________________
#SWESE%E0%જ્ઞાનધારા BIGGGGWSSSSSB છે. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયથી વિરક્ત થઈને મૌન કે અલ્પભાપી બની ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુકલધ્યાન કરતા. ઉનાળાની બળબળતી બપોરે સૂર્ય સામે ઉગ્રતાપમાં સૂર્યાભિમુખ આતાપના લેવા છતાં જીવમાત્ર સામે ચંદન જેવી શીતળતા વરસાવતી પાંચેય ઇન્દ્રિયોને સંયમમાં રાખી કષાય પર વિજય પ્રાપ્ત કર્યો. આપણને પ્રશ્ન થશે કે ભગવાનનું શરીર, ધર્મસાધનામાં બાધક ન હતું છતાં ભગવાન કાયાક શું કામ આપતા ?
ભગવાનની આ સહજ જીવનચર્યા હતી. સંયમ અને તપની અંતરધારામાં એ એવા તલ્લીન બની જતા કે બાહ્ય અપેક્ષાની પૂર્તિનો પ્રશ્ન જ ગૌણ બની જતો.
શારીરિક કષ્ટોના દર્દની અનુભૂતિ એવી વ્યક્તિઓને વધુ થાય છે, જેની અધ્યાત્મચેતના સુખ હોય. ભગવાનની અધ્યાત્મ ચેતનાનું જાગરણ પૂર્ણત: હોવાથી તેમની તપસાધનાની જાગૃતિ સમાધિપ્રેક્ષા અને અપ્રતિજ્ઞા સાથે જોડાયેલી હતી તેથી તેઓ ગમે તેવા કઠિત તપ કરવા સાથે સતત સમાધિભાવમાં જ રહેતા અને તેઓ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે હઠાગ્રહ પ્રેરિત સંકલ્પથી તદ્દન મુક્તાવસ્થામાં હતા.
અનાર્ય પ્રદેશની ગુફ, કોતરો, ખડેર, વેરાન સ્થળો કે ભયંકર વનમાં તેમનું વિચરણ થયું. સાધના દરમ્યાન શરીરના બાહ્ય કે આંતરિક રોગોનો પ્રતિકાર કરવા, ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઇચ્છા પણ ન કરતા. આ વાત શરીર પ્રત્યેના અનાસક્ત ભાવની પ્રતીતિ કરાવે છે.
બ્રાહ્મણ, શ્રમણ, ગામના ભિક્ષુકો, ચાંડાલ, બિલાડી, કૂતરા, પક્ષીઓ કે પ્રાણીઓની આજીવિકા (આહાર-પાણી)માં વિક્ષેપ ન પડે કે ભંગ ન થાય તેનું ધ્યાન રાખી ભગવાન ભિક્ષા માટે જતા. લુખા, સૂકા નીરસ પદાર્થોનો આહાર ક્યારેક મળે,
ક્યારેક ન મળે તો પણ રાગદ્વેષ રહિત સંયમ ભાવમાં પ્રભુ પાંચ સમિતિ અને ત્રણ ગૃપ્તિથી યુક્ત રહ્યા હતા.
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તપ વિના સિદ્ધિ મળતી નથી. જીવનની બાહ્યપ્રવૃત્તિ જેવી કે કળા, સાહિતાય, સંગીત, વ્યાપાર કે અર્થોપાર્જનમાં પણ તપશ્ચર્યા હોય તો જ તેમાં સફળતા મળે પરંતુ આ તો ભૌતિક ક્ષેત્રની વાત થઈ. જૈદર્શનમાં મહાશ્રમણ મહાવીરની તપશ્ચર્યામાં મુખ્યત્વે આધ્યત્મિક વિકાસની વાત અભિપ્રેત છે.
‘મુનિશ્રી સંતબાલજી કહે છે કે બહિર્ભત પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈ અને વિખરાઈ જાય છે તેને એકત્રિત કરી પ્રખર સંયમ કરવો તેનું
૧૪૪)
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ નામ તપ.' જુદી જુદી રીતે વહી જતી અનેક નિર્જરણીઓના જલનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને તેના યોગ્ય ઉપયોગ પછી વિદ્યુત જેવી પ્રચંડ શક્તિઓનું સર્જન થઈ શકે તેમ, ચૈતન્યની સંગ્રહિત શક્તિમાંથી એક અજોડ નવચેતના પ્રગટે છે. આથી કોઈ પણ ધર્મ તપાસતાં પ્રત્યેક ધર્મ સંસ્થાપકે તપશક્તિની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારી છે.
આ શક્તિ ખોટે માર્ગે વેડફાઈ ન જાય અને તેમાં અનિષ્ટ તત્ત્વ ભળી ન જાય તેની સંભાળ કે તકેદારી, જ્ઞાન, વિવેક અને અત્યંતર તપ રાખે છે.
ભગવાન મહાવીરનો કાયોત્સર્ગ એ શરીર પ્રત્યેનું મમત્વ, મૂચ્છભાવ છોડવા પ્રેરક બને છે અને, દેહાધ્યાસ છોડવાની પવન પ્રક્રિયા છે.
સાધનામાં મૌનને અધિક મહત્ત્વ અપાયું છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. સાધક માટે વાણી સંયમ ઉપકારક છે. સાધકની શક્તિનો બહુ મોટો હિસ્સો વાણી દ્વારા જ વેડફાઈ જાય છે.
ભગવાન મહાવીરની દીર્ઘ મૌન સાધના પછી ઋજુવાલિકા નદીને કિનારે જે જ્ઞાન પ્રગટ થયું તે શાસ્ત્ર બની ગયું.
ધ્યાન અને આસન ભગવાનની બાહ્યાભ્યતર સાધનાનાં અંગો છે. ઉકડું આસન, પદ્માસન, સુખાસન અને ગો-દોહઆસનનું બાહ્ય તપશ્ચર્યામાં સ્થાન છે.
ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને જીવન માટે પદાર્થ છે. પદાર્થજીવન નથી. આઠ માસ ભગવાને ભાત, બોરકુટ અને અડદના બાકળા પર જીવન નિર્વાહ કર્યો તે ઘટના એમની શરીર સ્થિતિની સહજતા અને નિર્મોહતાને સ્પષ્ટ કરે છે. ભગવાનના સ્વાદ વિજયનું એ પ્રતીક છે.
ભગવાન મહાવીરની સાધનામાં તેમણે પરિષહ સમતાભાવે સહન કર્યા, ઉપસર્ગો પર વિજય મેળવ્યો, મૈત્રીભાવથી પ્રાણીમાત્રને જીતી લીધાં. ભગવાન મહાવીરના તપે સિદ્ધ કર્યું કે તપશ્ચર્યા નૈસર્ગિક ઔષધ છે. તપ એ શરીર, મન અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનાર સફળ જડીબુટ્ટી છે. વૈરાગ્યવૃત્તિ અને અભ્યાસથી તે સહજ બને છે. યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. તપશ્ચર્યાએ જ શ્રમણ મહાવીરને ભગવાન મહાવીર બનાવ્યા.
પરિષહોથી પાર ઊતર્યા. ઉપસર્ગો પર વિજય મેળવી આંતરશત્રુને પરાજિત કરી અરિહંત બન્યા. વિશ્વમૈત્રી પ્રગટાવી જીવમાત્રને જીતી લીધા. બાહ્યાભંતર તપથી ભગવાન મહાવીર વિશ્વવંદ્ય ત્રિવિજયી મહાવીર બન્યા. *
૧૪૫