોગથી કાયમી મુક્તિ મેળવી શકાય છે.
શુભ-સુંદર વિચારોથી પર્યાવરણને પણ સુધારી શકાય છે. ઋગ્વેદનો મંત્ર છે :- ‘ઞ નો મદ્રા: ઋતવો યન્તુ વિશ્વતઃ’' દરેક દિશાઓમાંથી “ અમને મંગલ-સમ્યગ્ વિચારો પ્રાપ્ત થાઓ. (ઋગ્વેદ ૧-૮૯-૧)
૩૯