Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ સાધકોને એવો એક માર્ગ બતાવાયો છે, જેના દ્વારા સાધક પોતાની મંજિલ સુધી સહજતાથી પહોંચી શકે છે. આને કારણે, જૈન સાધકવર્ગમાં આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય ગ્રંથ છે. ડૉ. માલતી શાહે અહીં આ મહત્ત્વપૂર્ણ ગ્રંથનું ઊંડાણથી અધ્યયન કરીને તેનું હાર્દ પ્રગટ કરવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે. આ મહાનિબંધનાં કુલ દસ પ્રકરણ છે. પહેલા પ્રકરણમાં જૈનદર્શનની વિકાસયાત્રા આલેખવામાં આવી છે. બીજા પ્રકરણમાં મહાન તત્ત્વચિંતક, સાધક અને સિદ્ધપુરુષ યશોવિજયજીની બહુમુખી પ્રતિભાનો પરિચય આપવાનો પ્રયાસ કરાયો છે. ત્રીજા પ્રકરણમાં “જ્ઞાનસારનાં બત્રીસે ય અષ્ટકોનો સારાંશ આપીને લેખિકાએ જિજ્ઞાસુઓ પર મોટો ઉપકાર કર્યો છે. ચોથા પ્રકરણમાં જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતોરૂપ આધાર રજૂ કરીને, પાંચમા પ્રકરણમાં “જ્ઞાનસાર'માં તેમાંના કેટલાક સિદ્ધાંતોનું પ્રતિબિંબ કઈ રીતે જોવા મળે છે તે પ્રદર્શિત કરાયું છે. છઠ્ઠા અને સાતમાં પ્રકરણોમાં અનુક્રમે કર્મસિદ્ધાંત અને દોષનિવારણોપાય બતાવાયા છે. આઠમું પ્રકરણ એ લેખિકાનું અત્યંત મહત્ત્વનું યોગદાન છે; જેમાં સાધક અને સાધનામાર્ગ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. મોક્ષપ્રાપ્તિ માટે સાધકને કયા કયા ગુણોની આવશ્યકતા છે તે સુંદર રૂપે અહીં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. નવમા પ્રકરણમાં પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોના “જ્ઞાનસાર' પર પડેલા પ્રભાવ વિષે લેખિકાએ પ્રમાણપુર:સર ચર્ચા કરી છે. ઉપસંહારમાં ઉપાધ્યાય યશોવિજયજીના યોગદાન વિષે લેખિકાએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ ગ્રંથ કેવળ જૈનદર્શનના જ નહિ, બલ્ક દર્શનક્ષેત્રનું તુલનાત્મક અધ્યયન કરનારા સહુ જિજ્ઞાસુઓને માટે પરમોપયોગી છે. હું આશા રાખું છું કે આ જાતના અનેક વિદ્વત્તાપૂર્ણ સંશોધનગ્રંથો ડૉ. માલતી શાહ સમાજને પ્રદાન કરે. અમદાવાદ તા. ૯-૧૧-૧૯૯૮ ડૉ. વણેશ્વર સદાશિવ શાસ્ત્રી અધ્યક્ષ : તત્ત્વજ્ઞાન વિભાગ ગુજરાત યુનિવર્સિટી 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 198