________________
૧૦
મુનિરાજ શ્રીઅનિવિજ્યજી મુંબઈમાં,
પાલીતાણામાં એ વખતે શ્રી અમિવિજયજી મહારાજને આંખમાં ઝામરવાનું દર્દ વધ્યું હતું. એ દર્દ જોઈને શ્રી સોમચંદ શેઠને વિચાર આવ્યો કે આવા કલ્પવૃક્ષ સમાન શાંતમૂર્તિ સાધુરાજને જે મુંબઈ લઈ જઈને કોઈ નિષ્ણાત ડાકટર પાસે તેમની આંખની તપાસ કરાવવામાં આવે તો, તેમનું આંખનું દર્દ દૂર કરવાનો કોઈ ઉપાય સાંપડે અને ધર્મપસાથે તેમનું દર્દ દૂર થાય. આ વિચારથી તેઓએ મુનિરાજને મુંબઈમાં પધારવા આગ્રહભરી વિનંતિ કરી અને તેઓએ તે સ્વિકારી. તેઓશ્રી પોતાના શિષ્યો શ્રીક્ષમાવિજયજી આદિ સાથે વિહાર કરતાં સંવત ૧૯૭૮ માં મુંબઈમાં પધાર્યા અને પહેલાં શ્રી ગોડીજીના ઉપાશ્રયે જઈને મંગળાચરણ કર્યાબાદ શ્રીકોટના જૈન ઉપાશ્રયે અતિધામધૂમ પૂર્વક પધાર્યા. એ ઉપાશ્રયે પધાર્યા બાદ શેઠ સોમચંદે આંખના બાહોશ ડાકટર દગન પાસે મુનિરાજની આંખોની તપાસ કરાવી અને તેની સલાહ મળતાં, તેમની આંખનું ઓપરેશન, ડૉકટર દગનને રોકી, તેની પાસે ઉપાશ્રયમાંજ પોતાના ખરચે કરાવ્યું. એ ઓપરેશન ફત્તેહમંદ નિવયું અને તે બાદ શ્રી અમિવિજયજી મહારાજે કોટના ઉપાશ્રયમાંજ સંવત્ ૧૯૭૮ નું ચાતુર્માસ શ્રીક્ષાવિજયજી સાથે કર્યું. ચાતુર્માસમાં શેઠ સોમચંદે પ્રભુ ભક્તિ, મહારાજશ્રીની અને સાધમ ભાઈઓની ભક્તિ અપૂર્વ રીતે કરી અને આશરે દસ હજાર રૂપીયા ખર્ચા. મુનિરાજના ઉપદેશથી અનેક જૈન ભાઈઓને અપૂર્વ લાભ થયો. શેઠ સોમચંદભાઈએ ધણા જીવનને ધર્મમાર્ગમાં જેડ્યા હતાં તેઓ હજી પણ એ મુનિરાજને તથા શેઠ સોમચંદને એ કારણથી યાદ કરે છે. ધાર્મિક જીવન,
શેર બજારની દલાલી કરતાં લક્ષ્મી વધતી ગઈ અને શેઠ સોમચંદનું જીવન પણ ધાર્મિક બનતું ગયું. તેઓએ બે વખત આખા હિન્દુસ્તાનના જૈન તીર્થોની જાત્રા કરી હતી. તેઓએ નવપદની આયંબિલની ઓળી સંપૂર્ણ કરી હતી અને એ વૃત્તના દિવસોમાં તેઓ કોટના ઉપાશ્રયમાં નવે દિવસ રાતદિવસ રહેતા અને ધર્મકરણી કરતાં. એ દિવસો દરમિયાન તેઓ ઘરને સર્વથા ત્યાગ કરતા. એક આયંબિલની ઓળી વખતે તેમની તબીયત બગડતાં સખત તાવ આવ્યો હતો પણ તેઓએ ઘરે જવા અને ઓળીનું વૃત તોડવા મક્કમતાથી ના પાડી હતી. તેઓ મહીનામાં બારતીથીના દિવસોમાં આયંબિલ, ઉપવાસ, છ, અઠ્ઠમ વિગેરેની તપસ્યા કરતાં અને ત્યાગ વૃત્તિ ખીલવતાં.
પોતાના સાધમ બંધુને દુઃખી જોઈ તેમનું હદય કંપી ઉઠતું. તેઓ પોતાના દુખી બંધુઓને પોતાને ત્યાં નોકરીએ રાખતાં, બીજાને ત્યાં નોકરી અપાવતાં અને પોતે તેમને આર્થિક મદદ પણ આપતાં તેમને આયંબિલ તપ પર બહુ શ્રદ્ધા હોવાથી તેઓએ વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરવામાં, મુંબઈમાં આગેવાની ભય ભાગ લીધો હતો, અને મુંબઈમાં વર્ધમાન તપ આયંબિલ ખાતાના અને પાલીતાણાના આયંબિલ ખાતાના છેવટ સુધી ત્રસ્ટી તરીકે રહ્યા હતા. તેઓની ધાર્મિક વૃત્તિથી રાજી થઈ શ્રી વેણીચંદ સુરચંદે તેમને મહેસાણાની શ્રીયશોવિજયજી જૈન પાઠશાળાના ટ્રસ્ટિ તરીકે નીમ્યા હતા, જે પદ પર તેઓ છેવટ સુધી હતા. તેઓ ગુપ્ત દાન પણ ઘણુંજ કરતા. જ્ઞાનભંડાર
મુનિરાજ શ્રી અનિવિજ્યજીના ઉપદેશથી શ્રી સોમચંદ શેઠને જ્ઞાન ઉપર સારી રુચિ થઈ અને મુનિરાજ શ્રી ક્ષમતવિજયજી મહારાજે પ્રેરણા કરતાં તેઓએ પોતાના કોટના મકાનમાં એક જ્ઞાન ભંડાર સ્થાપ્યો. એ જ્ઞાનભંડારમાં હાલમાં આશરે પાંચ હજાર ધાર્મિક પુસ્તકો, પ્રતા અને પ્રાચીન હસ્તલેખિત પ્રતો છે. અને હેમપ્રકાશની શુદ્ધપ્રત પણ તેમનાજ ભંડારમાંથી મળી છે. સિદ્ધપુર પાટણમાં,
દિનપર દિન શેઠ સોમચંદની પ્રીતિ અને રુચિ શ્રી અમિવિજયજી મહારાજના વ્યાખ્યાનશ્રવણ તરફ વધતી ગઈ તેઓએ તેમની સાથે સંવત્ ૧૯૭૭માં અને સંવત્ ૧૯૭૮ માં પાલીતાણામાં અને મુંબઈમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org