Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 13
________________ 33333333333321essesssssssss ભક્તોએ આપના અંતિમ દર્શન કર્યાં. સમસ્ત કાઠિયાવાડ તથા રાજકોટમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. તા. ૧૦-૨-૯૮ના મંગળવારે અંતે હજારો ભક્તોએ આપના ભૌતિક શરીરને દેવવિમાન સહિત રડતી આંખે અગ્નિને સોંપી દીધો તે સમયે સમસ્ત રાજકોટમાં બિરાજતાં સાધુ-સાધ્વીજીઓ હાજર હતાં. વ્યક્તિ રૂપે વિલય થયા પણ આપનું વિરાટ વ્યક્તિત્વ અમર બની ગયું. તા. ૧૨-૨-૯૮, ગુરુવારના પ.પૂ. ગિરીશમુનિ મ.સા.ની નિશ્રામાં રાજકોટમાં બિરાજતા ગોંડલ સંપ્ર.ના તથા અન્ય સંપ્ર.ના સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં તથા વિશાળ શ્રાવક-શ્રાવિકાઓની મેદની વચ્ચે ગુણાનુવાદ સભાનું આયોજન થયેલ. આપની વિદાયને વરસો વીતી ગયાં પણ આપ અમારા મનમંદિરમાં સદાય બિરાજી રહ્યા છો. આજે જન્મશતાબ્દી વર્ષના પ્રસંગે આપના શ્રીચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરતાં હર્ષ અનુભવું છું. આપના સદ્ગુણ સુમનમાંથી એકાદ સુમન મારામાં ઉઘડે ને મારું જીવન સુરભી બને એવી કૃપા વરસાવજો એવી નમ્ર વિનંતી સાથ કલમને વિરામ આપું છું. ગોંડલ સંપ્ર. પ્રાણ પરિવારના અધ્યાત્મયોગિની બા.બ્ર. પ.બૂ. લલિતાબાઈસ્વામી (બાપજી)ના સુશિષ્યા બા.બ્ર. પૂ. ડૉ. જસુબાઈસ્વામીના ગુરુચરણે ભાવવંદન. ૧૮ પૂજ્ય તપસમ્રાટના વચનામૃત જગતના મહાપુરુષોમાંથી કોઈને આપણે જ્ઞાની, કોઈને ચારિત્રશીલ તો કોઈને શ્રદ્ધાશીલ એવું બિરુદ આપીએ છીએ ત્યારે તેનો અર્થ એ તો નથી જ કે જેનામાં જ્ઞાન તેનામાં ચારિત્ર કે શ્રદ્ધાનો છેક જ અભાવ છે. આવું બિરૂદ આપવાની પ્રેરણા ચોક્કસ પ્રકારના ગુણ કે શક્તિની વિશેષતા જોઈને જ થાય છે. તદ્દન સામાન્ય માનવીમાં પણ થોડુંઘણું જ્ઞાન હોય છે. એનામાં કંઈક ચારિત્ર પણ હોય છે. એનું દિલ ઓછા-વત્તા પ્રમાણમાં કોઈના પ્રત્યે શ્રદ્ધાશીલ પણ અનુભવતું હોય છે. મહાપુરુષોમાં એ ગુણો વધુ પ્રમાણમાં વિકસ્યા હોય અને વિશુદ્ધ પણ બન્યા હોય એ સ્વાભાવિક છે. એમના જ્ઞાનનો અર્થ કેવળ માહિતી ન હોય, સામાન્ય સમજણ પણ ન હોઈ, તેવો કોઈ પણ વસ્તુ કે વિચારના મર્મને પારખવાની શક્તિ ધરાવતા હોય અને તેના ઊંડાણ તથા વ્યાપકતાને સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય. એ જ રીતે એમના ચારિત્રમાં કુશલતા હોય, વ્યવસ્થા હોય, તો પરિણામ વિશે ચોક્કસ કલ્પના હોય. આવા મહાપુરુષની શ્રદ્ધામાં પણ સામાન્ય માનવી કરતાં વિશેષતા હોય. એમનો ભક્તિભાવ ક્ષણિક નહીં પણ સ્થાયી હોય. એમાંથી પ્રગટતી નમ્રતા સ્વભાવરૂપી બની ગઈ હોય. મૃદુતા એમને કેળવવી ન પડે. જ્ઞાન, ચારિત્ર ને શ્રદ્ધામાંથી કોઈ એક જ ગુણ, આવી વિશિષ્ટ રીત કોઈ વ્યક્તિમાં આપણે વિકસેલો જોઈએ ત્યારે તેના પ્રત્યે આદરની લાગણી પ્રગટા વિના રહે નહીં. કોઈનામાં આપણે જ્ઞાનની વિશેષતા જોઈએ અને કર્મમાં કંઈક ઊણપ જોઈએ તો એમ માનવા પ્રેરાઈએ કે એમનો વિકાસ જ્ઞાન દ્વારા થયો છે, ને તે યોગ્ય છે. ચારિત્ર ને શ્રદ્ધાની બાબતમાં પણ આપણું એ જ વલણ હોય. સામાન્ય માન્યતા એવી રહી છે ને તેને ઘણા મહાપુરુષોએ અને ધર્મગ્રંથોએ પુષ્ટિ આપી છે કે માનવીના ઉચ્ચત્તમ વિકાસ માટે આ ત્રણેય ગુણોના વિશિષ્ટ વિકાસની જરૂર નથી. કોઈ પણ એક ગુણના વિકાસથી એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. કોઈ પર્વતના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચવા માટે જેમ વિવિધ માર્ગો હોઈ શકે તેમ આ બાબતમાં આપણે માન્યું છે, પરંતુ વિશિષ્ટ પ્રકારની શક્તિ ધરાવતા ઘણી વાર એમ લાગે છે કે ઉચ્ચતમ વિકાસ માટે તો આ ત્રણેય ગુણોની પરાકાષ્ટા આવશ્યક છે. એટલું જ નહીં પરંતુ એક ગુણનો પૂર્ણ કે વિશેષ ૧૯

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 136