________________
(14) EXPLANATION :
This verse shows how the power of lust can cause the spiritual ruin of a being. Kama, the God of love and lust often deceitfully robs great ascetics of the finest of fruits of all their spiritual aspiration. The 'self-meditation' 'penance', 'right knowledge' and 'Truth' attained by them after painstaking and persistent effort are all burnt down by lust in an instant. શ્લોકાઈઃ
જે મુનિએ જીવન પર્યન્ત સાધના કરીને ધ્યાન, તપ, જ્ઞાન, સત્ય વગેરે જે સંપાદન કર્યું હોય તે બધું જ ક્ષણવારમાં આ પ્રબળ કામદેવ (વાસના) તક જોઈને (બહાનું શોધીને) ભસ્મીભૂત કરી નાંખે છે. (૧૪) ભાવાનુવાદ: - ભારતીય દર્શનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - ચાર પુરૂષાર્થ માનવામાં આવ્યા છે તેમાં “કામ” નો પણ સમાવેશ થાય છે. એટલે આ દષ્ટિએ જોતાં “કામ” એ પુરૂષાર્થનું એક અંગ ગણી શકાય. તેની ઉપેક્ષા ન કરાય તેમ તેને વિકૃત પણ ન કરાય 'કામ' એ ગૃહસ્થધર્મનો પાયો છે. તે વિના પુરૂષાર્થ પાંગળો છે.
કવિઓની ભાષામાં “કામ” ને “કામદેવ” રૂપે ઓળખાવ્યો છે. તેને શરીર ન હોવાથી “અનંગ' પણ કહ્યો છે. છતાં તે અત્યંત બળવાન છે કારણ કે તે મનોવિકાર રૂપ હોઇ સૂક્ષ્મ છે. આગમસૂત્રોની ટીકામાં કહ્યું છે :
काम? जानामि ते मूलं, संकल्पात् किल जायसे । अतोऽहं न करिष्यामि ततो मे न भविष्यसि ॥
૫૩]
૫૩