________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB બદલે અપેક્ષાવૃત્તિ થઈ ગઈ હોય, કર્મની નિર્જરા સિવાય રાગાદિ સંકલ્પ કર્યો હોય, તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તરસ મિચ્છામિ દુક્કડં. - સાધુ સાધ્વીઓ શરીરના રાગાર્થે નહિ પણ સંયમના નિર્વાહ માટે આહાર લે છે. અણાહારક પદ ક્યારે પ્રાપ્ત થાય તેવું લક્ષ હોય છે. આપણાં આત્મવીર્યની નબળાઈને કારણે આવી સ્વરૂપ જાગૃત દશા ન રહી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. બાવીશ પરિષહ માંથી કોઈપણ પરિષહ ઉદયમાં આવે તે વખતે શોક કે ખેદભાવ થયો હોય. મન, વચન, કાયાના યોગે તીવ્ર કાષાયભાવથી તપની વિરાધના થઈ હોય તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તત્સ મિચ્છામિ દુક્કડં.
મેં ગુરુદેવ સમીપે જે તપ આદર્યો તેનું સેવન કરતાં ક્યારેક મારે ઘણું સહન કરવું પડ્યું એવો સંકલ્પ આવ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્માનો સ્વભાવ આહાર લેવાની બંધનવૃત્તિ રહિત છે. એવો વસ્તુસ્વભાવ નહિ સ્વીકારતા, છે આહારવાળો છું તે પ્રકારે દસ સંજ્ઞામાં રાગ-દ્વેષની એકતા થઈ હોય તો તસ્સ મિચ્છામિ
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ થઈ હોય, અને વળી આત્મગુણ પ્રાપ્તિકરણ ધ્યાન, ધારણા, સ્મરણ આદિ પુરુષાર્થ કર્યો ન હોય, સંકલ્પ, વિકલ્પની દશા છૂટી ન હોય તસ્સ મિચ્છામિ દુક્કડં.
વર્ષીતપ આદરતી વખતે ગ્રદેવનો સંયોગ હતો. પરંતુ સંયોગવશાત વર્ષીતપની પૂર્ણાહુતિ પ્રસંગે વિયોગ થયો હોય હાજર ન રહી શક્યા હોય તેનો સંતાપ થયો હોય તસ મિચ્છામિ દુક્કડં.
શાતા અશાતાના ઉદયમાં સમભાવપણું ન રહ્યું હોય, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ શ્રાવકના બાર વ્રત (સાધુના મહાવ્રત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) પચ્ચખાણમાં રસ સ્થાવર જીવોની અણ ઉપયોગ વિરાધના થઈ હોય અને કોઈ પણ પ્રકારે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર થઈ ગયા હોય તો મન, વચન, કાયાએ કરી કોઈપણ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામી દુક્કડ.
તપમાં માન પોષક વૃત્તિ જાણ-અજાણ પણે પોષાણી હોય. કુટુંબીઓએ કંકોત્રી ન છપાવી, સાંજી ન ગવરાવી કે પ્રભાવના ન કરી તેનો દ્વેષ થયો તો તસ્સ મિચ્છામી દુક્કડં. ઉપવાસમાં કોઈએ સેવા ન કરી હોય, અશાતા વેદનીય કર્મના ઉદયે કરી વ્યાધિ આવી હોય ત્યારે હાય! હું મરી ગયો એવું આર્તધ્યાન થયું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ઉપવાસના પારણે આહારથી દેહ ટકી રહ્યો છે એવા હર્ષથી એકરાર થઈ ઉતર પારણામાં અને પારણામાં આનંદ માન્યો હોય તો, જ્ઞાન આત્માનો ખોરાક છે. એવું આત્મચિંતન ન કર્યું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામિ
તપનું ફળ સમતા, આત્મસ્થિરતાનું. અને વૈભાવિક વૃતિ તોડવાનું હોય છતાં મનમાં તાપ થયો હોય, શરીરની કૃશતાથી ગ્લાનિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. અસંખ્ય પરિષહો સહન કરી ૪૦૦ ઉપવાસનો વર્ષીતપ કરનાર ભગવાન ઋષભદેવ, અણાહારક દશામાં રમતા અને ઝૂલતા ઉગ્ર તપસ્વી દેવાધિદેવ મહાવીર ને સમ્યફ તપના સેવનમાં ખેદનો અંશ પણ ન થયો હોય, એવી દાદા આદિનાથ અને વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે - મને ધિક્કાર છે, એવી નિરભિમાનપણાની ભાવના ભાવવી જોઈએ, તે ભાવનાના ભાવતા લોકોના માન પ્રશંસા મોટાઈ કે ગ્લાધાનું લક્ષ સેવાઈ ગયું હોય તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
તપસ્યા કરતાં દેહ દૂબળો પડે, છતાં અંતરમાં આત્મા સમતાથી ભરેલો છે. માટે આહાર એ જડ શરીરનો ખોરાક છે આત્માનો નહિ એવું લક્ષ હોવા છતાં અશાતાના ઉદય, નબળાઈના કારણે, આકુળતા કે કષાયનો ભાવ થઈ ગયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. માત્ર વ્યવહાર તપનું લક્ષ રાખ્યું હોય, પારણાના દિવસે આહાર કરતા પહેલા પા ઘડી અણાહારક પદની ભાવના ભાવવાને બદલે આકુળતાથી આહાર સંજ્ઞાની શરણાગતિ સ્વીકારી હોય, આહાર વાપરતી વખતે હર્ષ-રતિ-અરતિ, ખેદ કર્યો હોય, સ-રસ જમણની હોંશ રાખી હોય પ્રતિકૂળ આહાર મળતાં દ્વેષ થયો હોય તો તસ મિચ્છામિ દુક્કડં. સ્વરૂપ લક્ષ તપનું સેવન કરતાં આત્માની સાથે ઉપયોગ ભાવની ઐક્યતા ન
૧૨૦
બાહ્ય તપની સાથે આવ્યેતર સમ્યક સ્વાધ્યાય તપ ન હોય તો આત્મામાં જ્ઞાનદીપક પ્રગટતો નથી અને અજ્ઞાનના અંધારા ઓસરતા નથી, એવું લક્ષ ચૂકી ગયો હોઉં, અને પૂ. ગુરૂભગવંતોએ બતાવ્યા પ્રમાણે અનુષ્ઠાન કરવામાં પ્રમાદ સેવ્યો હોય, બાહ્ય વ્યવહાર-વ્યાપારમાં વૃત્તિઓ દોડાવી હોય તો તલ્સ મિચ્છામિ દુક્કડ.
બ્રહ્મચર્ય પાલનમાં દુઃખ થયું હોય, યૌવનના ઉન્માદમાં વિકાર થયો હોય અથવા તેને તૃપ્ત કરવાનો તલસાટ થયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડ.
તપશ્ચર્યા માત્ર કર્મોની નિર્જરા અર્થે છે તેને બદલે લૌકિક માન, પરલોકની આશા, ઈન્દ્રદિની પદવી ધન કીર્તિ આબરૂ અને ભૌતિક સુખની આકાંક્ષા સેવી હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
-૧૨૧)