Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 125
________________ eteteleletelele18181818181ek Sllo 121 letettelettetettelettels બંધ થયાં અને દેવલોકના દરવાજા ખૂલી ગયા. વિસમ વિવેગ સંવર ચારણમુનિના મુખેથી ત્રણ શબ્દો સાંભળી ખૂનખરાબાથી ક્રોધના અગ્નિથી ધમધમતો દાસીપુત્ર ચિલાતી શાંત થયો અને દેવલોક સિધાવ્યો. જંબુસ્વામી પછી પ્રભવરસ્વામી પ્રભુ મહાવીરસ્વામીની પાટ પર પરંપરામાં આવ્યા. પ્રભવરસ્વામીને પોતાના પછી વારસદાર કોઈ ચતુર્વિધ સંઘમાં જોવા ન મળ્યો એટલે જૈનેતર સમાજ તરફ નજર કરી અને સંયમભવ બ્રાહ્મણને યજ્ઞ કરતાં જોયો અને તેનામાં પટ્ટધર થવાના ગુણો જોયા એટલે એમણે બે શિષ્યોને સમજાવીને યજ્ઞના મંડપમાં મોકલ્યા. અહો કમ્ અહો કમ્ તત્વ ન જ્ઞાય પરં શબ્દો સાંભળીને સંયમભવને પ્રતિબોધ કરીને પ્રભવસ્વામી પાસે લાવીને દીક્ષા અપાવી. આ રીતે ધર્મના વચનો સંભળાવીને આપણને સંયમભવસૂરિ મળ્યા. આ સંયમભવસૂરિએ અલ્પાયુષવાળા પોતાના પુત્રના કલ્યાણ માટે ૧૦ વૈકાલિક ધર્મગ્રંથ બનાવ્યો જે આજે જૈન સમાજમાં ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે. રાજાએ જ્યારે અમરકુમારને ફાંસીએ ચઢાવ્યો ત્યારે સાધુ ભગવંતના મુખેથી નવકાર મંત્ર સાંભળ્યો ત્યારે ચમત્કાર સર્જાયો અને અમરકુમારનો જીવ બચી ગયો. ધર્મગ્રંથના આ શબ્દોની આ તાકાત છે. પ્રભુ મહાવીરસ્વામીના મુખેથી ૧૧ ગણધરોના પ્રશ્નનોના સમાધાન સાંભળીને આપણને ગૌતમસ્વામી જેવા ૧૧ ગણધરો મળ્યા અને એ સર્વજ્ઞ ભગવંતના મુખેથી ત્રિપાઠી સાંભળીને ગણધર ભગવંતોએ દ્વાદશાંગી અને ત્યાર પછી આગમોનો મહામૃત સાગર જૈન સમાજને મળ્યો. ધર્મગ્રંથના શબદોની આ તાકાત છે. અને ચેતવણીરૂપે એ પણ વાત યાદ કરાવવાનું મન થાય છે કે ધર્મગ્રંથના વચન વિરુદ્ધ વિચારવાથી કે બોલવાથી કે અનુસરવાથી પણ આત્માની દુર્દશા થાય છે. પ્રભુ મહાવીરસ્વામીના ત્રીજા મનુષ્યના ભવમાં મરીચિના ભવમાં શિખ્યમોથી કપિલને મરીચિએ કહ્યું, કપિલ ! ધર્મ - તો ત્યાં આદેશ્વર ભગવાન પાસે પણ છે અને અહીં મારી પાસે પણ છે. આ ઉસૂત્રથી મરીચિનો એક કોડાકોડી સાગરોપ્રેમ સાગરોપમ સંસાર વધી ગયો. ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં સક્રિય કરનાર પરિબળ : ગ્રંથ - ડૉ. રમિ ભેદા જૈન ધર્મના અભ્યાસ ડૉ. રમિ ભટા યોગ વિષય પર થિસિસ લખી Ph.D. કરેલા છેત, તેમનો “અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષ”ની નામનો ગ્રંથ પ્રગટ થયો છે. જૈન જ્ઞાનસત્રોમાં ભાગ લે છે) વીતરાગ પરમાત્માના શાસનના અનેક મહાપુરુષોએ મુમુક્ષ જીવોના આત્મશ્રેય માટે અનેક સશાસ્ત્રોની, ગ્રંથોની રચના કરી છે એમાંથી જ એક ગ્રંથ છે - અધ્યાત્મ મહાયોગ શ્રીમદ્ રાજચંદ્ર રચિત “આત્મસિદ્ધિ શાસ્ત્ર' જે માં જિનાગમોનો સાર છે અને જેના અભ્યાસથી જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આત્મસિદ્ધિ એટલે આત્માની સિદ્ધિ, શુદ્ધાત્માની પ્રાપ્તિ તથા લોકપ્રિય શિખરે, પરમપદે-સ્વપદે, સિદ્ધપદે આદિ અનંત સ્થિતિ. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' આમાં ત્રણ શબ્દો સમાયેલા છે - આત્મ, સિદ્ધિ તથા શાસ્ત્ર. ત્રણેય શબ્દોના અક્ષરોની સંખ્યા સમાન છે. દરેક શબ્દના અઢી અક્ષરો છે. એમ ત્રણેય શબ્દના અઢી અઢી અક્ષરો મળીને સાડા સાત અક્ષરો થાય છે. સાડા સાત અક્ષરોનું આત્મસિદ્ધિ શાસ્ત્ર એમ સૂચવે છે કે જેને સંસાર પરિભ્રમણની સાડા સાત શનિની પનોતી લાગી હોય તેવા અજ્ઞાની જીવના સંસાર પરિભ્રમણને દૂર કરવા માટે આત્મસિદ્ધિ શા ઔષધ સમાન છે. જ્ઞાન વૈરાગ્યથી ભરપૂર આ ગ્રંથમાં આદિથી અંત સુધી કેવળ અધ્યાત્મનો શાંત રસ જ નીતર્યાકરે છે. જેની દષ્ટિ વિકાસ પામી છે એવો હર કોઈ વાચક એમાંથી રસના ધુંટડા પીને નવો જ પ્રકાશ પામે છે અને જીવનની ઉચ્ચ ભૂમિકા તરફ ધસવાની પ્રબળ ઇચ્છા સેવે છે. આ એક જ પુસ્તક વાંચી જૈન તેમજ જૈનેતરોનાં હૃદય પ્રતિબોધ પામી વૈરાગ્યવાસિત બન્યાં છે. પરણવાની તૈયારી કરતા મોભાદાર જૈનેતર ડૉક્ટર શ્રીમદ્ભા આ એક જ ગ્રંથ વાંચનથી પરણવાનું છોડી સંવેગી દીક્ષા લઈ ચાલી નીકળેલા જે યોગનિઇ કેશરવિજયજીના શિષ્ય ધ્યાનમુનિ તરીકે જાણીતા છે. શ્રીમદ્રનું આધ્યાત્મિક શાસ્ત્રજ્ઞાન, નીતિમત્તા અને સંસ્કારિતાથી પ્રભાવિથ યુગપુરષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના આધ્યાત્મિક ભીડમાં માર્ગદર્શન માટે આત્મા, કર્મ, મોક્ષ, ઈશ્વર, પુનર્જન્મ, ભક્તિ, વેદ, ગીતા ઈત્યાદિ

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136