Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 78
________________ 33333333333333333 આથી તેમની શ્રદ્ધા વધતી ગઈ. નવ આયંબિલ પૂરા થતા શ્રીપાળનો કોઢ સંપૂર્ણ નાશ પામ્યો અને તેનું શરીર નીરોગી બની ગયું. અગિયાર લાખ ૮૪ હજાર વર્ષો પૂર્વની આ કથા છે. આજે પણ શ્રીપાળ મયણાની તપ સાધના જૈન ધર્મમાં એટલી જ પ્રચલિત છે. જૈન ધર્મમાં નવપદ - નવકાર મહામંત્રનો મહિમા અપરંપાર છે. એ સર્વ મંગલકારી છે. આત્માને ક્રમે ક્રમે ઊંચે ને ઊંચે લઈ જઈને સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરવાની શક્તિ એમાં રહેલી છે. જેવું નિર્મળ એનું આરાધન એવું ઉત્તમ ફળ. આત્માના વિકાસનો આરંભ શ્રદ્ધા-સમ્યક્ દર્શનથી થાય છે અને એ વિકાસની પરિપૂર્ણતા સિદ્ધિ પદમાં વિશ્રામ પામે છે. સમકીત શ્રદ્ધાના બોધિ બીજને પામેલો આત્મા જો પ્રમાદથી સાવધ રહીને સતત જાગૃતપણે એ બીજાને સાધનાના નિર્મળ નીરનું સિંચન કરતો રહે તો તે ક્રમે ક્રમે ઉચ્ચ-ઉચ્ચતર-ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરીને અંતે પરમ પદને પ્રાપ્ત કરે છે. નવપદમાં દર્શન-જ્ઞાન-ચારિત્રતપરૂપ આત્મવિકાસના બધાં સોપાન અને એવા આત્મગુણોની આરાધના દ્વારા આરાધ્ય એટલે કે પૂજ્ય સ્થાને બિરાજનાર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-ભગવંતો. આ પાંચ પરમેષ્ઠીનો સમાવેશ થઈ જાય છે. નવપદની આવી સુંદર પ્રરૂપણા કરીને ધર્મશાસ્ત્રવેત્તાઓએ આત્મસાધનાના સાગરને જાણે ગાગરમાં સમાવી દીધો છે. જૈન ધર્મની વિશેષતા એ છે કે તેના મંત્રોમાં કોઈ પણ વિશિષ્ટ દેવો નહીં પણ આ જગત પર ઉપકાર કરનાર ગુણવાન પુરુષોની ઉપાસના કરવામાં આવે છે. જગતમાં દુ:ખી, પીડિતજનોને સાચા માર્ગનું દર્શન કરાવનાર અરિહંત ભગવંત, આ માર્ગ માટે આદર્શભૂત સિદ્ધભગવંત, આ માર્ગમાં આવનારને વ્યવસ્થા અને આચાર દર્શાવનાર આચાર્યજી, જ્ઞાન પ્રદાન કરનાર ઉપાધ્યાયજી અને આ માર્ગમાં ચાલનારાઓને સહાય કરાનારા સાધુ ભગવંતો. આ પાંચ પરમેષ્ઠિ તત્ત્વો તેમ જ જે ગુણોના પ્રભાવે આ પરમેષ્ઠિઓ જગતમાં આદરણીય બન્યા છે એ દર્શનજ્ઞાન- ચારિત્ર અને તપરૂપ ગુણોનો સમાવેશ આ નવપદમાં કરવામાં આવ્યો છે. આ નવપદ સુદેવ, સુગુરુ અને સુધર્મ તત્ત્વત્રયીથી શોભે છે. વ્યવહારમાં નવપદને સિદ્ધચક્ર પણ કહેવામાં આવે છે. કારણ કે, આ ચક્ર જગતના દરેક જીવના સર્વ વિઘ્નોને દૂર કરે છે. કર્મચક્રનું શમન કરે છે. સકલ સિદ્ધિઓને સર્વ પ્રકારના સુખ ૧૪૮ 33333333333 FR 383838888ses આપનારું તેમ જ અંતે સિદ્ધપદ અપાવનારું છે. માટે નવપદનું સિદ્ધચક્ર