Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 97
________________ ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન સક્રિય કરનારાં પરિબળોમાં સપુરુષોની ભૂમિકા પ્રા. દીક્ષા એચ. સાવલા (M.A., M.Phil.) અધ્યક્ષઃ શ્રી જે. એમ. પટેલ, પી.જી. સ્ટ-ડીઝ ઍન્ડ રિસર્ચ ઇન હ્યુમિનિટીઝ, આણંદ (સંસ્કૃત અનુસ્નાતક વિભાગ) आहार निद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । धर्मो हि तेषां अधिको विशेषः धर्मेण हीना पशुभिःसमानाः ।। પ્રસ્તુત સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે ને, “આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર વસ્તુઓ પશુઓ અને માણસોમાં સમાન છે, પરંતુ ધર્મ જ માણસની વિશેષતા છે. ખરેખર, ધર્મહીન માણસ તો પશુ જેવો જ છે.” ધાર્મિક જીવન જીવવાનું બીજાં પ્રાણીઓ માટે શક્ય જ નથી. માનવજાતિ માટે જ એ શક્ય છે. જે માણસ માનવજાતિની આ વિશેષતાને ધ્યાનમાં લઈને ધાર્મિક જીવન ગાળે છે તે શરીરધારી મટી જતો નથી અને તેથી ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાતોમાંથી તે મુકત પણ થઈ શકતો નથી, પણ તે ભય અને આક્રમતાની વૃત્તિમાંથી મુક્ત થઈ શકે છે અને તેને પરિણામે પ્રાણીઓનાં જીવન કરતાં ચડિયાતું એવું જીવન જીવી શકે છે. હિંસા અને આક્રમણનું મૂળ ભયમાં જ છે. ધાર્મિક જીવન વડે જો માણસ નિર્ભયતાને પામે તો તેના જીવનમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે ગુણો પ્રકટ થાય જ છે. આમ હું માનવી માનવ થાઉં તો ઘણું' - એ કાવ્યપંક્તિમાં માણસ પાસેથી બીજું પ્રાણીઓ કરતાં ચડિયાતા જીવનની જે આશા રાખવામાં આવી છે તે આશા પૂરી કરવાનો પ્રયત્ન ધર્મમાં કરવામાં આવે છે અને આને કારણે જ માનવ સંસ્કૃતિમાં ધર્મનું સ્થાન ઘણું જ મહત્ત્વનું બની રહે છે. આદિમાનવમાં કે ગમે તેવી પછાત જાતિમાં જેમ ધર્મભાવના હોય જ છે. ધર્મ એ માનવજીવનનું સૌથી વધારે અગત્યનું અને પ્રભાવશાળી પાસે છે એ વાતનો કોઈ પણ માણસે સ્વીકાર કરવો જ પડે તેમ છે. ધર્મ એ ખરેખર ઘણી દષ્ટિએ જગતમાં સૌથી મોટી વસ્તુ છે. ધર્મ માનવજાતનો સદાનો સાથી છે એ હકીકતના સંદર્ભમાં એ કહેવાની -૧૮ ~ %e0ae% e0%%E%Bક ગરુ-ગ્રંથ મહિમા betweeeeeeeee ભાગ્યે જ જરૂર રહે છે કે માણસનો આધ્યાત્મિક વિકાસ જેટલો વધારે તેટલી તેની ધાર્મિક ભાવના વધારે ઉદાત્ત હોય છે. આમ આધ્યાત્મિકતા તો વ્યક્તિમાં આવે જો એમાં ધર્મનું તત્ત્વ પાયાભૂત હોય. કોઈ પણ માણસ કે માનવસમાજ સંપૂર્ણ ધર્મ વિહોણા હોય એમ ક્યારેય બનતું જ નથી તેનું કારણ એ જ છે કે માણસને માણસ બનાવનારું તત્ત્વ ધર્મ જ છે. આમ જે માણસ ધર્મનું રક્ષણ લે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે. (મનુ: ૮/૧૫). સમાજની એકતા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનો જે ફાળો છે તેને ધ્યાનમાં રાખીને મહાભારતકારે ધર્મને પ્રજાજીવનનો આધારસ્તંભ ગણાવ્યો છે. (મ.મા. ને વંઃ ૬૬.૬૬) મંદિર ઇત્યાદિ તો ધાર્મિક જીવન જીવવાની ચાવી બતાવનારી સંસ્થાઓ છે. ધાર્મિક જીવન તો મંદિરની અંદર તેમ જ બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે. આમ ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિ અને વ્યવહારને આવરી લેતી વસ્તુ છે. - પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગતની સાથેના સંબંધોનું વર્ણન વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઈબલ, ગ્રંથસાહેબ જેવા જુદા જુદા ધર્મના પવિત્ર ગ્રંથો કે શાસ્ત્રોમાં કરેલું છે. મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે કે, “જે ધર્મને તર્ક (બુદ્ધિ) વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહિ. ધાર્મિક જીવનમાં નીતિ (સ્વધર્મ)નું પણ અનેરું સ્થાન છે." ગાંધીજીએ કહ્યું હતું: “મારા પ્રયોગમાં તો આધ્યાત્મિક એટલે નૈતિકતા, ધર્મ એટલે નીતિ, આત્માની દષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ." ધર્મની વ્યાખ્યા તત્વચિંતક હલગલ, કેન્ટ, મેટુ આર્નોલ્ડ, ડી. એમ. એડવર્ડઝ ઈત્યાદિ જેવા તત્ત્વચિંતકોએ પણ કરી છે. આ બધા ધર્મનાં અર્થઘટન આપણે જોયાં. હવે હું મારા શબ્દોમાં કહું તો ધર્મ એટલે જીવનમાં નિર્મળતાનો આવિભવ, મલિનતાનો તિરો ભાવ, સર્વેને સમભાવપણે જોવા અને એમાં પણ જીવનમાં ‘સ્વધર્મ’ એ અગ્રતાક્રમે છે અને એ જે આપણામાં હશે તો આધ્યાત્મિકતા પૂર્ણપણે વિકસશે. આમ આપણી પાસે અનેકાનેક એવાં સપુરુષોનાં ઉદાહારણો છે. જેમના સમાગમથી સામાન્ય માણસ પણ વિશેષ બન્યો હોય કે જે પોતે માનવમાંથી ૧૮

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136