________________
જ્ઞાનધારા મૌન રાખતા. ગુરુ મહારાજના માર્ગદર્શન મુજબ, નમસ્કાર સ્વાધ્યાય-સંસ્કૃત વિભાગ અને પ્રાકૃત વિભાગનો સ્વાધ્યાય કરતા હતા. સાથે જાપ-ધ્યાન-ચિંત-મનન અને નિદિધ્યાસન પણ કરતા હતા. આનંદ-તરબોળ દિવસોમાં, નમસ્કાર-સ્વાધ્યાય પ્રાકૃત વિભાગમાં ૧૦૮ નમસ્કારાવલિના મનનપૂર્વકના સ્વાધ્યાય અને અનુપ્રેક્ષા વખતે જ. એકાએક હૃદય પુલકિત બન્યું. શરીરની રોમરાજિ વિકસ્વર બની ગઈ. આંખમાં આંસુ ઊભરાયાં. વાણી ગદ્ગદ્ બની. ચિત્ર અપાર્થિક-અલૌકિક આનંદથી ભરાઈ ગયું. એ ગ્રંથને માથા પર મૂકી તેઓ નાચ્યા! એ નમસ્કારાવલિના રચિયતા મહાભાગ મુનિવરને શતશઃ વંદના કરતાં, ઉપકારના ભાગથી ભાવિવભોર બની ગયા અને પાતાળમાંથી ઝરો ફૂટી નીકળે તેમ.
આ સ્તોત્રને પ્રાક્રુતગિરામાં વર્ણવ્યું બળે. અજ્ઞાત ને પ્રાચીન મહામના કો મુનિશ્વર બહુશ્રુતે, પદ પદ મહીં ના મહાસામર્થ્યનો મહિમા મળે. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમુ જે નમસ્કાર સ્વાધ્યાયમાં પ્રેક્ષી હૃદય ગદ્ ગદ્ બન્યું, શ્રીચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ મહાભાવનું શરણું મળ્યું, કીધી કરાવી અપભક્તિ હોંશનું તરણું ફળ્યું, એવા પ્રભુ અરિહંતને પંચાગભાવે હું નમુ કાવ્યની સરવાણી વહી આવી.
અને આજે આપણે બધાં : એ સ્તુતિ-કલ્પલતાનું ગાન કરીને પ્રભુભક્તિમાં તલ્લીન બનીએ છીએ. આપણા ગાઢ-રૂઢ અને દઢ કર્મોને ખપાવીએ છીએ. એ પંક્તિઓ આવા નિરહંકારી મનોભાવ વચ્ચે અવતરણ પામી હતી. આજે હજારોના હૈયામાં હાર બનીને ચળકી રહી છે.
જોતજોતામાં ગામોગામ, પાઠશાળે પાઠશાળે, ચારે પ્રકારના સંઘમાં આ સ્તુતિમાળા - અરિહંત વન્દનાવલિ કેવી છવાઈ ગઈ તે આપણે જાણીએ. ગોંડલગચ્છાધિપતિ પૂજ્ય શ્રી જયંતીલાલ મહારાજસાહેબે બહુ સુંદર વિવેચન કર્યું છે.
પૂજ્ય ડૉ. તરુલતાબાઈસ્વામી દર બેસતા મહિને સમૂહમાં અરિહંત વંદનાલિનો જાપ કરાવતાં જે કડી ગાતાં ગદ્ગદ્ બને છે તે,
(૨૬૨)G
ગુરુ-ગ્રંથ મહિમા જે શરદ ઋતુના જળમા નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા જે વિભિન્ન સ્થળો વિશે, જેની સહનશક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગભાવે હું નમું. જે પૂર્ણ કેવળજ્ઞાન લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો પાર કો નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂના, ઉપન્નઈ વા વિગમેઈ વા વેઈ વા મહાતત્ત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જે કર્મનો સંયોગ વળગેલોઅનાદિ કાળથી, તેથી થયાં જે મુક્ત પૂરણ સર્વથા સદભાવથી,
રમમાણ જે નિજરૂપમાં, તે સર્વ જગતું હિત કરે,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવ હું નમું.
તેઓ તો ધન્ય થઈ ગયા, આપણને પણ ધન્ય બનાવતા ગયા.
ચંદુભાઈની માતાને પોતાના પુત્રની આ પ્રગતિ અને વિકાસથી માતા થયાની સાર્થકતા લાગી. આવી માતા માટે “ધન માતા જેણે ઉદરે ધારિયા' એવું મંગળ વચન કહેવાય છે. અધ્યાત્મના શિખર તરફ આપણી દષ્ટિને વાળે તવી અભિલાષા, આ ચરિત્રોના અંશોને જાણતાં, સમજતાં, સાંભળતાં થાય છે તે જ આની ફળશ્રુતિ છે. માતાની કઠોર કૃપા અને સદ્ગુરુની પ્રેરણાથી સાક્ષર ચંદુભાઈનું અધ્યાત્મબીજ સક્રિય બની વટવૃક્ષ બની ગયું.
નોંધ : ભાવુકોને “અરિહંત વંદનાવલિ’’ના અદ્ભુત રહસ્યો વિશે વધુ જાણવું હોય તો પરમદાર્શનિક જયંતમુનિ વિવૃત અરિહંત વંદનાલિ સં. ગુણવંત બરવાળિયા, પ્રકાશક: પ્રાણગુરુ જૈન સેંટર, મુંબઈ, પુસ્તક જરૂર વાંચવુ
*
૨૬૩