Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 74
________________ 181818181818181818181818181818181818181818181818181818181818181818 જૈન તપ : પ્રાચીન અને અર્વાચીન દષ્ટિએ - ડૉ. વર્ષ એમ. ગાંધી (સુરતસ્થિત વર્ષાબહેન ‘યોગ અને ધ્યાન’ વિષયમાં Ph. D. થયાં છે. જેના ધર્મના અભ્યાસુ તેઓ યોગ, ધ્યાન અને કુદરતી ઉપચાર જેવા વિષયોમાં રસ ધરાવે છે) જૈન શાસનમાં ધર્મારાધના - આત્મકલ્યાણના વિવિધ ઉપાયો દર્શાવેલા છે. પ્રત્યેક ઉપયમાં જે તે ઉપાયની મુખ્યતા જ હોય છે, તે સિવાયના અન્ય ઉપાયો પણ ત્યાં ગૌણભાવે તો હોય જ છે. આ આત્મસાધનાનું એક અતિ મહત્ત્વનું અંગ તપ પણ છે. ‘તપ'ની પ્રાચીનતા અંગે કંઈક કહું તો પ્રભુ મહાવીર અને બુદ્ધના પહેલાં પણ આપણા દેશમાં તપનો કેટલો મહિમા હતો તેના પુરાવાઓ માત્ર જૈન આગમો જ નહીં, પણ વૈદિક મંત્રો અને ઋષિઓના ઉગ્ર તપ જોવા મળે છે. બુદ્ધ અને જૈન સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ જેમને ભગવતી સૂત્ર આદિ આગમમાં પણ તાપસો તથા તેમના તપોની વિગત જાણવા મળે છે, જેથી એટલું ચોક્કસ કહી શકાય કે આપણા દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં પણ તપ અનુષ્ઠાનો હતા અને લોકો ઉપર તેનો ભારે પ્રભાવ હતો. જૈન શાસ્ત્રમાં તપના મુખ્ય બે પ્રકાર છે, બાહ્યતા અને આત્યંતર તપ. બાહ્યતપ અંગે અન્ય જૈનેતર તત્ત્વચિંતકોએ વિચાર કર્યો છે અને તેને નિરર્થક કાય-કલેશ, દેહદમન, આત્મદમન રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે, પણ પ્રભુ મહાવીરે તો બાહ્ય અને આંતરિક બંને પ્રકારના તપને માન્ય રાખેલ છે. અન્ય પંથોમાં આ તપનો પરિહાસ થયેલો જણાય છે, જેમને બુદ્દો કાય-કલેશ ને નિરર્થક બતાવ્યું છે, પણ એ રીતે તો મહાવીરે પણ માત્ર કાયકલેશ ને મિથ્યા તપ તે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ, પુરણ તાપસ આદિના ઉગ્ર તપને મિથ્યાતપ કહેલા છે, એ કંઈ એટલા માટે નહીં કે તેઓ અન્ય દર્શની હતા. પ્રભુ મહાવીરે પણ એટલા જ ઉગ્ર તપ આદરેલા છે. તો પ્રભુનો વિરોધ શા માટે હતો તે વિચારવું રહ્યું. ખુદ પ્રભુના શિષ્યોએ પણ કેટલા ઉગ્ર તપ આદર્યા હતાં. ધન્ના ૧૪૦૦ %E% E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ આણગારના ઉગ્ર તપની તો પ્રભુએ પણ પ્રશંસા કરી હતી. તો તાપસોના ઉગ્ર તપનો વિરોધ શા માટે ? તેનું કારણ એ જ છે કે બાહ્યતપથી ઈન્દ્રિય નિગ્રહ અને ઇચ્છા નિરોધ થતો હોવા છતાં પણ તેની સાથે આવ્યંતર તપનો યોગ ન હોવાથી આત્મશુદ્ધિની પ્રક્રિયા થતી નથી અને તેથી એકલું બાહ્યતમોક્ષ તરફ ગતિ કરાવવા સમર્થ નથી. પ્રભુ મહાવીરે તપની શોધ કાંઈ નવી નથી કરી. તે તો એમને કુળ અને સમાજના વારસામાંથી સાંપડયું હતું. એમની શોધ એટલી જ કે એમણે કઠોરમાં કઠોર તપ ને દેહદમન કાયકલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ ઉમેરી બાહ્યતપને આંતરમુખી બનાવ્યું. આચાર્ય સમતભદ્રના શબ્દોમાં કહીએ તો પ્રભુ મહાવીરનું કઠોરતમ તપ એવા ઉદેશ્યથી હતું તે દ્વારા વધારે ઊંડા ઊતરાય અને અંતર્મળ ફેંકી દઈ શકાય. આથી જ જૈન તપ બે ભાગમાં વહેંચાયું. બાહ્યતપમાં દેહને લગતા બધા જ નિયમો આવી જાય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ બાહ્યતપની જાહોજલાલી ઓછી નથી, તેના નિયમો અને તેના પ્રકારો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રહસ્યોથી ભરપૂર છે અને તે શારીરિક તેમ જ આરોગ્યની દષ્ટિએ ખૂબ જ લાભકારક છે. આત્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમો આવી જાય છે, જે આત્મઉન્નતિના માર્ગો પહોંચાડે છે. અંતે તો જૈન ધર્મનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક શાંતિ જ છે - જેમાં કલેશો અને વિકારોની શાંતિ હોય. તપ કલેશોને નબળા પાડતા ને સમતાના સંસ્કારોને પુષ્ટ કરવા માટે છે, અને જૈનતપનું સ્વરૂપ જ એવું છે જેમાં ક્રિયાયોગ અને જ્ઞાનયોગનો સમાવેશ થઈ જાય છે. બાહ્યત: તે ક્રિયાયોગ છે અને આંતરિક તપ તે જ્ઞાનયોગ છે. ક્રિયાયોગ તે જ્ઞાનયોગની પુષ્ટિ માટે છે જે દ્વારા અંતિમ લક્ષની પ્રાપ્તિ થાય છે. | Practically જોઈએ તો ૨૫૦૦ વર્ષમાં બધા જ ધર્મમાં બાહ્યતપનો મહિમા હોવા છતાં જૈનોએ જે રીતે તપને જીવતો રાખ્યો છે તેવું બીજે ક્યાંય જોવા નથી મળતું. તપ અને તપની વિધિ માત્ર ગ્રંથોમાં જ નથી રહી પણ ચતુર્વિધ સંઘમાં વહેતી રહી છે. રાજપૂતોમાં જેમ ક્ષત્રિયાણી માં પોતાના બાળકને યુદ્ધ માટે પ્રેરે તેમ જૈનોમાં બાળકોને પણ તપ કરવા માટે પ્રેરે છે એ ખરેખર ગૌરવ લેવા જેવી -૧૪ ...

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136