Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 102
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB વાણી એક દિશાસૂચન કરે છે કે આમાં ફક્ત ચોપડીઓ, વાંચન કે બીજાઓના જવાબથી તને પ્રકાશ નહિ મળે. તારે, તારી અંદર ડૂબકી મારવી પડશે. પોતે જ અનુભૂતિ કરીને પ્રકાશ મેળવવાનો છે. આ સાધના પ્રભુ મહાવીરે સાડા બાર વર્ષ કરી. ધીરજ, introspection, મૌન, તપશ્ચર્યા, ધ્યાન દ્વારા અજ્ઞાનતાનાં વાદળો હટાવી શકાશે. આ દ્વારા આત્મજ્ઞાન થશે, આવી અદ્ભુત વાત આગમમાં બતાવેલ છે. આત્મા ! તું જ તારો મિત્ર પણ છે અને દુશમન પણ છે. પસંદગી તારી છે, આવી સ્વતંત્રતા આપણી પાસે છે. આ વાત જૈનદર્શન કહે છે. આવી અદ્ભુત વિચારધારા જન-જન સુધી મૂળ સ્વરૂપમાં પહોંચે તે જરૂરી છે. (૨) આજે આપણું પ્રાચીન તત્ત્વજ્ઞાન, આપણા જીવનમાંથી લુપ્ત થતું જાય છે. મૂળભૂત વાતો જે જૈનદર્શન / આગમમાં દર્શાવેલ છે, એ વિસરાઈને ઉપાછલ્લી ક્રિયાઓ, જ્ઞાન વગરના ક્રિયાકાંડમાં અણમોલ વસ્તુ ભુલાઈ ગઈ છે. આજે જૈન સમાજ માં પણ જાગૃતિની જરૂર છે. આપણે ૪-૬ કલાકમંદિર, ઉપાશ્રય, સ્થાનક આદિ ધર્મસ્થાનકોમાં ગાળીએ - પૂજાપાઠ, પ્રતિક્રમણ, સામાયિક, સ્તવન, ભજન-કીર્તન વગેરે ધર્મક્રિયાઓ કરતા રહીએ કે દીક્ષા લઈને આખોય વખત ક્રિયાકાંડ, ધર્મચર્ચા અને શાસ્ત્રોમાં પઠનપાઠનમાં વ્યસ્ત રહીએ પણ ભીતરમાં એ જ માયા-મમતાનું જીવન જીવીએ, મોહ, તૃષ્ણાઓ અને વાસનાનું પોષણ કરતા રહીએ, દંભ, દ્વેષ, મત્સર, છળકપટને વિના રોકટોક જીવનમાં મહાલવા દઈએ તો શું એ ઉપરછલ્લાં વ્રત-નિયમ, ત્યાગ, તપ અને દાનાદિ ધર્મપ્રવૃત્તિથી આપણું ભવભ્રમણ ટળશે ? જગત જાણે કે ન જાણે, આપણે આપણા ચિત્તની ભીતરની ગતિવિધિની નોંધ લઈએ કે ન લઈએ પણ આ નોંધ શું કાર્પણ અણુઓ લીધા વિના રહેશે ? આપણે રોજિંદા જીવનવ્યવહારમાં જે જીવીએ - માયા, મમતા, રાગ-દ્વેષ, છળકપટ એ બધું જ બીજા જન્મોમાં પ્રારબ્ધરૂપે સામે આવવાનું. એ શૃંખલા ચાલુ રહે ત્યાં સુધી જન્મ-મૃત્યુનું ચક અટકે શી રીતે ? આ ભવબંધન તોડવા હોય તો કર્મબંધની આ શૃંખલા પ્રત્યે જાગૃત બનવું પડશે. કર્મબંધનું પ્રધાન કારણ કાયાની પ્રવૃત્તિ નહિ પણ મન છે, આ તથ્ય ક્ષણભર પણ ન વિસરાય માટે આગમની વિચારધારાને લૂંટવી પડશે. #SWe@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા ©É©©©©©©©©%88 ૩) આ વિચારધારા ફક્ત અધ્યાત્મને લગતી જ છે એવું નથી. આ સંસારમાં / વ્યવહારમાં પણ જેને સુખ-શાંતિ જોઈતાં હોય તેને માટે પણ તે એટલું જ અગત્યનું છે. ભૌતિક જગતમાં પણ મન જ પ્રધાન છે. મન-વાણી-કાયાની શુદ્ધિ ખૂબ જ અગત્યની છે. સંસારમાં રહીને જીવનમાં work-family વચ્ચે સંતુલન જાળવવું, બાળકો ઉછેરવા, teenagersને માર્ગદર્શન આપવું. લગ્નજીવનમાં પણ વિચારભેદને મનભેદ સુધી ન લઈ જવા (ઊર્દુ how to value the differences) આ સિવાય Professional level પર પણે ઓ વિચારધારા અતિ ઉપયોગી સાબિત થઈ છે, જે દ્વારા વ્યક્તિ આંતરશુદ્ધિ કરી બહાર તરફ આ શુદ્ધિને વહાવે છે જે એનાં કાર્યોમાં, સંબંધોમાં પ્રતિબિંબિત થાય છે. દરેક જીવ જીવવા માગે છે. દરેક જીવને શાંતિ પ્રિય છે. જીવો અને જીવવા દો અને આગમમાં રહેલી વિચારધારામાં મુખ્ય છે, અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ, કર્મવાદ, tolerance. આજે વિશ્વભરમાં માનવજાતને આ messageની ખૂબ જ જરૂર છે. કોઈ પણ દેશ, ધર્મ, જાતિ કે સંપ્રદાયનો માનવી ‘આ જે strss, tension, ભય, હિંસા, આગ્રહ - દુરાગ્રહથી પીડાય છે. બધાં સાધનો, પૈસા, સંપત્તિ, સુખો મેળવ્યા પછી પણ અજાણ ભય, ભૂખ કે ખાલીપો સતાવી રહ્યાં છે, ત્યારે જૈન આગમમાં રહેલ વિચારધારા દ્વારા માહિતી નહીં પણ અનુભવો, પ્રયોગોની તાતી જરૂર છે. જેમાં મૂળભૂત સિદ્ધાંતો સમજી શકાય છે. આગામની મૂળભૂત વાત છે, માનવી, તું તને બદલી શકે છે. તારી અંદર અચિંત્ય શક્તિ પડેલ છે. એમાં કોઈ ચમત્કાર કે ભગવાન પર આધાર ન રાખતાં how to manage the self એના પર ભાર છે. તમે શું choice કરો છો, એના પર તમારું ભવિષ્ય નિર્ભર છે. આમ પૂરી જવાબદારીથી સ્વ-જીવન જીવવાની વાત આગમ વિચારધારામાં દર્શાવેલ છે. જૈન ધર્મ એ આચારનો ધર્મ છે. not to Preach but Practise. જીવન જીવવાની શૈલી એમાં સમાવિષ્ટ છે. જેમાં અનેક વૈજ્ઞાનિક તથ્યો રહેલાં છે. તેમાં આહાર, વિહાર, આચાર, વિચાર, સામાજિક મૂલ્યો, શૈક્ષણિક ૧૯૭) - ૧૯૬૦

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136