Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 116
________________ S18181818181818181818181818K ŞI GET 81818181818181818181818181818 सगुणो निर्गुळोवापि श्रावणो मन्यते सदा । मा ऽवशा क्रियते तस्य तन्मूका धर्मवर्तिनाः ।। - પૃ. ૩૨, પ્રાકૃતવિધા જાન્યુ. - માર્ચ- ૧૯૯૬. અંક ૪, સં : ડૉ. રાજારામ જૈન) ((તત્ત્વ-પદાર્થ) સગુણ હોય કે નિર્ગુણ, શ્રાવકો તેને નિત્ય માને છે, તેની અવજ્ઞા (ઉપેક્ષા) ન કરવી (કારણ કે, તે મૂળથી જ ધર્મ (સ્વગુણ) મુજબ વર્તનારા છે.) મહાવીરને ૧૨ વર્ષની આકરી તપશ્ચર્યાને અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સિદ્ધદશાને પામ્યા, સર્વજ્ઞ થયા. આ જ્ઞાન તર્કઆધારિત નોતું. પરંતુ અનુભવજન્ય હતું અને વર્ષોની તપશ્ચર્યા, ચિંતન અને મનન દ્વારા પ્રાપ્ત થયું હતું. આ કેવળ જ્ઞાનને લીધે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની હકીકતો જાણી શકતા હતા. તેમનાથી કોઈ ચીજ અજાણી રહેતી નહીં." (જૈન દર્શન, પૃ. ૧૫, પ્રા: ઝવેરીલાલ કોઠારી). ઉપરના બંને અવતરણોમાં being હોવાપણાના - અસ્તિત્વના કારણરૂપ તત્ત્વની સર્વકાલીનતાને જે સાંભળ્યા પ્રમાણે માણે છે તેવા શ્રાવકો ( ‘’ ધાતુ પરશી બનેલો શબ્દ થાવ એટલે કે સાંભળવું - સાંભળીને મમળાવવું - માણવું એવું થાય છે.) ગુણ-નિર્ગુણ કોઈ પણ તત્ત્વની અવજ્ઞા-ઉપેક્ષા કરતાં નથી. આમ હોવાપણાને અંગે હંમેશાં સતતપણે ચિંતન-મનન-મંથન કરતાં રહે છે. મહાવીર સ્વયં પણ આકરી તપશ્ચર્યા દરમિયાન ચિંતન-મનનના પરિપાકરૂપે જ્ઞાન પામ્યા, સિદ્ધ બન્યા, ત્રણે કાળના જાણકાર બન્યા. તેથી સ્વાભાવિકપણે કહી શકાય કે વિચારનું સાતત્ય ક્યાંક પહોંચાડે છે જેથી તત્ત્વજ્ઞાનમાં અર્જન-હેતુ પણ વિચારસાતત્ય, અગત્યનું પાસું છે. તત્ત્વજ્ઞાનના પ્રકાશમાં ધર્મપરાયણતા સ્વાભાવિક અવસ્થા અને તેથી એમ પણ બને છે કે, વિચાર, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, તપસ્વીની ભૂમિકાએ, ધર્મ-અધ્યાત્મને જીવનમાં સાહજિકરૂપે સક્રિય કરે છે અને આ સક્રિયતા વ્યક્તિમાં જબરું પરિવર્તન લાવે છે. આપણામાંના સૂપ્ત અધ્યાત્મ તત્ત્વને તત્ત્વાર્થ સૂત્રનું વાચન અને જિનદર્શનનું તત્ત્વજ્ઞાન જરૂર સક્રિય કરી શકે. અત્રે વિચારયજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે, ત્યારે ઉપર પ્રમાણે થયેલ વિચારમંથન પણ ઉપકારક નીવડશે તેવી અપેક્ષા સેવું છું. કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તે માટે સ્વયં હું પોતે અને મારો સીમિત અભ્યાસ હશે તેવું સ્વીકારી ઉપકારક વસ્તુને અપનાવી, ક્ષતિને દરગુજર કરવા શ્રેષ્ઠીઓ, વિદ્વાનો, આચાર્યો અને આયોજકોને કરબદ્ધ પ્રાર્થના. ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન-સક્રિય કરનાર પરિબળ : દયાન -ઈલા શાહ (ઈલાબહેને M.A. science of Living) સુધી અભ્યાસ કર્યો છે. પ્રક્ષાધ્યાન અંતે યોગ શિબિરમાં કાર્યકરત છે. વર્લ્ડ જૈન કોન્ફડરેશ સાથે સંકળાયેલાં છે) પ્રેક્ષાધ્યાન માનવ ઈતિહાસ નિરંતર ઉન્નતિ અને પ્રગતિનો રહ્યો છે. ઉન્નતિની આ વિકાસયાત્રામાં ધર્મ, અધ્યાત્મ અને મહાપુરુષો દ્વારા સ્થાપિત ઉદાત્ત મૂલ્યોએ પ્રકાશ સ્તંભની ભૂમિકા નિભાવી છે. આચાર્યશ્રી તુલસી અને મહાપ્રજ્ઞજીએ અહિંસાને જીવનનાં દરેક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કરવા માટે એક નવી જ શિક્ષપ્રણાલી આપી જેનું નામ છે જીવનવિજ્ઞાન. અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન એનાં મુખ્ય અંગો છે. આજની શિક્ષણ પદ્ધતિ દ્વારા શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ ખૂબ થાય છે, પણ ભાવનાત્મક વિકાસની તદ્દન અવગણના કરવામાં આવે છે. જીવનવિજ્ઞાન એક એવી શિક્ષણપ્રણાલી છે જે વ્યક્તિના સર્વાગીણ વિકાસ પર ભાર આપે છે. આ શિક્ષણ પદ્ધતિ કેવળ સૈદ્ધાંતિક ન હોતાં પ્રેક્ષાધ્યાન જેવા ધ્યાન પ્રયોગો કરાવવામાં આવે છે. ધ્યાન અને યોગ આંતરિક પરિવર્તનની પ્રકિયાઓ છે. આજે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોએ પણ પોતાના પ્રયોગોમાં ધ્યાન અને યોગનો સમાવેશ કર્યો છે. પ્રેક્ષાધ્યાન સ્વરૂપ ઉપલબ્ધિની પ્રક્રિયા છે. વ્યક્તિ અજ્ઞાનતાને કારણે બહિર્મુખ બને છે. બહિર્મુખી પ્રવૃત્તિઓ આધિ, વ્યાધિ અને ઉપાધિનું કારણ બને છે. પ્રેક્ષાધ્યાનમાં અધ્યાત્મનાં શિખરોની ચર્ચા છે તો સાથે સાથે શરીરશુદ્ધિ માટે આસન અને પ્રાણાયામનું પણ વિધિવત્ પ્રશિક્ષણ આપવામાં આવે છે. પ્રેક્ષાધ્યાનનો અર્થ છે જોવું - રાગ-દ્વેષમુક્ત ફક્ત સમતાભાવે જોવું. આ બધા પ્રયોગોનું પ્રયોજન છે માણસમાં હિંસાની ભાવના ઓછી કરવી. હિંસા જ બધા પાપોનું મૂળ છે. તે મનુષ્યોના સંસ્કારમાં રહેલી છે અને નિમિત્ત મળતાં પ્રગટ થાય છે. જીવનવિજ્ઞાન શિક્ષણપદ્ધતિમાં અહિંસાને પ્રાધાન્ય આપીને એના પ્રશિક્ષણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૨૫) ૨૨)

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136