________________
(4) EXPLANATION :
True detachment from an object is generated by the knowledge of either its (1) underlying ugliness or (2) remote painfulness. Therefore, only he who knows his body to be a gathering of worms and realises that it ultimately causes pain, is able to get rid of his body - mindednes. And only he, who is thus truly detached, is able to release his soul from the body like a prisoner set free from a prison-hole.
શ્લોકાર્થ : આ શરીર અનેક (સૂક્ષ્મ અને ત્રસ) કૃમિ વગેરે જીવોના સમૂહથી વ્યાપ્ત છે અને દુ:ખદાયી છે એવું જેઓ હૃદયમાં સમજે છે તે જીવો જ આ શરીરરૂપી પિંજરામાં પૂરાયેલા એવા (ચૈતન્ય રૂ૫) આત્માને કેદખાનામાંથી બંદીવાનને છોડાવે તેમ છોડાવી શકે છે. (૪) ભાવાનુવાદઃ
મુમુક્ષુમાત્રને ચૈતન્યરૂપ આત્મા અને આ પાર્થિવ પંચભૂતાત્મક શરીરનું ભેદજ્ઞાન હોવું જરૂરી છે. કોઈ મૂર્ખ-ગમાર કેદખાનાને જ ઘર સમજી લે અને ધર્મશાળાને પોતાનું નિવાસસ્થાન સમજે તો તેને કેવો ગણવો? એ જ રીતે આ સંસારી જીવ શરીર રૂપ કેદખાનામાં કેદ થયો છે તે શરીરનું સ્વરૂપ અતિબિભત્સ છે. બહારથી ચામડીથી મઢેલી આ કાયા ગમે તેટલી સુંદર જણાતી હોય તો પણ તે અનેક સૂક્ષ્મ જીવ-જંતુથી વ્યાપ્ત છે. જો તેને તેથી મુક્ત થવું હોય તો દેહના મમત્વનો ત્યાગ કરવો જોઈએ.
પ્રાચીન રૂષિ-મુનિઓએ શરીર માદ્ય ખલુ ધર્મસાધન' કહીને શરીરને ધર્મનું માધ્યમ બનાવવાની જ વાત કરી છે.
૨૮