Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 99
________________ ******* જ્ઞાનધારા eeee માત્ર નિમિત્ત છે. ક્યારેક આપણામાં રહેલી શક્તિથી ઘણી વાર આપણે અનભિજ્ઞ હોઈએ છીએ ત્યારે આવા ઠપકાઓ પણ આશીર્વાદમાં પરિણમી વ્યક્તિનો ઉત્થાન કરાવી દે છે. આમ મારા મતે તો આ ઉદાહરણ પણ સત્પુરુષની ભૂમિકા ભજવે છે. ધીમે ધીમે કાલિદાસની કૃતિઓમાં આપણે જોઈએ છીએ કે તેમણે પણ જ્ઞાનસાધના-આધ્યાત્મિકતા અર્જિત કરી હતી. એમની કૃતિમાં પણ અધ્યાત્મ પ્રત્યેની દિષ્ટ જોઈ શકાય છે. બીજું વિશેષ ઉદાહરણ આપણે લઈએ તો વાલિયા લૂટારાનું. એમને એકવાર રસ્તામાં એક સાધુપુરુષ (સજ્જન પુરુષ)નો ભેટો થયો. જ્યારે વાલિયો ચોરી કરીને પોતાના ઘરે પરત આવતો હતો ત્યારે રસ્તામાં સંતે એને કહ્યું, ‘તું આ ચોરી શા માટે કરે છે ?' ત્યારે વાલિયાએ પ્રત્યુત્તર વાળ્યો કે, 'મારા ઘરના ભરણપોષણ મોટ.’ ત્યારે સજ્જન પુરુષે કહ્યું કે, ‘તું તારા ઘેર જઈને પૂછજે, કોઈ તારા કર્મમાં (ચોરીના) ભાગીદાર બનશે ખરો ?' તેથી વાલિયા લૂટારાએ તો ઘરના સભ્યોને પૂછ્યું, ત્યારે ઘરના સભ્યોએ તો એ કર્મમાં ભાગીદારી આદરવાની ના પાડી. આમ વાલિયાને એ સાધુપુરુષનું વચન યાદ આવી ગયું અને એ વાલિયા લૂંટારામાંથી પોતાની જાતને ધર્મ અને અધ્યાત્મ માર્ગે વાળી. રામ તત્ત્વનો જાપ કરી અને તેઓ આર્ષકાવ્ય રામાયણના મહર્ષિ વાલ્મીકિ બની ગયા. આ છે સજ્જનનો પ્રભાવ કે ચોર જેવા ચોરને પણ સદ્ગતિએ લાવીને તાર્યા છે, એથી વિશેષ ઉદાહરણ આપણે ક્યાંથી મળે ? આ જ પ્રકારનું આપણે બીજું ઉદાહરણ જોઈએ - જેમ કે કહેવાયું છે કે કચ્છનો કાળો નાગ એટલે નામ આવે જેસલનું. આવા જેસલ જેવા ડાકુને પણ આધ્યાત્મના માર્ગે લઈ જનાર એવી સતી તોરલને કેમ વિસરી શકાય ? એ મધદરિયે જ્યારે નૌકા ડુબવામાં હતી ત્યારે જેસલને ઉદ્દબોધન કર્યું હતું : “પાપ તારો રે પ્રકાશ જાડેજા જનમ તારો સંભાળ રે" આમ પસ્તાવાનું વિપુલ ઝરવું જેસલમાં પ્રગટયું. આ પંક્તિથી આપણે સૌ જાણકાર છીએ જ. જેસલના જીવનમાં પણ પરિવર્તન આવ્યું એ તોરલના પ્રતાપે. આ સતી પણ જેસલ માટે સત્પુરુષ સમાન કહેવાય એમાં અતિશયોક્તિ નથી. આજે પણ દેશભરમાં ખ્યાત એવી તેમની સમાધિ અંજાર (કચ્છ) મુકામે આપણને જોવા મળે છે. રાજા ભરથરીના જીવનમાં જોઈએ તો અમરફળ વાતથી વેશ્યા પ્રત્યે તેને ૧૯૦ [ગુરુ-ગ્રંથ મહિમા તિરસ્કારનો ભાવ જન્મે છે, જે સંસ્કૃતમાં આ પ્રમાણે શ્લોક છે : यां चिन्तयामि सततं मयि सा विरकता साप्यन्य मिच्छति जनं स जनोऽन्यरक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या धिक्तं च तं च मदनं च इमां च मां च ॥ આમ ભર્તૃહરિ તરીકે તેઓ ખ્યાત બન્યા. તેમણે જીવનમાં પરિવર્તન આદરી અને ધર્મ અને આધ્યાત્મના માર્ગે વળ્યા. એમના ગ્રંથોથી આપણે સુપરિચિત જ છીએ : નીતિશતક - શૃંગારશતક - વૈરાગ્ય શતક. આમ શતકત્રયીમાં જ જીવનના પરિવર્તનને આપણે માપી શકીએ. તેમનું ત્રીજું શતક તે વૈરાગ્ય શતક, જે અધ્યાત્મ માર્ગના ચિહ્ન રૂપ છે જ. આમ આ ઉદાહરણમાં એમને જે વેશ્યાથી જે સંસારની અસારતાને પામી વૈરાગ્યનો ભાવ જાગ્યો એ તેની મટે સત્પુરુષ જ કહેવાશે. અથઘોપની કૃતિ બુદ્ધિચરિતમાં આપણે જોઈએ છીએ કે રાજકુમાર ગૌતમને જે ત્રણ દશ્ય-રોગી-વૃદ્ધ-મૃત વ્યક્તિથી સંવેગ ઉત્પન્ન થયો અને તેઓ ગૌતમ મટી બુદ્ધ થયા. આ શક્ય બને છે રથમાં રહેલા સારથિથી કે તે સારથિ - દૈવી અંશોથી તે ત્રણ દશ્ય ખડાં કરે છે અને જ્યારે કુમાર તેને આ ત્રણ દશ્ય વિશે પૂછે છે ત્યારે ગૂઢ-ગહન રીતે બોધ આપે છે. આમ કુમાર સંસારની માયા છોડી ધર્મના માર્ગે વળ્યા અને વિશ્વને પણ એક અનોખો માર્ગ બતાવ્યો. આ તાકાત છે સત્પુરુષના સંગની. શ્રી મહાવીરસ્વામીના એક ગીતમાં આપણે ગાઈએ જ છીએ કે : ‘હું ત્રિશલાના જાયા, માગું તારી માયા-રોહિણી જેવાં ચોર-લૂંટારા તુજ પંથે પલટાયા હે ત્રિશલાના જાયા...' આમ સત્પુરુષમાં અગાધ શક્તિ છે. એમાં તો રોહિણી જેવાં લૂંટારાઓના જીવનમાં પણ પરિવર્તન આણી તેમનો આધ્યાત્મિક માર્ગે વિકાસ કર્યો. કેટલીક શ્રદ્ધારૂપી સત્પુરુષ પણ જીવનમાં ફળ આપે છે. જેમ રામાયણમાં જાઈએ તો રામ - કૈકેયીના વચનથી ગૃહત્યાગ કરી રાજપાટ છોડી વનવાસ ગ્રહણ કરે છે અને જુઓ રામાયણમાં રામ પોતાના વ્યક્તિત્વને કેટલું જગવિખ્યાત બનાવી દે છે! પાયામાં તો તે છે શ્રદ્ધા જ. નકારાત્મક વચન બોલનારી એવી કૈકેયીના વચનને એ આશીર્વાદ માની અને તેનો પણ સ્વીકાર કરે છે. તે પોતાના જીવનને ધય બનાવે છે એમ સુરાજધર્મનો સંદેશ આપણને ચોક્કસથી મળ્યો છે. માટે ૧૯૧

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136