Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 52
________________ 33333333333333333333333 ણવિ અન્થિ મજ્જ કિંચિવિ, અણ્ણ પરમાણુમેર્ત્તપિ.(૩૮) હું એક, શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે. ' શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં નીચેની પંક્તિઓનું સતત રટણ કરાવવામાં આવે છે. હું દેદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા નથી; હું શુદ્ધ, ચેતન, અવિનાશી એવો આત્મા છું, આત્મા છું.” પણ આ ધ્યાનપૂર્ણ જાગૃતિ સાથે કરવાનું છે. નહીંતર ‘આત્મા છું’ને બદલે આત્મા જ ‘છૂ’ થઈ જશે. કેવળ રટણ રહી જશે. સંપૂર્ણ એકાગ્રતાથી અને અત્યંત ભાવપૂર્ણ આ ધ્યાન કરતા કરતા શ્રીમદજી કહે છે : ‘આત્મા’ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે’ (૬) પ્રેક્ષાધ્યાન : આમ આત્માનું ધ્યાન અને આત્માની ભાવના એ જ નિશ્ચયનય ધ્યાન છે. પ્રક્ષાધ્યાન આ જ પ્રકારના ધ્યાનનું આજનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે.. એનો મૂળ ઉદ્દેશ છે - આત્મસાક્ષાત્કાર. ગણાધિપતિ આચાર્ય શ્રી તુલસીની પ્રેરણાથી આચાર્યશ્રી મહાપ્રજ્ઞે આત્મા વિશે ઊંડા અભ્યાસ સાથે ધ્યાનની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. પછી સ્વયં પર પ્રયોગો કરી ‘પ્રેક્ષાધ્યાન’ની - જૈન ધ્યાનની - પદ્ધતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું. પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે - ચિત્તની નિર્મળતા. કપાયોથી મલિન ચિત્તમાં ન તો જ્ઞાનની ધારા વહી શકે છે કે ન આત્માનંદ. નિર્મતા વ્યક્તિનું આંતરિક રૂપાંતર છે. જૈનાગમોમાંથી ધ્યાનને લગતા સૂત્રોનો આધાર પ્રક્ષાધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેમ કે ‘સંપિÐએ અપ્પગમપ્પ એણં’ - આત્મા દ્વારા આત્માને જુઓ. સ્વયં સ્વયંને જુઓ. ‘અપણા સચ્ચ મેસેજ્જા, મેત્તિ ભૂએસ કપ્પએ.’ સ્વયં સત્યને શોધો અને બધાં પ્રાણીઓ સાથે મૈત્રીક કરો. ૯૬ આચરાંગ સૂત્રમાં પ્રેક્ષાતી - કેવળ જોવાથી - રાગદ્વેષ વગર તટસ્થતાથી જોવાથી સાધક ક્રોધાદિ કપાયથી લઈને દુઃખ પર્યંત થનાર ચક્રવ્યૂહને તોડી નાખે છે. (૩૦/૮૩), મહાન સાધક અર્મ (ધ્યાનસ્થ) થઈને મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (માત્ર) મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (મત્ર) જાણે અનેજુએ છે (૨/૩૭). જે જુએ છે એને માટે ‘પાસએ' શબ્દ દ્વારા કહ્યું છે કે એને માટે કોઈ ઉપદેશ નથી. (૩/૧૮૫). વળી કહ્યું છે કે જે જુએ છે (પાસએ) તેને કોઈ મુશ્કેલી-દુ:ખ (misery) નથી હોતી. આમ પ્રેક્ષાધ્યાન એ માત્ર જોવાની અને જાણવાની પદ્ધતિ છે. એનાં અંગો છે - મહાપ્રાણધ્વનિ, સંકલ્પ સૂત્ર, કાયોત્સર્ગ, અન્તર્યત્રા ચાસ પ્રેક્ષા, શરીરપ્રેક્ષા, ચૈતન્હેન્દ્રપ્રેક્ષા, લેશ્યાધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા, સમતા અને અંતે આત્મ-સાક્ષાત્કાર, આત્મા અને શરીરના ભેદ જાણવા-ભેદજ્ઞાન માટે પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ થાય છે. પ્રેક્ષાધ્યાન એ ધર્માંધ્યાનની પ્રાયોગિક પદ્ધતિ છે. વર્તમાન ક્ષણની પ્રેક્ષા એ એનો પાયો છે. GJ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136