________________
(10) EXPLANATION :
Man is tortured by worldly misery only as he is drowned in the darkness of delusion. Delusion is the root cause of a man's wordly wandering. This wandering comes to an end when the 'Sun' of discerning knowledge and vision dispels all the darkness and man sees his true nature in its light.
શ્લોકાર્થ :
આ જીવાત્મા મોહ (રાગ-દ્વેષ) ના અંધકારમાં ત્યાં સુધીજ અથડાય છે. અને સંસારના (ત્રિવિધ) દુઃખોથી દુઃખી થાય છે. જ્યાં સુધી વિવેક રૂપ સૂર્યનો ઉદય થયો નથી. સ્વાનુભવ-પ્રકાશ થતાંજ પોતાનું આત્મસ્વરૂપ ઓળખાય છે અને દુઃખોનો (કાયમી) અંત આવે છે. (૧૦)
ભાવાનુવાદ:
અનાદિકાળના અજ્ઞાન, મોહ અને માયાના અંધકારને ઉલેચવા આકાશના સૂર્યની ગતિ જ્યાં સંભવિત નથી તે અંધકાર ભેદજ્ઞાનના વિવેકનો સૂર્યોદય થતાંજ ક્ષણમાં વિલીન થઇ જાય છે.
મોહને અંધકાર સાથે ઘણું સામ્ય છે. અંધકાર પુદ્ગલ દ્રવ્ય છે. જ્યારે મોહનીયકર્મ પણ કાર્યણ વર્ગણાના પુદ્ગલ છે. આઠ કર્મો પૈકી મોહનીય કર્મની પકડ વધુ મજબૂત છે તેમજ તેની સ્થિતિ પણ લાંબી છે. અંધકારના આવરણથી જેમ જોઇ શકાતું નથી. તેમ દર્શન મોહનીય કર્મના નિબિડ આવરણથી પણ આન્તર્ચક્ષુ - પ્રજ્ઞાચક્ષુ ઢંકાઇ જાય છે. દુઃખી થાય છે. આત્માના સાચા અવબોધ વિના આ દુઃખ ટળવું અશક્ય છે. માટે હે આત્મન્ ? તું તે માટે પ્રયત્નશીલ થા.
૪૩