________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB આડત્રીસમાં પ્રકરણમાં અનેક મંત્ર વિદ્યાઓનો નિર્દેશ કરેલો છે. નમસ્કાર મંત્ર ઉપર અનેક કલ્પો રચાયેલા છે. વળી તેના પર સ્તોત્ર, સ્તવન, સ્વાધ્યાય વગેરેની રચના પણ મોટા પ્રમાણમાં થયેલી છે. લોગસ્સ સૂત્ર અને નમોન્યુક્યું સૂત્ર અંગે પણ ખાસ કલ્પો રચાયેલા છે. ઉવસગ્ગહરં સ્તોત્ર ઉપર પણ મંત્રમય અનેક વૃત્તિઓ રચાયેલી છે. સંતિકર સ્તોત્ર, તિજ પપહુન્ન સ્તોત્ર અને નમિઉણ સ્તોત્ર ઉપર પણ આમ્નાયદર્શક ખાસ વૃત્તિઓ રચાયેલી છે. ભક્તમર સ્તોત્ર પર અનેક વૃત્તિઓ રચાયેલી છે અને તેમાં દરેક ગાથામાંથી થતો મંત્રોચ્ચાર અને તેના મંત્રો પણ આપેલા છે. કલ્યાણમંદિર પર પણ મંત્રમયક વૃત્તિની રચના થયેલી છે. ઉપરાંત સૂરિમંત્ર. વર્ધમાનવિદ્યા, ઋષિમંડલ તથા સિદ્ધચક્રજીની આરાધના અંગે પણ ઘણું સાહિત્ય રચાયેલું છે અને શાસનદેવીઓના કલ્પો પણ રચાયેલા છે. તેમાં સથી વધારે સાહિત્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનની શાસનરચિત શ્રી પદ્માવતી દેવીની આરાધના અંગે લખાયેલું છે.
આમ, ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન - સક્રિય કરનારા પરબિળ તરીકે મંત્રસાધનાનું જરા પણ ઓછું મહત્ત્વ નથી. કારણ કે મંત્રસાધનાના કારણે જ મનુષ્યની મનોવૃત્તિઓને પાપ તરફ ઢળતી રોકી શકાય છે અને તેને અધ્યાત્મના ઉચ્ચ આદર્શ તરફ લઈ જવાની અપ્રતિમ શક્તિ પણ આ મંત્રસાધના દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તે દર્શાવવાનો આ નિબંધમાં અમે વિનમ્ર પ્રયાસ કર્યો છે.
***
જીવનમાં અધ્યાત્મને સક્રિય કરાવનાર પરિબળઃ માતાની કઠોર કૃપા અને સગુરુની પ્રેરણા
- પ્રદીપ શાહ (પ્રદીપભાઈ જૈન ધર્મના અભ્યાસુ સાધુ-સંતોની વૈયાવચ્ચ કરનાર, ગાંધવિચારધારને અનુસાર અદના સર્વોદય કાર્યકર છે). સૌથી વધુ પ્રસાર પોમલી લોકપ્રિયરચના હોય તો તે “અરિહંત વંદનાવલિ'
“જૈ ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંથી જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલાં જ ચોસઠ ઇન્દ્ર જેને વંદતા,
એવી પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવ હું નમું.'
એ અરિહંત વંદનાવલિનું નામ આવે છે. સકળ સંઘની જીભે વસી ગયેલી આ સૌભાગ્યવંતી ગુજરાતી રચનાના રચયિતા શ્રી ચંદુલાલ શકરચંદ શાહ છે. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ (ઈ.સ. ૧૯૦૭)માં થયેલો. તેઓ અમદાવાદના વતની હતા. ઈસ.સ. ૧૯૨૭માં તેમનું લગ્ન થયેલું. પત્નીનું નામ લીલાવતી હતું. ઈ.સ. ૧૯૬૨ માં તેમનો સ્વર્ગવાસ થયો. ૫૪ વર્ષ જેટલા આયુષ્યમાં તેઓએ જીવનને અનેક ગુણોથી સમૃદ્ધ બનાવી દીધું હતું. તેની થોડી વિગતવાર વાત જોઈએ.
અમદાવાદમાં, બાલ્યકાળનો વિદ્યાભ્યાસ સી.એન. વિદ્યાલયમાં કર્યો હતો. ત્યાર બાદ કૉલેજનો અભ્યાસ થયો અને ગ્રેજ્યુએટ થયા ત્યાં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. આવા નવલોહિયા જવાન એમાં ઝંપલાવ્યા વિના ન રહે. તે લડતમાં જેલવાસ આલ્યો. ઈ.સ. ૧૯૩૦-૩૨ના એ દિવસોમાં તેમણે ૪૦ રતલ વજન ગુમાવ્યું. જેલમાંથી બહાર આવ્યા પછીનાં વર્ષોમાં મુંબઈ જઈ જન્મભૂમિ - પ્રવાસીના રિપોર્ટર તરીકે કામ કર્યું. પછી દેશ-વિદેશના પ્રવાસનો તબક્કો આવ્યો. કેટલુંયે ફર્યા. મુંબઈ, કોલકાતા, રંગુન, પીનાંગ, સિંગાપુર, ઈંગ્લાંડ, અમેરિકા વગેરે દેશોમાં ઘૂમ્યા, રહ્યા, ભણ્યા. તેઓ વિજ્ઞાનના અઠંગ અભ્યાસી હતા. સતત કાંઈ ને કાંઈ પ્રયોગ કરતા રહે. તે સમયે તેમણે દૂધમાંથી સીધું ધી બનાવવાની પ્રક્રિયા શોધી હતી. આમ નવી-નવી સિદ્ધિઓ હાંસલ કરી તેઓ અમદાવાદ આવ્યા. સ્વજનો, મિત્રો સમક્ષ પોતાની આ બધી વિચારણાઓ, પ્રયોગો, વાતો ઉલ્લાસથી
૨૫૯)
ગુરુની દૃષ્ટિમાં આપણી સૃષ્ટિ | બદલવાની ક્ષમતા હોય છે