________________
eteteleletelele18181818181ek Sllo 121 letettelettetetteletelele
આજનો મોટા ભાગનો વર્ગ મોજશોખ, મોબાઈલ, કોમ્યુટર, ઇન્ટરનેટ, ફેસબુક, મોલ, પાર્ટી, પિકનિક, રિસોર્ટ વગેરેમાં વ્યસ્ત રહે છે, કોઈને પણ પોતાની જાત માટે સમય નથી. વધુ ને વધુ પૈસો કમાવવાની લાલસામાં ભાગદોડની હિંદી જીવતો માનવી સતત ટેન્શનમાં જીવે છે, ઘણી વાર તો એમ લાગે કે ભૌતિકતાએ માનવીને પોતાની પાસેથી પોતાને છીનવી લીધો છે. માનવી અસહાયતાનો ભોગ બની ઘણી વાર ડિપ્રેશનનો ભોગ બની જાય છે, પોતાના કુટુંબ પ્રત્યે બેદરકાર બની જાય છે. ક્યારેક કુસંગતીના કારણે વ્યસનોનો ભોગ બને છે જેના કારણે પોતાને, માતા-પિતા, પત્ની, સંતાનોને ભોગવવું પડે છે, સામાજિક વ્યવસ્થા પણ ખોરવાઈ જવા આવી છે, ક્યાંય પણ શાંતિ કે સલામતી નથી. ચરિત્રનું હનન થઈ રહ્યું છે, ચોરી લૂંટફાટ, ખૂનામરકી વધી રહ્યાં છે. બળાત્કાર વગેરે સામાન્ય થઈ ગયા છે. જાણે લાગણી, ચેતના વગેરે બુકાં થઈ ગયાં છે, પાંચમો આરો મહાદુઃખિયારો છે. આમાંથી સરુ જ પાર ઉતારી શકે. સતત પાદવિહારી સંતો જનતાના સંપર્કમાં રહી નૈતિકતાના પાઠો ભણાવે છે, કોઈ પણ કાળમાં ગુરુના સાન્નિધ્યનું મહત્ત્વ રહેલું છે, વર્તમાન સમયમાં ઉદાહરણરૂપી સાદગીભર્યું ઉજજવળ જીવન જીવી સંતો શ્રાવકોને, સંઘને, સમાજને બોધ આપી માગનુસારી માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
ઝેન ગુરુ પ્રતીક રુપ બોધ આપે. એક વ્યક્તિ ગુરુને બોધ આપવા વિન્નતી કરે છે. ગુરુ કપ-રકાબીમાં ચા રેડે છે. કપ ભરાઈ જાય છે, ચા બહાર ઢોળાય છતાં ગુરુ ચા રેડડ્યા કરે છે. દિવસો સુધી શિષ્ય આવે, ગુરુ બોલે નહીં. ગુરુ ચા રેડે, ચા ઢોળાય. એક દિવસ ગુરુ ચા રેડે છે. કપ-રકાબી ભરાઈને ઢોળાય તે પહેલાં શિષ્ય ચા પી જાય છે. શિષ્ય બોધ પામી ગયો. ગુરુ પાસે શિષ્ય ખાલી થઈને જવું પડે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે શિષ્ય ગુરુ પાસે જ્ઞાન કે માર્ગદર્શન મેળવવું હોય તો કોરી પાટી થઈ રહેવું પડે. પોતાને ગુરુનાં ચરણોમાં સમર્પિત થવું પડે તો જ પાત્રતા કેળવાય.
