Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નિવેદન
સત્ત્વશીલ સાહિત્યનો સ્વાધ્યાય વ્યક્તિને વિવિધ રીતે ઉપયોગી નીવડી શકે છે. કેટલુંક સાહિત્ય પાણીની જેમ તત્કાલીન ઉપયોગી હોય છે, કેટલીક કૃતિઓ દૂધસમાન પોષણયુક્ત હોય છે, તો કેટલીક વિશિષ્ટ સાહિત્યકૃતિઓ અમૃત સમાન હોય છે અને તેવા અમૃત જેવા સાહિત્યનું રસપાન સતત તૃપ્તિકારક જ હોય છે. અમુક ગ્રંથો કે સાહિત્યકૃતિઓ જ્યારે પણ વાંચીએ ત્યારે સમૃદ્ધ જણાય છે અને તેનું વાચન, મનન, નિદિધ્યાસન વ્યક્તિને સતત તાજગીસભર રાખે છે.
ભારતના પ્રાચીન સાહિત્યમાં આપણને આવી સત્ત્વશીલ કૃતિઓ તેના દીર્ઘદ્રષ્ટા રચયિતાઓ દ્વારા અવારનવાર મળ્યા જ કરી છે. ભારતીય દાર્શનિક વિચારધારા અને સાંસ્કૃતિક પ્રવાહોના વિકાસમાં આવા કર્તાઓ અને તેમની કૃતિઓનો ફાળો અમૂલ્ય છે. અઢારમી સદીમાં થયેલ ઉપાધ્યાય યશોવિજયજી આવા જ વિરલ અને પ્રતિભાસંપન્ન ચિંતક હતા. ખાસ કરીને જૈનદર્શન અને જૈનધર્મમાં તો તેમનું પ્રદાન અવિસ્મરણીય છે જ; વ્યાપક દાર્શનિક સાહિત્ય અને ભક્તિસાહિત્યમાં પણ તેઓની જોડ મળવી મુશ્કેલ છે.
અત્રે જેનો અભ્યાસ પ્રસ્તુત કરવામાં આવ્યો છે તે “જ્ઞાનસાર' તેમની આત્મચિંતનયુક્ત કૃતિઓમાંની એક આધ્યાત્મિકભાવસભર કૃતિ છે. માત્ર જૈનદર્શન જ નહીં, પરંતુ અન્ય ભારતીય દર્શનો, વેદ, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ગીતા વગેરેનો તેમનો અભ્યાસ, જૈનદર્શનનું નિરૂપણ કરતી તેમની આ કૃતિમાં જોઈ શકાય છે. પીએચ.ડી.ની ડિગ્રી માટે ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ થયેલો મારો મહાનિબંધ અમુક જરૂરી સુધારાવધારા સાથે અત્રે પુસ્તકના રૂપમાં રજૂ થયો છે. સ્વ. પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના સૂચનથી મેં
જ્યારે આ કૃતિ મારા અભ્યાસ માટે પસંદ કરી ત્યારે મારું કામ કેટલું કઠિન હતું તેનો મને ખ્યાલ હતો. મારી મર્યાદિત શક્તિઓ દ્વારા આ કૃતિનો માત્ર પ્રારંભિક કહી શકાય તેવો અભ્યાસ હું કરી શકે છે. અનુભવવાણીયુક્ત ચિંતન ધરાવતા આ ગ્રંથને સમજવા માટે આપણી પાસે ખૂબ સજ્જતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org