________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કાળો છે. કાળો રંગ એકાગ્રતા માટે છે તેમજ દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપનો રંગ શ્વેત છે. શ્વેત રંગ શાંતિદાયક, નાને પ્રકાશિત કરનાર, સદાચાર શુભ ક્રિયા કરનાર તેમ જ આત્માના કર્મમેલને દૂર કરી ઉજજવલ બનાવે છે. આમ જુદા જુદા રંગોની સંકલ્પના કરવાથી જરૂર ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ નવપદ આરાધનાનો ઉદ્દેશ સાધકોમાં આત્મધ્યાન જાગૃત કરવાનો છે. ઉપાધ્યાય યશોવિજયજી શ્રીપાલ રાજાના ચોથા ખંડની સાતમી ઢાળમાં આ નવપદના ધ્યાનથી પોતાના આત્માનું સ્વાભાવિક રૂપે પ્રગટ થાય છે. તપમાં ધ્યાનનું અગિયારમું સ્થાન છે. આત્યંતર તપમાં પાંચમું સ્થાન છે. ધ્યાન શબ્દો દ્વારા સમજાવી શકાય નહીં. જે રીતે સ્નેહ કરવાવાળો જ સ્નેહની પરિભાષાને સમજે છે, તે રીતે ધ્યાન કરવાવાળા જ ધ્યાનનું મહત્ત્વ જાણી શકે છે. ધ્યાન શબ્દનો અર્થ છે લીન થવું, જેના વિષયમાં આપણે ચિંતન કરીને તેમાં જ સમાઈ જવું, અર્નાહિત થઈ જવું. ધ્યાનમાં મનની એકાગ્રતા પણ એટલી જ જરૂરી છે. વૃત્તિઓ જેટલી શાંત અથવા ક્ષીણ હશે તેટલું મન સ્થિર થશે. મનને સ્થિર કરવા આલંબનનો સહારો જરૂરી બને છે. એ માટેના આલંબનમાં નવપદનું આલંબન શ્રેષ્ઠ છે.
અરિહંતનું ધ્યાન એટલે અરિહંતોની પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અવસ્થાનું ધ્યાન. સિદ્ધોનું ધ્યાન એટલે રૂપાતીત સતચિત્ આનંદમય આત્માનું ધ્યાન. આચાર્યનું ધ્યાન એટલે પંચાચારમાં સુસ્થિત બનેલા આત્માનું ધ્યાન. ઉપાધ્યાયનું ધ્યાન એટલે દ્વાદશગાંના સૂત્ર - અર્થનું રહસ્ય જાણનાર આત્માઓનું ધ્યાન. સાધુનું ધ્યાન એટલે દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી રત્નોની સમ્યફ આરાધના વડે ત્રણે યોગોમાં સાવધાન બની અપ્રમત્ત બને છે તે આત્માનું ધ્યાન. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે.
પ્રથમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમથી છવાદિ નવ તત્ત્વોના વાસ્તવિક બોધ સ્વરૂપ આત્માનું જ્ઞાન. મોહનીય કર્મના ક્ષયોપશમથી શ્રેષ્ઠ પરિણામવાળા પોતાના આત્માનું દર્શન તે જ સમ્યફ દર્શન. સોળ કષાયોથી અનેનવ નોકષાયોથી રહિત નિર્મળ આત્મા, સ્વસ્વભાવ સ્થિત આત્મા જ સમ્યક ચારિત્ર છે, સમ્યક તપ એટલે ઇચ્છાનિરોધ. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે, ‘ત સાવ નિર્નાવ’ | કર્મની નિર્જરા માટે તપ ઉત્તમ સાધન છે. સમતા યોગના પરિણામવાળો સાધક આત્માના ગુણોના અનુભવમાં આત્મરમણતા કરે તે જ તપ. આમ નવપદનું ધ્યાન ધરતાં
-૧૫૦
## ####ewsઉં તપ તત્ત્વ વિચાર # ###Gee@ સાધક ધ્યેયની પ્રાપ્તિ માટે પોતાના શરીર અને મનને શુન્ય બનાવી દે છે. એવું કરવાથી રોય અને ધ્યાતામાં એકાત્મકતા થઈ જાય છે, જેના ફળસ્વરૂપે સાધકને આત્મદર્શન થાય છે. નવપદની આરાધના દ્વારા આત્માનંદનો સાક્ષાત્કાર કરવાથી બધાં દુઃખો દૂર થાય છે. સુખ તો આત્માનો સ્વભાવ છે. અનંત વીર્ય આત્મનો ગુણ છે. અહીં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે, ‘આતમ દરિસણ જેણે કર્યું, તેણે સંઘો ભવભય કુપ રે', અર્થાત જેણે આત્મદર્શન કર્યું છે તેણે સંસારરૂપી કૂવાને ઢાંકી દીધો છે. તે ભવસાગર તરી જાય છે.
