Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 123
________________ GeeSeSeeSE જ્ઞાનધારા GSSSSSSSB માટે પૂજ્ય વીરવિજયજી મહારાજાએ પ્રસિદ્ધ સ્તવન સમરો મંત્ર ભલો નવકારમાં લખ્યું કે અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીથ સાર, અર્થાત્ નવકારનો એક એક અક્ષર પણ તીર્થસ્વરૂપ છે. વાક્યો કે શબ્દો તો તીર્થ છે જ, પણ એક એક અક્ષર પણ સ્વતંત્ર તીર્થ છે. ગંભીર સૂત્રોના વિવેચન અવસરે વાક્યનો અર્થ અને વર્ણનો સ્વતંત્ર અર્થ સમજાવે છે. સૂત્રના વ્યાખ્યાનમાં ઊંડાણ ઘણું હોય છે. દા. ત. ‘ મિચ્છામિ દુક્કડ' વાક્ય, તેના શબ્દો અને તેના અક્ષરો, તેના પેટા શબ્દો અને તેના અક્ષરોનો પણ સ્વતંત્ર અર્થ દર્શાવ્યો છે. તેથી સૂત્રાત્મક શાસ્ત્રમાં વપરાયેલા અક્ષરો પણ અર્થગાંભીર્યયુક્ત છે. આવાં એક-એક જિનવચન તીર્થસ્વરૂપ છે. તેથી સમગ્ર દ્વાદશાંગીત નિર્વિવાદ તીર્થસિદ્ધ જ છે. ધર્મગ્રંથનું વાંચન કે ધર્મગ્રંથના અમૂલ્ય વચનો જીવનમાં શું ક્રાંતિ કરી શકે છે તેનાં હજારો દષ્ટાંતો શાસ્ત્રોમાં જોવા મળે છે. આ વિષય ઉપર ચિંતન આકાશમાં વિહરતા યાદ આવે છે કે દશમા સૈકામાં થઈ ગયેલ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી સોમદેવસૂરિ મહારાજ રચિત નીતિવાક્યામૃત ગ્રંથમાં અનેક સૂત્રના આ.ભ. શ્રી રત્નસુંદરસૂરિએ કરેલ અર્થઘટન જુઓ, હવે એક જ રન મેચમાં વિજય અપાવી શકે છે. છૂટી જતો એક જ કૅચ લમણે પરાજય ઝૂકી શકે છે. એક જ ચિનગારી કચરાના ઢેરને સળગાવી શકે છે. એક જ પ્રેરણાદાયી વચન જીવનને સન્માર્ગે લાવી શકે છે. એક જ અવાજ ઊંઘ ઊડાડી શકે છે. એક જ રોગ મોત માટેની આમંત્રણ પત્રિકા બની શકે છે. એક જ દોષ જીવનને બદનામ કરી શકે છે. એક જ કટુવચન સંબંધના અમૃત માટે ઝેરરૂપ બની શકે છે. પ્રશ્ન એ છે કે એક ની, અલ્પ ની, નાન ની તાકાતને સમજવામાં આપણે સાચે જ સમજદાર પુરવાર થયા છીએ ખરા ? શું કહું ? મનની આ બદમાસી છે કે અલ્પની અવગણના કરતા રહીને એ વિરાટથી દૂર જ રહે છે. નાનો ધર્મ કરવા મન તૈયાર નથી અને નાનું પાપ કર્યા વિના મન રહેતું નથી. આનું જ દુઃખદ પરિણામ આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ કે જીવનમાં ધર્મ શરૂ થયો નથી અને પાપો અટકવાનું નામ લેતા નથી. બારી-બારણામાં પડી જતું એક જ કાણું આપણને ઘણું બધું દેખાડી શકે છે, હીરો પણ અને કાચનો ટુકડો પણ, ધૂપ પણ અને ધુમાડો પણ, મહેલ પણ અને ઝૂંપડું પણ. સાથે જ -૨૩૮) %e0%e0% e696% ગુરુ-ગ્રંથ મહિમા #@#$%e0%e0%a જીવનને શુભથી વાસિત અને અશુભથી મુક્ત કરી દેવા જો આપણે માગીએ છીએ તો આ એક જ કામ આપણે શરૂ કરી દેવા જેવું છે. નાનકડા દેખાતા ધર્મને શરૂ કરી દઈએ અને નાનકડા દેખાતા પાપને છોડતા જઈએ. સેરી કરવી જ છે તો એક રન લેવાની મળતી તકને પણ ઝડપતા જ રહીએ અને મૅચ જો જીતવી જ છે તો એક પણ કૅચ છોડી દેવાની ભૂલ ન જ કરીએ. વિશેષાવશ્યક ભાષ્ય નામના ગ્રંથમાં, આપણને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે દેવું, રોગ, આગ અને પાપ આ ચારેય નાનાં હોય તોય એનો વિશ્વાસ કરશો નહીં. એ તમારા ધંધાને, જીવનને અને આત્માને બરબાદ કરી નાખ્યા વિના નહીં રહે ! સંદેશ સ્પષ્ટ છે. પાપના દાવાનળથી બચવું છે ? પાપની ચિનગારીથી દૂર રહો ! ધર્મના શિખરે પહોંચવું છે ? ધર્મની તળેટી પર આવી જ જાઓ ! બધાં મોટાં કે મહવનાં કામો મોટાં પરિબળોથી કે મહત્વનાં પરિબળોથી જ શક્ય બનતાં હોય છે એવું નથી. નાનાં પરિબળો પણ ક્યારેક મોટાં કે મહત્ત્વનાં કાર્યો સંપન્ન કરી જ શકે છે. આ વાસ્તવિકતા આપણા માટે ભારે આશાસ્પદ છે. બની શકે કે આપણી પાસે વિપુલ સંપત્તિ ન હોય, અમાપ સત્તા ન હોય, પ્રચંડ સત્વ ન હોય, અત્યંત સશક્ત શરીર ન હોય, બહોળો મિત્રવર્ગ ન હોય, પ્રચુર ધર્મસામગ્રી ન હોય, ધારદાર બુદ્ધિ ન હોય પણ એનો અર્થ એવો નથી કે આપણે મહાન કાર્યો કરવા માટે નકામાં પુરવાર થઈ ગયા છીએ કે મહાન બનવાની આપણામાં રહેલ શક્યતા પર કાયમનું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ના, સૂર્યના અભાવમાંય દીપક જો સૂર્યનું કામ કરી શકે છે, સૂર્યના વિષય નહીં બનતા ક્ષેત્રમાં ય દીપક જો પોતાનો પ્રકાશ ફેલાવી શકે છે તો આપણી પાસે જે પણ પરિબળો, સંયોગો અને સામગ્રીઓ છે એના સદુપયોગ દ્વારા આપણે મહત્ત્વનાં કાર્યો પણ કરી શકીએ છીએ અને એના બળ પર મહાન પણ બની શકીએ છીએ. તમારી પાસે જે નથી એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાને બદલે તમારી પાસે જે છે એના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરતા રહીને તમારે તમારા જીવનપથને ઉજાળતા રહેવાનો છે. છેલ્લી વાત, વેપારમાં કરોડોનું નુકસાન પણ થઈ શકે છે, તો લૉટરીની -૨૩૯)

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136