________________
(15) EXPLANATION :
Lust nullifies all one's accomplishment. However the root cause of lust is delusion. This verse deals with the ill - effects of delusion and points to its cure. Delusion (1) destroys knowledge and wisdom and (2) leads the world to self-destruction.
This age - old delusion however, disappears suddenly when one realises the 'Essential Reality' i.e. the true nature of things.
શ્લોકાઈઃ આ મોહરૂપી શત્રુ બળાત્કારે પ્રાણીઓમાં જ્ઞાન અને વિવેક ગુણનો નાશ કરે છે. વળી મોહથી પરાજિત આ જગત વિનાશ પામ્યું છે આવો મોહ તત્વના વિશિષ્ટ અવબોધથી નષ્ટ થાય છે. (૧૫) ભાવાનુવાદ:
મોહને મોહરાજા તરીકેનું બિરૂદ અપાયું છે. કારણકે તેની શક્તિ, સામર્થ્ય બીજા કર્મો કરતાં વિશેષ છે. મોહ-રાજા એ કાંઈ આદરવાચક શબ્દ નથી. કારણ તે શત્રુપક્ષનો રાજા છે. એટલા માટે તેને આત્યંતર શત્રુ કહ્યો છે. જે માલિકના ઘરમાં રહીને જ માલિકનું નુકશાન કરે છે. બહારના શત્રુઓને સહેલાઇથી જીતી શકાય છે પણ પરિપુને જીતવા દુષ્કર છે.
શત્રુના સૈન્યની છાવણીનું સંચાલન આ મોહરાજા કરે છે અને બળ જબરીથી જીવોના જ્ઞાન અને વિવેક ગુણનો નાશ કરે છે. મોહરાજાએ આખા
(૫૭)