________________
(7) EXPLANATION :
Wealth is considered to be a major source of pleasure. This pleasure is very momentary since wealth increases or decreases with fluctuating fortune. Man therefore ought to give up his excessive thirst for wealth.
શ્લોકાર્થ : આ જગતમાં કોનું ધન નાશ નથી પામ્યું? અને નિર્ધન-ગરીબ (પુન:) શ્રીમંત થતાં ક્યાં નથી જોયાં? પણ (અર્થોપાર્જનની) તૃષ્ણા જ દુઃખનું એકમાત્ર કારણ છે માટે તૃષ્ણાનો ત્યાગ કરીને જ સુખી થઈ શકાય એમ મારું માનવું છે. (૭) ભાવાનુવાદ:
દુનિયાના બજારમાં ભાવની વધઘટ થતાં કરોડપતિ એક ક્ષણમાં રોડપતિ બની જાય છે અને નિધન ધનવાન બની જાય છે આમ દુન્યવી કહેવાતા સુખનો કોઈ ભરોસો નથી. ધૂપ-છાંવની રમત ચાલે છે. જોત જોતામાં સુખ, દુઃખમાં પલટાઈ જાય છે એટલે જ ધનની તૃષ્ણા મૃગતૃષ્ણા છે. રણમાં દેખાતું જળ એ મૃગજળ છે. વાસ્તવમાં તો પાણી છે જ નહિ માત્ર પાણીનો આભાસ છે, દષ્ટિ-ભ્રમ છે. કવિ કાલિદાસ કહે છે કે :- ઐશાન્ત સુમુપતો, હુકમેશાત્તતો |
नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण ॥ સુખ-દુખ એક દ્વન્દ્ર છે. તે ગાડીના પૈડાંની જેમ Wheel ની જેમ ઉપર-નીચે ફર્યા કરે છે.
૩૬)