Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 120
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ૮. અપ્રમાદકેન્દ્ર - કાનનો બહાર, ભીતરનો મધ્ય ભાગ ૯. ચાક્ષુષકેન્દ્ર - બે આંખોની વચ્ચેનો ભાગ ૧૦. દર્શનકેન્દ્ર - બે ભ્રમરોની વચ્ચેનો ભાગ ૧૧. જ્યોતિકેન્દ્ર - લલાટનું મધ્યબિંદુ ૧૨. શાંતિ કેન્દ્ર - કપાળનો અગ્રભાગ ૧૩. જ્ઞાનકેન્દ્ર - મસ્તક લેશ્યાધ્યાન - લેહ્યાધ્યાન રંગોનું ધ્યાન છે. જેવી વ્યક્તિની લેશ્યા તેવું તેનું આભામંડળ. આભામંડળ વ્યક્તિના શરીરની ચારે બાજુ સૂક્ષ્મ વલય છે જે હવે વિશિષ્ટ ફોટોગ્રાફી દ્વારા જોઈ શકાય છે. લેધ્યાન ભાવશુદ્ધિનો પ્રયોગ છે. ભાવ જ વ્યક્તિના વ્યવહારનો અરીસો છે. લેહ્યાધ્યાનના પ્રયોગમાં કાલ્પનિક ચમકતા રંગોને આભામંડળમાં જોવાનું હોય છે. પછી એને શ્વાસ દ્વારા શરીરની ભીતર લેવામાં આવે છે અને ભાવના કરવામાં આવે છે. લેહ્યાધ્યાનમાં પ્રમુખ પાંચ કેન્દ્ર અને એના રંગોનું નિર્દેશન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક દષ્ટિથી પ્રત્યેક રંગોનો પોતાનો પ્રભાવ હોય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પ્રભાવિત કરે છે અને સ્ત્રાવોનું સંતુલન કરે છે. લેશ્વધ્યાનના પ્રમુખ રંગ ને સંબંધિત કેન્દ્રો રંગ કેન્દ્ર અને ગ્રંથિ ભાવનો લીલો આનંદકેન્દ્ર - થાયમસ ગ્રંથિ ભાવવધારા નિર્મલ થાય છે. વાદળી વિશુદ્ધિકેન્દ્ર - થાઈરોઈડ ગ્રંથિ વાસનાઓનું શમન થઈ રહ્યું છે. અરુણ દર્શનકેન્દ્ર - પિટ્યુટરી ગ્રંથિ અંતર્દષ્ટિ વિકસિત થઈ રહી છે. સફેદ જ્યોતિકેન્દ્ર - પીનિયલ ગ્રંથિ ક્રોધ; આવેગ, આવેશ શાંત થઈ રહ્યા છે. પીળો જ્ઞાનકેન્દ્ર - હાઈ પોથેલેમ્સ જ્ઞાન અને સ્મૃતિનો વિકાસ થઈ રહ્યો છે. ભાવના - ભાવનાનો અર્થ છે બધી જ વાતોથી મનને હટાવીને ફક્ત ધયેયનું જ પુનરાવર્તન. એક જ વાતના પુનરાવર્તનથી તે વિચારો ચિત્તમાં ચોંટી જાય છે. ભગવાન મહાવીરે હંમેશાં શુભ ભાવમાં રહેવાનો સંદેશ આપ્યો છે. શુભ ભાવો અને તેના પુનરાવર્તન દ્વારા સંસ્કારોનું નિમાંણ વ્યક્તિના મનમાં કરી શકાય છે. અનુ પ્રેક્ષા - અનુ એટલે પછી અને પ્રેક્ષા એટલે જોવું. પ્રેક્ષા પછી મૂચ્છ -૨૩૨ %e0% % e0%B%E% ગુરુ-ગ્રંથ મહિમા #@#$%e0%e0%a ને તોડવાવાળા વિષયો પર અનુચિંતન કરવું. અનુચિંતન દ્વારા અનેક માનસિક રોગોથી મુક્તિ મેળવી શકાય છે. સાથે સાથે ભાવવધારા, વિચાર અને વ્યવહારમાં પરિવર્તન લાવી શકાય છે. અનુપ્રેક્ષા સ્વભાવ પરિવર્તનની અચૂક પદ્ધતિ છે. અનું પ્રેક્ષા અનેક પ્રકારની છે જેમ કે - સત્ય, અભય, મૃદુતા, કરુણા, પ્રામાણિકતા, સંપ્રદાય નિરપેક્ષતા. પ્રેક્ષાધ્યાનના વિશિષ્ટ અંગો : વર્તમાન ક્ષણની પ્રેક્ષા - કેવળ વર્તમાનમાં રહેવું. ન ભૂતની ન ભવિષ્યની ચિંતા કરવી. ફક્ત વર્તમાનને જોવું. વિચાર પ્રેક્ષા - આવતા-જતા વિચારોને ફક્ત જ્ઞાન-દ્રષ્ટાભાવતી જોવું. ન રાગ ન ષ. આવી રીતે વિચાર પ્રેક્ષા કરતાં કરતાં નિર્વિચારતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. - અનિમેષ પ્રેક્ષા - અપલક જોવું. ત્રાટક એનું બીજું નામ છે. એના દ્વારા માનસિક એકાગ્રતાનો વિકાસ થઈ શકે. આધુનિક વિજ્ઞાન, અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવાવાળી એક કડી આપી છે જેનું નામ છે આભામંડળ. આભામંડળની ચર્ચા તો વિશ્વના બધા ધર્મોમાં થતી રહી છે. એનું પ્રમાણ છે દરેક વિશ્વપ્રસિદ્ધ સંતોની છબિમાં મસ્તકની ચારેકોર પ્રકાશમય વર્તુળ. વિજ્ઞાને વિશિષ્ટ કેમેરા દ્વારા આ આભામંડળને ચિત્રિત કર્યું છે. આયુર્વેદમાં તો આભામંડળના નિર્માણની એક પ્રક્રિયા છે. આપણે જે ભોજન લઈએ છીએ એમાંથી પ્રથમ રસ બને છે. આ રસમાંથી લોહી, લોહીથી માંસ, માંસથી ચરબી, ચરબીથી હાડકાં, હાડકાંથી મજ્જા અને મજાથી વીર્ય બને છે. સામાન્યત: વીર્યમાંથી ગર્ભ બને છે. અહીં સુધીની પ્રક્રિયા વિજ્ઞાનની છે. અધ્યાત્મમાં બ્રહ્મચર્યનું ખૂબ જ મહત્ત્વ છે. શક્તિનું જયારે ઉર્વીકરણ થાય છે ત્યારે તે ઓજરૂ૫ અર્થાત તેજસ્વી આભામંડળ બની જાય છે. જ્યારે કોઈ રોગ અથવા વિકૃતિ શરીરમાં ઉતરવાનાં હોય તો પહેલાં આભામંડળમાં આવે છે. આભામંડળ આવતાં પહેલાં મનમાં, મનથી પહેલાં સ્થૂળ શરીરમાં અને સ્થળથી પહેલા સૂક્ષ્મ એટલે તેજસ અને કર્મ શરીરમાં. આત્માના સ્પંદનો નિર્મલ હોય છે પણ કપાય તેને મલિન બનાવે છે. આ નિર્મલતાનો સાક્ષાત્કાર આભામંડળની નિર્મલતાથી થાય છે. ધૂળથી સૂક્ષ્મ તરફ જવાથી, પ્રેક્ષાધ્યાન માધ્યમ છે ધૂળથી સૂક્ષ્મ તરફ ૨૩૩)

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136