Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ અવારનવાર મને ઉપકૃત કરી છે તેનું ઋણ હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. શબ્દની પાછળ રહેલા અર્થને સમજવા માટે આવા અનુભવી, સતત સ્વાધ્યાયરત સંતપુરુષોનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી થઈ પડે છે. પૂ. સાધ્વીજી સુવ્રતાશ્રીજી મહારાજ સાહેબ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી સંસ્થાએ મારા કામમાં રસ લઈને મને પ્રોત્સાહિત કરી છે. મારા બંને પક્ષનાં કુટુંબીઓ અને સ્નેહીઓએ મને આ કામમાં અનુકૂળતા કરી આપી છે, નાના-મોટા પ્રશ્નો હલ કરી આપ્યા છે, અવારનવાર મને જોઈતી મદદ કરી આપી છે તેને હું કૃતજ્ઞતાપૂર્વક સ્મરું છું. મારા ભાઈ અને સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક શ્રી નીતીનભાઈ દેસાઈએ મારા લખાણને ભાષાકીય રીતે મઠારીને તથા અનેક શાસ્ત્રીય અવતરણોને સમજવામાં ચર્ચા કરીને, જાણીતા સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઈએ મારા કામમાં સતત રસ લઈને, શ્રી નિરુભાઈ તથા બહેન પ્રજ્ઞાએ અનેક વ્યવહારુ સૂચનો કરીને, મારા જીવનસાથીએ તથા મારા પુત્ર ચિ. આલોક મૂક સહકાર આપીને, વડીલ સ્નેહાળ માતૃતુલ્ય પડોશી સ્વ. સુમતિબહેને ખૂબ પીઠબળ આપીને, પૂ. લક્ષ્મણકાકાએ હંમેશાં જરૂરી મદદ કરીને, મુ. શ્રી જયંતભાઈ મેઘાણીએ ઉપયોગી માર્ગદર્શન આપીને મને જે રીતે ઉપકૃત કરી છે તેનો નામોલ્લેખ કરવો અસ્થાને નહીં ગણાય. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિસંસ્કાર શિક્ષણનિધિ દ્વારા આ ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે તેને હું મારું સૌભાગ્ય સમજું છું. " નિત્ય નવીન જણાતી સત્ત્વશીલ કૃતિ પર મારી અલ્પ મતિથી એક નજર ફેરવી છે. તેમાં જે સત્ત્વશીલ છે તે તો કૃતિની પોતાની દેણ છે. રજૂઆતની ત્રુટીઓ પરત્વે કોઈ ગમે ત્યારે મારું ધ્યાન દોરશે તો હું આભારી થઈશ. માલતી કિશોરભાઈ શાહ ૮, શ્રીપાળ એપાર્ટમેન્ટસ્, દેરી માર્ગ, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪૦૦૧ તા. ૧-૧-૨૦૦૦ 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 198