________________
અન્ય એક કવિ કહે છે.
बूरा जो देखन मैं चला, बूरा न देखा कोय ।
जो दिल ढूंढा आपणो, मुजसा बूरा न कोय ॥ આ વાત અક્ષરશઃ સાચી છે. દોષ-દષ્ટિ થી સર્વત્ર દુર્ગુણો જ દેખાશે જયારે ગુણ-દષ્ટિથી ગુણો જોવા મળશે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. ઉપવનનું કામ સુગંધ આપવાનું છે જયારે ઉકરડો દુર્ગધ ફેલાવે છે.
એજ રીતે પર નિંદાનું પાપ પણ એટલું જ નુકશાન કર્યા છે. પોતાની જિહવાથી પારકાની અશુચિ ઉલેચવાનું નિંદનીય કામ કોણ કરે? જગતમાં સત્કાર્યો કરનારા કદાચ ઘણાં મળશે પરંતુ કોઈને માટે તેની પીઠ પાછળ સારૂં બોલનારા કે સારો અભિપ્રાય આપનાર વિરલ જ મળશે.
બે પંડિતો એકવાર એક યજમાનના મહેમાન બન્યા. યજમાને બે પંડિતોના એક બીજાને માટેના અભિપ્રાય જાણી લીધો પછી મધ્યાહને ભોજન પીરસતી વખતે તેમના ભાણામાં એકને ભૂસું અને બીજાને ઘાસ પીરસ્યું તેથી બંને પંડિતો ચોંકી ઉઠયા. યજમાને ખુલાસો કર્યો કે તમે જ એકબીજાને ગધેડો અને બળદ બનાવ્યા છે તો તમારે યોગ્ય જ ભોજન પીરસ્યું છે. બંને પંડિતોને પોતાની ભૂલ તુરત સમજાઇ ગઇ.
આ શ્લોકમાં ઉપયુક્ત “ચિંતા' શબ્દનો ભાવાર્થ એ પણ છે કે કદાચ તમે બીજાને સુધારવા માંગો છો કે તેમને ધર્મ માર્ગે લાવવા ઇચ્છો છો પરંતુ ત્યારે જો તમને નિષ્ફળતા મળે તો એ આગ્રહ છોડીને તું તારા હિતમાં લગી જા. શા માટે નિરર્થક દુખી થાય છે?
“માધ્યમમાં વિપરીત વૃત્ત, સદા મનમા વિધાતુ વેવ !” આચાર્યશ્રી અમિતગતિ કહે છે કે - વિપરીત કે વિભિન્ન વૃત્તિ કે પ્રવૃત્તિ દેખાય ત્યારે તે આત્મનું? તું માધ્યસ્થભાવ ધારણ કરજે. આ ભાવના દ્વારા તારું અને બીજાનું કલ્યાણ કરી શકાય છે.
(૪૯]
૪૯