Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ગયા અને ત્યાં બેઠા બેઠા સર્વસંગ પરિત્યાગપૂર્વકની તેમ જ જગતના સર્વ જીવોને અભયદાન સ્વરૂપ સામાયિક ચારિત્ર નામની ભગવતી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય તેમણે મનમાં લીધા.
ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ચઉપાન મહપુરરિસ ચરિય ઈત્યાદિ ગ્રંથોમાં શ્રી ઋષભદેવ પ્રભુના વૈરાગ્યનું કારણ જુદું દર્શાવવામાં આવ્યું છે. એક વાર વસંતઋતુમાં જનસમુદાય અનેક પ્રકારની કીડાઓ કરી રહ્યા હતા ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે આ કીડાઓ મેં અતીતમાં ક્યાંક જોઈ અનુભવી છે. શ્રી ઋષભદેવ પ્રભુ આત્મમંથનમાં લીન થઈ ગયા. પૂર્વભવના જ્ઞાનને પરિણામે તમોને આ સંસારની અસારતા દષ્ટિગોચર થવા લાગી અને તેમણે નવી દિશાનો પ્રારંભ કરવાનો નિશ્ચય કર્યો. આ નવી દિશાનો પ્રારંભ એટલે સંયમ માર્ગ તરફ પ્રયાણ.
શ્રી ઋષભદેવ પ્રભુનો સંયમ ગ્રહણ અને તપશ્ચર્યા ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમીએ રાજા શ્રી ઋષભદેવે રાજ્યવૈભવને ઠોકર મારી, ભોગ-વિલાસને તિલાંજલિ આપી, પરમાત્મ તત્ત્વને, આત્માના અનંતા ગુણોને જાગૃત કરીને તેના નિજ-શુદ્ધ સ્વરૂપને પામવાને માટે ‘સલ્વે સાધ્વજ જે જોગં પરખામિ’ (કરેમિ ભંતે) વાસરીને બધી પાપવૃત્તિઓનો પરિત્યાગ કરતા, ઉત્તરા નક્ષત્રમાં, ચતુર્થ પ્રહરમાં સર્વ પ્રથમ સંયમી બન્યા. શ્રમણ ધર્મના આદ્ય સંયમી બન્યા. ત્યાર બાદ પૂર્વ દિશામાં ઊંચે આકાશમાં નજર કરી ‘નમ: સર્વ સિદ્ધાભ્ય:' એમ બોલી પોતાના હાથે પંચમુષ્ટિ લોચ ર્યો.
તેમની સાથે ચાર હજાર લોકોએ પણ સંયમ ધર્મ અંગીકાર કર્યો. આ ચાર હજાર સંયમીઓ પ્રભુના અનુગામી બનીને પડછાયાની જેમ તેમનું અનુસરણ કરવા લાગ્યા. પ્રભુ તેમને કોઈ પણ પ્રકારનો સંકેત, આદેશ કે નિર્દેશ કરતા ન હતા. તેઓ અખંડ મૌન વ્રતનું પાલન કરતા ભૂમિ પર વિચરણ કરી રહ્યા હતા. સંયમ અંગીકાર કર્યા પછી પ્રભુ કુટુંબ, સમાજ, રાજ્ય, દેશ પ્રત્યેના કર્તવ્યોથી પણ ઘણી ઉત્કૃષ્ટ શ્રેણીએ પહોંચી ગયા હતા. તેઓ તો સંસારનાં સર્વ બંધનો તોડીને અયોધ્યા છોડીને ચાલી નીકળ્યા.