ભગવાન મહાવીરસ્વામીના જીવનનો પ્રસિદ્ધ પ્રસંગ, દષ્ટિવિષ સર્ષ ચંડકૌશિકના રાફડા પાસે જ્યારે જાય છે, સર્પ પ્રથમ દૃષ્ટિથી વિષ છોડે છે, નિર્લેપ પ્રભુને અસર થતી નથી. ફન્કાર કરી ઝેર ઓકે છે, નિભય પ્રભુ સૌમ્યતાથી કરુણા વરસાવી રહ્યા. હવે નાગ ભુરાયો થયો. પગમાં ડંસ દીધો, પણ શું ? દૂધની ધારા
etogtestteeee ગુરુ-ગ્રંથ મહિમા 2999696969696969 વહી. સર્ષે અમૃતનો આસ્વાદ કર્યો. સર્પ ઝેરરહિત થયો. ઝેરનું મારણ કર્યા બાદ પ્રભુએ માત્ર “બૂઝ બુઝ" બસ બે જ શબ્દો બોલ્યા. સર્પ બોધ પામી ગયો. સાધુના ભવમાં ખોયું, સર્પના ભવમાં પ્રાપ્ત થયું. આગમ વહેવારી પ્રભુએ પ્રથમ ઝેર દૂર કર્યું પછી બોધ આપ્યો. પ્રભુ પણ કરુણા આણી પ્રથમ જીવના કષાયો અને રાગ-દ્વેષોને પાતળા કરાવી બોધ આપીને સન્માર્ગે ચઢાવે. આ પ્રમાણે જ્યારે ગુરુ શિષ્યને સ્વીકારે છે ત્યારે તેનો તેનામાં રહેલો દોષો સહિત સ્વીકારે છે, તેની ઊણપ, ખામીઓ દૂર કરી તેને સન્માર્ગે ચઢાવે છે. હવે શિષ્યની ફરજ છે કે તેણે ગુરુ બતાવેલા માર્ગને અનુસરવું. તેના માટે મોરનું એટલે કે પક્ષીનું દષ્ટાંત.
મોરને કોણ જન્મ આપે ? અપેક્ષાએ ઢેલ. તેલ ઠંડું મૂકી સેવે, તેનું રક્ષણ કરે, પરંતુ બાળમોરને જન્મ લેવા માટે પુરુષાર્થ કરવો પડે. ઈંડાના કોચલાને પોતાની ચાંચ વડે ભેદવું પડે તો જ જન્મ લઈ શકે અન્યથા અંદર ગૂંગળાઈ જાય. માટે જ પક્ષીને દ્વિજ કહેવાય. તેમ જ્યારે કોઈ દીક્ષા લે ત્યારે ગુરુ અણગારે જાયા એમ બોલે છે. હવે શિખે પુરુષાર્થ કરી પાર ઉતરવું પડે નહીંતર કોચલામાં રહેલો મોર જેમ અંદર ગૂંગળાઈ જાય તેમ શિષ્ય પોતાનો વિકાસ સાધી ન શકે. ભવસાગરનો પાર ન પામે. શિષ્ય ગુરુએ ચીંધેલા માર્ગે સતત ગુરુની નીગરાની હેઠળ પોતાનો વિકાસ સાધવા પ્રયત્નશીલ રહેવું પડે. આજના અતિવ્યસ્ત સમયમાં ગુરુની નિશ્રામાં રહવાનું, સાનિધ્યમાં રહેવાનું અતિ દુષ્કર હોય છે પણ ગુરુનાં ઉપદેશ, શિખામણથી શિષ્ય ક્યારેય પણ વિમુખ ન થવું. ગુરુનો વિનય કરવો. ગુરુ સાથે વિવકે પૂર્વક વર્તવું. ગુરુનું હંમેશાં બહુમાન કરવું, સત્કાર, સન્માન કરવું. ગુરુનું વચન તતપૂર્વક
સ્વીકરવું. ઉત્તમ શિષ્ય ગુરુ પાસે પોતાનું અસ્તિત્વ ઓગાળી દે ત્યારે જ પોતાનો વિકાસ સાધી શકે.
જ્યારે શ્રેણિક મહારાજા ઉપવનમાં અનાથીમુનિ દ્વારા બોધ પામી જૈન ધર્મનો સ્વીકાર કરે છે ત્યરો અનાથીમુનિ તેમને સુગુરુને ઓળખવા સબંધી બોધ આપતાં કહે છે, જે વર્તમાન સમયમાં પણ અતિઉપયોગી છે. અનાથીમુનિ રાજાને નાથ, અનાથપણું સમજાવ્યા પછી ભ્રષ્ટ સાધુનાં લક્ષણ કહે છે, મુનિ બનીને પણ તે પ્રમાણે આચરણ ન કરવું, પંચમહાવ્રતો સ્વીકારી તેનું સમ્યફ પાલન ન કરવું, ઇન્દ્રિય નિગ્રહ ન કરવો, રસ લોલુપતા રાખવી, રાગદ્વેષાદિ બંધનોનો ઉચ્છેદ ન કરવો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું ઉપયોગપૂર્વક પાલન ન કરવું. અહિંસાદિ વ્રતો,
-૨૦૫)