________________
ગ્રંથના મૂળશ્લોકના પ્રથમ ચરણમાં જણાવ્યા મુજબ 'ગદ્રાતિપવિષયેપુ વિચેતનેપુ' પંક્તિમાં શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચે ઇન્દ્રિયોના વિષયો-ભોગ્ય-પદાર્થ પુદ્ગલ કે જડરૂપ છે. સમસ્ત સંસારનું તે કેન્દ્ર-બિંદુ છે. ચૈતન્યરૂપ આત્મા એને વશીભૂત થતાં તેનું અધઃપતન થાય છે. તેમાં પણ એક એક ઇન્દ્રિયને આધીન થવાથી તેનો કરૂણ અંજામ મૃત્યુ આવે છે. જ્યારે પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગમાં ગળાડૂબ ડૂબેલો મનુષ્ય જો પોતાની જાતને ઉગારી ન લે તો તેનો દારૂણ વિપાક કેવો આવી શકે તેનો તાદશ ચિતાર અહિં આપ્યો છે.
રંગ-માતા-પતંગ-મૂળ,-મીના હતા: ૫મિરેવ વષ एकः प्रमादी स कथं न हन्यते, यः सेवते पञ्चभिरेव पञ्च ॥
શબ્દ, સ્પર્શ, રૂપ ગંધ, રસ જેવા એક એક વિષયની લુબ્ધતાથી પ્રાણી પોતાનો પ્રાણ ગુમાવે છે જેમકે- હરણનો શિકાર કરવા શિકારી તેને કર્ણપ્રિય સંગીતથી આકર્ષે છે અને પછી હરણ પોતાના પ્રાણની આહુતિ આપી દે છે. તે જ રીતે વિજાતીય સ્પર્શની લાલચે હાથી પ્રાણ ગુમાવે છે. પતંગિયુ બળતા દીવાની જ્યોતમાં જીવને હોમી દે છે. જ્યારે ગંધમાં લુબ્ધ ભ્રમર મૃત્યુના ભોગે પણ કમલમાં કેદ થવાનું પસંદ કરે છે, અને મત્સ્ય જીહવાની લોલુપતાથી માછીમારનો ભોગ બને છે. આમ એક એક વિષયના સેવનથી જીવની આવી દુઃર્દશા થતી હોય તો પછી મનુષ્ય જો બેફામ વર્તે તો તેના અધઃપતનનું તો પૂછવું જ શું ?
આજના ટી.વી. વીડીયો, ઓડિયો, હોટેલ અને મોટેલના યુગમાં જાતને સુરક્ષિત રાખવા માટે અનુભવજ્ઞાનના આલંબનથીજ બચી શકાય તેમ છે તે નિર્વિવાદ છે.
૨૧