શ્રી ઋષભમુનિરાજે છ માસના ઉપાસના પચ્ચખાણપૂર્વક જ સંયમ ગ્રહ કર્યો હતો. આ છ માસ દરમ્યાન શ્રી ઋષભમુનિરાજ મૌનપૂર્વક આત્માના નિજ
-૧૬)
%E%
E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ સ્વરૂપને પામવા યોગ-ધ્યાનમાં મગ્ન રહેતા હતા. છ માસનો અધિકાળ પૂરો થતાં શ્રી કષભમુનિરાજ ઘોર અભિગ્રહ ધારણ કરીને અનાસક્ત ભાવે ભિક્ષા માટે ગામનગરના ધોરી માર્ગ પર મૌનપણે ઈસમિતિપૂર્વક નીચે જોઈને રસ-સ્થાવર જીવોની વિરાધના ન થાય તેમ પરિભ્રમણ કરે છે. તેમની આજુબાજુ ક્યાંય દષ્ટિ ન હતી. તેમણે જોઈને લોકોના ટોળેટોળાં તેમની આસપાસ ભેગાં થઈ જતાં અને જાતજાતની સામગ્રી ભેટ આપવા મુનિરાજ શ્રી ઋષભદેવની આગળ ધરતાં હતાં. તેમને જોઈને જનસમુદાય ભક્તિ-ભાવનાથી ભાવવિભોર થઈને બહુમૂલ્ય વસ્ત્રો, અમૂલ્ય આભૂષણો, ગજ, રથ, સિંહાસન, કોઈ તો પોતાની સુંદર કન્યા પણ ભેટસોગાદ રૂપે તેમની સન્મુખ ધરવા લાગ્યા અને તેને ગ્રહણ કરવાની પ્રાર્થના-આજીજી કરવા લાગ્યા. મુનિરાજ મૌનપણે આ બધી ચેષ્ટા નિહાળતા હતા. કોઈને એવી જાણ પણ નહોતી કે મુનિરાજ ભિક્ષાર્થે પધાર્યા છે. લોકો ભક્તિપૂર્વકની આહારદાનની વિધિથી સર્વથા અજાણ હતા. જ્યારે ઋષભમુનિરાજ કાંઈ પણ ગ્રહણ કર્યા વગર પાછા ફરતા ત્યારે સર્વને ખૂબ જ દુ:ખ થતું. તેમને મન હજી પણ શ્રી ઋષભદેવ તેમના પૂર્વવત્ રાજા જ હતા. તેઓએ સંસારનો ત્યાગ કર્યા છે, તેઓ સંયમી છે, એવી બધી સૂધબૂધ જ ન હતી. સંયમી કોને કહેવાય તેનું તેમને જ્ઞાન જ ન હતું. તેથી જ તેઓ પ્રભુને શું જોઈએ છે તે પૂછતાં પણ પ્રભુ તો મૌનવ્રતનું પાલન કરી કશું જ કહ્યા વિના ત્યાંથી આગળ પ્રસ્થાન કરતા. આમ ને આમ ઘણા સમય સુધી તેમને અન્ન-પાણીનો જોગ પ્રાપ્ત ન થયો.
| મુનિ શ્રી ઋષભદેવ કોઈ પણ પ્રકારની યાચના ભાવ કરતા ન હતા અને લોકો આહારદાનની પ્રક્રિયાથી તદ્દન અનભિજ્ઞ હતા. હવે અહીંયા સામાન્ય જનમાનસમાં એક ઉપસ્થિત થાય કે પ્રભુના જન્મથી ત્રણ જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અન અવધિજ્ઞાન અને સંયમ જીવન ગ્રહણ કરતાં જ ચોથા મન પર્યવજ્ઞાનના જ્ઞાતા હતા. ચારેય જ્ઞાનના ધારક હોવા છતાં તેઓ આહારદાન મેળવવા શા માટે પરિભ્રમણ કરતા હતા ? આ શંકારૂપી પ્રશ્નનું સમાધાન કરતાં પ્રાચીન ગ્રંથોના રચયિતા મહાન જૈનાચાર્યોએ જણાવ્યું છે કે શ્રી ઋષભદેવ પ્રભુએ જ્યાં જ્યાં પરિભ્રમણ કર્યું તેનો એકમાત્ર ઉદ્દેશ હતોતે કર્મનિર્જરા કરવાનો હતો. આટલું જ સ્પષ્ટીકરણ તેઓ કર્યું છે. આથી વિશેષ કોઈ ટિપ્પણી પ્રભુના આહારદાન - પરિભ્રમણ માટે કરવામાં આવી નથી.
૧૬૫ ૪

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136