Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 109
________________ 33333333333333 પ્રભુમાં પ્રણિધાન જોડવાનો બોધ ગુરુ આપે છે. મન, વચન અને કાયાથી એકાગ્ર બનીને પ્રભુમાં ઓગળી જવું અને પ્રભુમાં મસ્ત બનીને સંસાર - ભોગ - સુખને ભૂલી જવું એ પ્રભુમાં પ્રણિધાન જોડવું છે. સંસારના બંધનથી મુક્ત કરવા ગુરુ-ભગવંતો માણસને વ્રત, નિયમ, જપતપમાં જોડે છે. આમ કરવા પાછળ તન-મનની શુદ્ધતા થાય છે. આધ્યાત્મિક ચિંતન અને ધ્યાન, મનનથી મનની ચંચળતા દૂર થાય છે. મલિનતા દૂર થતાં સાત્વિકતા પ્રગટે છે. મન કષાયોથી બચવા સાવચેત બને છે. કર્મો દ્વારા ઉત્પન્ન થયેલી આત્માની ખરાબીનો નિગ્રહ કરાવી, ઇંદ્રિયોને તેમાં વિષયો પ્રત્યે સંયમ કેળવણીનું કામ ગુરુભગવંતોને બાભારી છે. ધર્મ અને અધ્યાત્મમય જીવન બનાવવા માટે ગુરુજીએ વિષયોનું વમન, કષાયોનું શમન, ઇંદ્રિયોનું દમન, આંતરત્રુઓનું હનન, શત્રુ અને મિત્ર પ્રત્યે નમન, પ્રભુનું સ્મરણ અને પાપોનું પ્રક્ષાલન કરવા માટે ધર્મબોધ આપેલ છે. સંસારમાં રહેતા શિષ્યને અંતિમ લક્ષ્ય તો મોક્ષનું જ બતાવ્યું છે. આવા શુદ્ધ શિષ્યનું જીવન પ્રેમ અને મૈત્રીથી નંદનવન જેવું પવિત્ર બને છે. ભક્તિ અને મૈત્રીની પુષ્ટિ થવાથી પુણ્યનનો સંચય થાય છે. શુદ્ધિથી પાપ ક્ષય થાય છે. આવા પુણ્યાત્મા ઘડનારા ઘડવૈયા તો ગુરુ – ભગવંતો જ હોય છે. આપણાં સર્વ સુખો, સમૃદ્ધિ અને સુંદરતાનું મૂળ ધર્મ છે. આ ધર્મની વાટે ગતિ કરાવનાર સદ્ગુરુ જ છે ને ! દેવ-ગુરુ અને ધર્મ વગર ધાર્મિક અને અધ્યાત્મિક જીવન ન ચાલી શકે. જૈન ધર્મ બતાવેલાં ત્યાગ અને સંયમનો માર્ગ આધ્યાત્મિક દિશા છે. અધોગતિની ખાઈમાંથી બહાર કાઢીને જીવાત્માને ઊર્ધ્વગતિના વિકાસ શિખર ઉપર આરોહણ કરાવે છે. સત્યાસત્યની સાચી ઓળખ કરાવે છે ગુરુ. “ગુરુ બિન નહીં ઉધ્ધાર, ગુરુ બિન જ્ઞાન નહીં આવે; આયે હૈ ગુરુવર ! હમ દ્વારે, નત મસ્તક હમ ધ્યાવે ॥ જીવનમાં જ્ઞાન એ ગુરુ છે. જે પ્રતિક્ષણ આત્માને કર્મોથી બચાવી ગુણ સમૃદ્ધિ તરફ લઈ જાય છે. ગુરુ કોઈ ઉપાધિગ્રસ્ત નથી. ગુરુ તો સદાય અંખડ પ્રકાશતો જ્ઞાન છે. તે અજર-અમર છે. માનવને ગુણાતીત અને રૂપાતીત બનાવે તે છે ગુરુ. ચારિત્ર નિર્માણ કરનાર પણ ગુરુ છે. માનવને તેનાં પાપકર્મોની આલોચના કરાવનાર ગુરુ જ છે ને ! ગુરુજ્ઞાન વિના જીવને મુક્તિ મળવી અસંભવ ૨૧૦ છે. તદો એવા ગુરુના ચરણમાં સમર્પણ થયા વિના જ્ઞાનપ્રાપ્તિ થવાની નથી. માણસના ચંચળ મનને સ્થિર કરવા ગુરુ ત્રણ માર્ગ બતાવે છે. (૧) જ્ઞાનમાર્ગ, (૨) ભક્તિમાર્ગ અને (૩) વૈરાગ્ય માર્ગ. આ માર્ગે પ્રયાણ કરનાર શિષ્ય, અધિકાર સંપન્ન થઈ આખરે સંસાર તરી જાય છે. કારણકે તે અહંતામમતાથી ઉપશમ થયો છે, રાગ-દ્વેષ રહિત થયો છે. વર્તમાનના સાદા સરળ દાખલામાં નદી પાર કરાવનાર નાવિક મુખ્ય છે તેમ સંસારરૂપી મહાસાગરને તરવા પાર ઊતરવા ગુરુની આવશ્યકતા છે. માનવના જીવનમાં સુવાસ અને પ્રભુમાં વિશ્વાસ બક્ષનાર ગુરુ ધન્ય છે. જે માનવને પરમાત્માના શાસન ઉપર અવિચલ શ્રદ્ધા છે, તેને પરમાત્માનું શાસન તાર્યા વગર રહે જ નહીં. જન્મ બાદ મરણ નિવારી શકાતું નથી, પણ સુધારી શકે છે. જગતની માલમત્તા કદી પણ પરભવમાં કામ આવતી નથી, તો તું શા માટે જગતની ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા જિંદગી બરબાદ કરે છે ? આવો ચેતવણીરૂપી ઘણનો ઘા મારનાર લુહારરૂપી ગુરુ છે. આવા ગુરુ જ શિષ્યના જીવનમાં સમતા અને ક્ષમતા લાવી શકે છે. માણસના જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું ન કરવા જેવું છે ? એથી દિશા બતાવનાર તે 'ગુરુ' છે. માનવમનની રચના જ એવી છે કે : ધર્મ કે અધ્યાત્મની માત્ર વાતોમાં મન ટકતું નથી. કંઈક આલંબન જોઈએ છે એટલે આપણા સંત-ગુરુ, સાધુ-ભગવંતોએ ન્યાય, નીતિ અને સદ્ગુણો જીવનમાં આવે તે માટે ધર્મ સાથે ક્રિયાકાંડોને જોડચા છે. આવા ધાર્મિક ક્રિયાકાંડોમાં જોડાયેલ માણસનું મન ધોવાય છે. ‘અહમ્’માં રાચનાર માણસ હવે નમ્ર પણ બને છે. ભોગવિષય સુખથી કંટાળી જનાર જ્યારે સાધુ-સત્સંગ કરે છે ત્યારે તે જિજ્ઞાસુ બને છે. લુહારની સળગતી ભઠ્ઠીમાં તપાવેલ લોખંડ જ્યારે એકદમ લાલચોળ બની જાય છે ત્યારે જ લુહાર તે લોખડને એરણ ઉપર મૂકીને ધણના ઘા મારે છે. આવા વખતના ધણને ઘાથી લુહારને જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘાટ ઘડાય છે. બસ ! આ જ રીતભાત સંસારના ભોગી માણસને લાગુ પડે છે. જ્યારે વિષયસુખથી કંટાળી જાય ત્યારે જ ‘ગુરુ’ તેને ધર્મબોધ રૂપી ધણનો ઘા મારે છે અને આ ગુરુબોધની અસર જિજ્ઞાસુના અંતરમાં ઠરીઠામ થાય છે. મનની ચંચળતા દૂર થાય છે. ગુરુ ૨૧૧

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136