નામ પણ સાર્થક છે. જૈન શાસનમાં સિદ્ધચક્રથી મહાન કોઈ યંત્ર નથી. માટે જ નવપદની આરાધનાનું મહત્ત્વ વિશેષરૂપે રહ્યું છે. શ્રી નવપદજી અને તેના વર્ણોની કલ્પના પણ મનોવૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે. અરિહંત પદનો શ્વેત વર્ણ છે, સિદ્ધ પદનો વર્ણ લાલ છે. આચાર્ય પદનો વર્ણ પીત છે. ઉપાધ્યાય પદનો લીલો વર્ણ છે. સાધુ પદનો કાળો વર્ણ છે તથા દર્શન-જ્ઞાન-ચરિત્ર અને તપ પદનો વર્ણ શ્વેત છે. નવપદના વર્ણની કલ્પના ધ્યાતા-સાધકની અપેક્ષાએ કરવામાં આવેલી છે. વાસ્તવિક રીતે તે પદો વર્ણ, ગંધ અને સ્પર્શરહિત છે. પૂર્વાચાર્યોની આ પ્રાચીન કલ્પના આધુનિક અમેરિકન માનસશાસ્ત્રીઓ સાથે સંપૂર્ણ મળતી આવે છે. તેઓની ધારણા પ્રમાણે મનના વિચારો, આકારો અને વર્ણો અમુક પ્રકારનાં હોય છે. તે માનસ વિદ્યુત કિરણયંત્ર વડે ચકાસેલું છે. જેમ ધ્યાનની શરૂઆત કરનાર મનુષ્યને આંખો મીંચી અંતર્મુખ થયાં હૃદયમાં અષ્ટદળ કમળનું ચિંતવન કરતાં પ્રથમ શ્યામ વર્ણ ભાસે છે, પછી ધીમે ધીમે નીલ, પીત અને શ્વેત ભાસે છે. છેવટે તેજના ગોળા જેવા લાલ વર્ણ ધ્યાનગોચર થાય છે. ધ્યાનના દીર્ઘ અભ્યાસ વડે એકદમ લાલ વર્ણ નમોગ્રાહ્ય થઈ શકે છે. સાધુથી અરિહંત સુધીનું ધ્યાન અનુક્રમે શ્યામથી શ્વેત વર્ણની કલ્પના દ્વારા થાય છે. આ રીતે સાધક મનુષ્ય સાધુપદથી આરંભીને સિદ્ધના ધ્યાન સુધી પહોંચી શકે છે. અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓ જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હોવાથી ધ્યાનને માટે જુદા જુદા વર્ગો પોતપોતાના કામ અનુસાર કલ્પેલાં છે તેમ જ દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ પોતે આત્માના ગુણો હોવાથી શ્વેત વર્ણો કલ્પેલા છે. આ રીતે ધ્યરાનની સાથે મનોવૃત્તિનો સમન્વય છે. નવપદ સાથે રંગવિજ્ઞાન (કલર થેરેપી) પણ જોડાયેલું છે. જુદા જુદા રંગોની વ્યક્તિત્વ પર ગાઢ અસર થાય છે એ હકીકત વૈજ્ઞાનિકોએ પણ વ્યાપક રીતે સ્વીકારી છે. નવપદના પ્રથમ પદનો રંગ શ્વેત છે. શ્વેત રંગ નકારાત્મકા દૂર કરે છે, અહિતકર વિચારો દૂર કરે છે. બીજા પદનો રંગ લાલ છે. લાલ રંગ વ્યક્તિની પ્રાણશક્તિ પર કાબૂ ધરાવે છે. ત્રીજા પદનો રંગ પીળો છે. પીળો રંગ જ્ઞાનતંત્રના સ્વસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનો છે. ચોથા પદનો રંગ આસમાની અથવા લીલો છે. લીલા રંગની વ્યક્તિના જ્ઞાનતંત્ર પર શાતાદાયી અસર પડે છે. પાંચમા પદનો રંગ ૧૪૯.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136