નવપદની આરાધના આયંબિલની સાથે કરવાની હોય છે. આયંબિલ એટલે રસપરિત્યાગ. રસપરિત્યાગ બાહ્ય તપનું ચોથું અંગ છે. રસ પરિત્યાગમાં ઘી, દૂધ, માખણ, મધ વગેરે વિયનો ત્યાગ હોય છે. માત્ર રસકસ વગરનું રક્ષ અનાજ લેવાનું હોય છે. જીભને વશ થઈને પણ માનવી કંઈ ઓછું પાપ કરતો નથી. અનંતકાયનું સેવન પણ એટલા માટે જ થતું હોય છે. રસેન્દ્રિય પર વિજય મેળવવા માટે આયંબિલનું વિધાન કરવામાં આવ્યું છે. આયંબિલનો અર્થ જ એ છે કે સાપ એના રાફડામાં સર જાય તેમ રોટલાનો લુખો કોળિયો પણ સીધો નીચે ઊતરી જવો જોઈએ. જીભની લોલુપતા એટલી બધી વધી ગઈ છે કે માનવ આજે દરેક ચીજમાં રસ જ જુએ છે. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે, ખાવા અને બોલવામાં જે સંયમ રાખે છે એણે બધાંને પોતાને વહ કરી લીધાં છે. રસેન્દ્રિયના સંયમથી સ્વાસ્થય તો સારું રહે છે, સાથે સાથે આત્મસાધનામાં આગળ વધી શકાય છે. રસપરિત્યાગ ચંચળ મનને સ્થિર કરવાની પ્રક્રિયા છે. વસ્તુ
સ્વાદિષ્ટ છે કે સાધારણ, એ મનની પ્રવૃત્તિ છે. મન પર એનો કોઈ પ્રભાવ ન પડે તો રસનો પત્તો રહેશે નહીં. સ્વાદ પણ જીભ સુધી જ છે. જ્યાં કોળિયો ગળે નીચે ગયો એનો સ્વાદ રહેશે નહીં. આમ મનને સ્થિર કરવાથી ધ્યાનમાં પણ સ્થિરતા આવે છે. માટે જ નવપદની આરાધનામાં ધ્યાન સાથે રસપરિત્યાગ એટલે બાહ્ય અને આત્યંતર તપનો સહયોગ લીધો છે કે જે એકબીજાના પૂરક રૂપે રહેલાં છે.
આયુર્વેદની દષ્ટિએ ચૈત્ર અને આસો માસ રોગોનું ઘર ગણાય છે. ઋતુસંધિના આ કાળમાં અનુક્રમે કફ અને પિત્તની વૃદ્ધિ થતી હોય છે. આ સમયે રૂક્ષ-કડવું-હલકું ભોજન આરોગ્ય માટે લાભદાયી થાય છે. જેનું આરોગ્ય ઉત્તમ
૧૫૧)