________________
%િE%E%
ESSAGECજ્ઞાનધારા GCE%%EGGGGG જવાનો.
આભામંડળ પાપ પ્રવૃત્તિથી મલિન થાય છે. હિંસાથી કાળું, ક્રોધથી લાલ, માયાથી બ્યુ, આ રંગો આપણા વ્યક્તિત્વના સૂચક છે. વ્યક્તિત્વનું રૂપાંતર થઈ શકે છે. પ્રેક્ષાધ્યાન વ્યક્તિત્વ રૂપાંતરણનું માધ્યમ છે. જ્યારે અધ્યાત્મ વિજ્ઞાન સાથે જોડાય છે ત્યારે તે ઉપચાર બની જાય છે. ધ્યાન મનને શાંત બનાવે છે. જેમ જેમ મન શાંત થાય છે તેમ આત્માના સ્પંદનોનો સાક્ષાત્કાર થતો જાય છે. મિથ્યાધારણાઓ વિલિન થતી જાય છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનનો આધાર લઈને પ્રેક્ષાધ્યાનની અમૂલ્ય ભેટ આપણને આપી છે. ક્યારેક તો એની મૂલ્ય બજવણી થશે જ. અત્યાર સુધી ફક્ત આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ'ની જ વાત થતી હતી. આચાર્ય મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન દ્વારા, 'જે થવું જોઈએ તે કેવું અને કેવી રીતે અને જે ન થવું જોઈએ એનાથી કેમ બચાય' એનું વૈજ્ઞાનિક પ્રમાણ સાથે શિક્ષણ આપ્યું છે. આ સાધના શિક્ષણ કેવળ સિદ્ધાંત ન હોતાં પ્રાયોગિ પણ છે જેનાથી જીવનને સરસ ને સફળ બનાવી શકાય છે.
પ્રેક્ષાધ્યાનના વિવિધ પાસાનો અભ્યાસ કરતાં આપણે એ તારણ પર આવી શકીએ કે વર્તમાન કાર્ય માનવીના જીવનમાં જે સુપ્ત અધ્યાત્મ ભાવો પડેલા છે તેને પ્રેક્ષાધ્યાન અનંતવંતા બનાવી સક્રિય કરી શકે.
૨૩૫ધર્મ અને અધ્યામ વર્તમાન જીવનમાં પરિવર્તન-સક્રિય કરનાર પરિબળ - ધર્મગ્રંથ
- ડૉ. પ્રવીણભાઈ શાહ (અમદાવાદસ્થિત પ્રવીણભાઈ જૈનદર્શનના અભ્યાસુ છે. અનેક પુસ્તકોના લેખક છે. દેશ-વિદેશમાં તેમનાં પ્રવચનો યોજાય છે)
જૈન સાહિત્ય જ્ઞાનસત્રના પરિબળ દ્વારા, આમંત્રણ દ્વારા પસંદગી કરેલા વિષય ઉપર મન-ચિંતન આકાશમાં વિહરવા લાગે છે અને જિનવાણીના અનકે પદાર્થના ચિંતની ડાળીએ બેસી ફૂરણાઓનો અનુપમ આનંદ અનુભવાય છે અને તેનું વર્ણન કદાચ અને અપ્રસ્તુત હોય પણ આયોજક-સંપાદકનું આભારની લાગણીપૂર્ણકનું ઋણ અત્રે પ્રગટ કરવું જરૂર પ્રસ્તુત છે.
આમ આ લેખના વિષયોનું ચિંતન કરતાં કરતાં બે કહેવત તરફ મનનું ધ્યાન ખેંચાયું.
મન હોય તો માળવે જવાય. - A will will find a way and આ જગતમ્ કશું અશક્ય નથી - Nothing is impossible in this world.
ધર્મ પરિવર્તન કે અધ્યાત્મ પરિવર્તન કે બંનેમાં સક્રિયતા લાવવાની ઇચ્છાશક્તિ પ્રબળ જાગે તો કોઈ પણ પરિબળ તેમાં નિમિત્ત બને તેવી સંભાવના છે.
જ્ઞાનસત્રના પરિપત્રમાં આપેલા પરિબળ સપુષ, ગ્રંથ, મંત્ર, સ્તોત્ર, તીર્થ, મૂલ્ય, તત્ત્વજ્ઞાન કે ધર્મ પરંપરામાંથી મારી સમજ પ્રમાણે આ સભામાં ઉપસ્થિત પુણ્યાત્માઓ કે મારા જેવા અનાર્ય દેશમાં વર્ષો સુધી વસવાટ પરિભ્રમણ કરીને આવેલા સુજ્ઞજનોના જીવનમાં ધર્મ-અધ્યાતામ તરફનો વળાંક થવામાં સૌથી સરળ, સૌથી શ્રેષ્ઠ, સૌથી સહેલાઈથી ઉપલબ્ધ હાથવનું પરિબળ જ્યાં હોય ત્યાં મળી શકે તેવું પરિબળ ધર્મગ્રંથ, ધર્મવાંચન હોય છે એમ કહેવું અયથાર્થ નહીં હોય.
દુનિયાના કોઈ પણ ખૂણે વસેલા હોય તેને પત્રિકા દ્વારા સામાયિક - મેગેઝિન દ્વારા પ્રેરણાદાયી પત્રો દ્વારા, અંકો દ્વારા પુસ્તકરૂપે કે બીજા એવા માધ્યમથી ધર્મગ્રંથના શબ્દો ધ્યાન ઉપર આવવા ખૂબ સરળ છે અને એનાથી પ્રભાવિત થઈ જીવનનો વળાંક ધર્મ-અધ્યાત્મ તરફ વળવાની શરૂઆત કરે છે એ જ્ઞાનદીપ કે
૨૩૫)
**
| શિષ્ય એને જ કહેવાય, જેને ગરના હિત
કરતાં પણ ગુરુના હેતુ પ્રત્યે હેત હોય