Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 52
________________ (13) EXPLANATION : Right conduct is as significant in spiritual aspiration as Right knowledge is. Right conduct leads to true and lasting happiness. Wrong conduct may bring joy in the short run, but it causes an endless bond with future misery. The shadows of one's own sins chase man till death and subject him to lifelong mental torture. To waste one's entire life time in such wrong doing is, indeed foolishness. · - - શ્લોકાર્થ: જે કાર્ય કરવાથી સુખ લેશમાત્ર મળે અને દુઃખની પરંપરા વણથંભી ચાલ્યા કરે અને મૃત્યુ પર્યન્ત માનસિક ક્લેશ થાય તેવું કાર્ય કોઇ મૂર્ખ માણસ પણ કરતો નથી. (તો પછી વિદ્વાન તો કરે જ શી રીતે ?) (૧૩) ભાવાનુવાદ: તત્વાર્થસૂત્રની “સંબંધ કારિકા’’ માં વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ ભગવાને ૬ પ્રકારના પુરૂષોની કક્ષા બતાવી છે. ૧. અધમાધમ ૨. અધમ ૩. વિમધ્યમ ૪. મધ્યમ ૫. ઉત્તમ ૬. ઉત્તમોત્તમ આ ક્રમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ બનતો જાય છે. મુખ્યત્વે તો અધમ, મધ્યમ અને ઉત્તમ છે. તેના જ બીજા ત્રણ પેટા વિભાગ છે. આ દૃષ્ટિએ જોઇએ તો આ લોક અને પરલોકમાં દુઃખી થવાય તેવું અહિત આચરણ કરનાર મૂર્ખ શિરોમણી છે. ઉપરાંત જેમાં સુખની માત્રા અતિઅલ્પ અને અલ્પકાલીન હોય તેમજ દુઃખ દીર્ધકાલીન ભોગવવું પડે તેવું કાર્ય સુજ્ઞ માણસે કરવું ન જોઇએ. જે પાપકાર્ય કર્યા પછી મનમાં તેનો પરિતાપ – વેદના રહે અને જીવનભર તેનો પશ્ચાતાપ થાય તેવું કાર્ય પણ કરવું ન જોઇએ. છલ, પ્રપંચ, તથા ગર્ભપાત, આપઘાત, જેવાં ગુપ્તપાપો ભલે બીજા ન જાણે પરંતુ પોતે તો તેનો સાક્ષી છે જ. તેનો ડંખ માણસને હમેંશા સતાવ્યા કરે છે. માટે જ ધર્મ હમેંશ શલ્યથી રહિત હોવો જોઇએ. ૫૧

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124