________________
eeeeeeeeeee
dasdasds
શ્રીપાળ મયણાની તપસાધના
ડૉ. રતનબહેન ખીમજી છાડવા -(M.A., Ph.D.) (શ્રાવક કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસ પર સંશોધન કરી મુંબઈ યુનિ.ની Ph.D. ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. જૈન સામાયિકોમાં લેખો લખે છે અને વિવિધ સેમિનારમાં ભાગ લે છે)
-
તપ એ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. સ્વચ્છંદતા, સ્વાદપ્રિયતા, અતિ આહાર જીવનને ભ્રષ્ટ કરે છે, મનોવિકાર ઉત્પન્ન કરે છે તેમ જ શરીરમાં રોગોત્પત્તિ થાય છે. તેનાથી બચવા તપ અત્યંત જરૂરી છે. તપ માત્ર શરીરને નીરોગી રાખવાનું સાધન નથી પણ તેનાથી વધુ ઊંચું તત્ત્વ છે. તપ આત્મશુદ્ધિનો માર્ગ છે.
તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિએ કહ્યું છે કે, “તપસા નિર્ણયો ય ।' અર્થાત્ તપથી સંવર થાય છે અને નિર્જરા પણ થાય છે. માટે જ સમગ્ર જૈનદર્શનમાં તપનો મહિમા વિશેષ રૂપે રહેલો છે. શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં ધર્મના અંગ રૂપે તપનું મહત્ત્વ દર્શાવ્યું છે. ‘ધમ્માં મંત્ર-મુવિનું, હિંસા સંગમો તો । હૈયા વિ તેં સંમતિ, ગન્સ ધર્મો સા મળો।' અર્થાત્ અહિંસા, સંયમ અનેતપરૂપ ધર્મ શ્રેષ્ઠ મંગલ છે. જેનું મન સદા આવા ધર્મમાં લીન છે તેવા સાધકને દેવો પણ નમસ્કાર કરે છે.
સામાન્યત: ‘તપનાત્તપ:’। એ તપનો વ્યુત્પત્તિ પૂરક અર્થ છે અર્થાત્ જે તપાવે તે તપ છે. જે કર્મોને તપાવે તે તપ છે. ભવભવથી સંચિત કર્મોનો સમ્પૂર્ણ રૂપથી દગ્ધ કરવા તથા ભવસાગરથી સદાને માટે મુક્ત થવા માટે આ પ્રબળ સાધન છે. ‘રૂથ્થા નિરોધઃ તપઃ। ઇચ્છાઓનો નિરોધ અર્થાત્ જીવનમાં ઉદ્ભવતી વિવિધ પ્રકારની લાલસાઓમાં લપટાઈ ન જવું તે તપ છે.
તપ તો આત્મશોધન તથા કર્મક્ષયની એક અખંડ પ્રક્રિયા છે, પરંતુ વિધિઓ અને પ્રક્રિયાના આધારે તપના બે વિભાગ પાડચા છે. (૧) બાહ્યતપ અને (૨) આત્યંતર તપ. તે બન્નેના પણ છ-છ ભેદ છે. બાહ્યપના ભેદ (૧) અનશન (૨) ઊણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ અને (૬) પ્રતિ સંલીનતા. તેવી જ રીતે આત્યંતર તપના ભેદ - (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાર્યોત્સર્ગ. આ બાર ભેદ
૧૪૬
ઉપરાંત તેના પેટા ભેદો રૂપે અનેક તપ જૈન ધર્મમાં જોવા મળે છે. જેમ કે- ૧૧ અંગતપ, ૧૪ પૂર્વત૫, ૪૫ આગમ તપ, ચંદનબાલાનો તપ, ચિંતામણિ-તપ, ક્ષીર સમુદ્ર તપ, શીલ સ્થાનક તપ, સિદ્ધિ તપ, નવ પદ તપ (સિદ્ધચક્ર ત૫), વર્ધમાન તપ વગેરે વગેરે અનેક નામો છે. એમાંનું એક તપ એટલે નવકાર મહામંત્ર - નવપદ તપ (શ્રી સિદ્ધચક્ર-તપ).
નવપદ -
સિદ્ધચક્રની ઉપાસનાનું તપ આયંબિલની ઓળી (નવ આયંબિલ) દ્વારા કરવામાં આવે છે. આ તપ વખતે જાણે આત્મારસ, કસ અને સ્વાદની મોહજંજાળથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે અને દેહને ભાડું આપવા પૂરતો નીરસ અને સ્વાદ વગરનો આહાર લઈને આત્મગુણ ચિંતનનો આસ્વાદ મેળવવામાં આનંદ માને છે. આ તપ ચૈત્ર તથા આસો માસમાં એમ વર્ષમાં બે વાર આલે છે. જઘન્યથી ૯ ઓળી કરવાની હોય જે સાચા ચાર વર્ષે પૂરી થાય. તેમાં ફુલ એક્માંશી આયંબિલ આવે છે. તે ઉપરાંત પાંચ પરમેષ્ઠિ તેમ જ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ નવ પદોમાંથી તે તે પદનું ધ્યાન, જાપ, તેમના ગુણો પ્રમાણે કાઉસગ્ગ, વીસ નવકારવાળી, ખમસણા વગેરે વિધિ સાતે નવપદ તપની આરાધના કરવામાં આવે છે.
તપની વાત સમજાવવી હોય કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા તો બીજી કોઈ પણ તત્ત્વની મહત્તા સમજાવવી હોય, આવી બધી તાત્ત્વિક અને આત્મિક બાબતો સૂક્ષ્મ અને ગહન વિવેચનના બદલે સીદી-સાદી કથા-વાર્તાઓ દ્વારા કહેવામાં આવે તો તે સામાન્ય રીતે વસી જાય છે. કથા કે વાર્તાઓનો મહિમા સર્વકાળ અને સર્વ સ્થળોમાં એકસરખો જ રહ્યો છે. માટે જ નવપદ તપનો મહિમા સમજાવવા માટે આપણા પૂર્વાચાર્યોએ શ્રીપાળ-મયણાની કથાનો આશરો લીધો છે.
નવપદ તપ સિદ્ધ ચક્રની ઉપાસનાનું વિધાન શ્રી મુનિસુવ્રતસ્વામીના કાળમાં થયેલા શ્રીપાળ રાજા અને મયણા સુંદરી માટે મુનિ ચંદ્રસૂરિ મહારાજે આગમોના અર્ક રૂપે કહ્યો હતો. મયણા સુંદરીએ ધર્મપક્ષીય જવાબ આપવાથી ક્રોધિત થયેલા તેમના પિતાએ તેનાં લગ્ન કોઢિયા શ્રીપાળ સાથે કરાવ્યા હતાં. જિન ધર્મની નિંદાથી દુઃખી એવી મયણા સુંદરીની વિનંતીથી આયાર્ય મુનિચંદ્રસૂરિ મહારાજે શ્રી સિદ્ધચક્ર, નવપદ તપની આરાધના દર્શાવી. ગુરુ ભગવંતે દર્શાવ્યા પ્રમાણે શ્રીપાળ-મયણાએ આ તપની આરાધના શરૂ કરી. પ્રથમ આયંબિલે જ શ્રીપાળનો કોઢ શમવા લાગ્યો
૧૪૭