________________
જ્ઞાનધારા
મોક્ષમાર્ગની સાધનામાં ચારિત્ર અને તપને ખાસ પ્રધાનતા આપી છે. ભગવાને મોક્ષમાર્ગ જ્ઞાન-દશ-ચારિત્ર-તપરૂપ કહ્યો છે. તેમાં જ્ઞાનદર્શન મોક્ષ સ્વરૂપને જાણવાની અને શ્રદ્ધા કરવાની બે આંખ સમાન છે, તો ચારિત્ર અને તપ ત્યાં પહોંચવાની પાંખ સમાન છે. ચારેનો સમન્વય સધાય એટલે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જવાય. આ સૂત્રના મહાત્માઓના ચરિત્ર વાંચવાથી આપણને મોક્ષમાર્ગ આરાધવાની - તપ કરવાની પ્રેરણા મળે છે.
આગમોમાં અંતગડનું ઉચ્ચ સ્થાન છે. ઉત્તર ભારતમાં આ સૂત્ર તપપ્રધાન પર્વાધિરાજ પર્યુષણ પર્વના માંગલિક દિવસોમાં વાંચવામાં આવે છે. તેના આઠ વર્ગ છે જે આઠ દિવસમાં પૂર્ણ કરાય છે.
આ સૂત્રના કથાનકોનું મનન કરવાથી જ્ઞાત થાય છે કે ગૌતમ આદિ ૧૮ ભ્રાતામુનિઓની જેમ ભિક્ષુ પ્રતિમા તેમ જ ગુણરત્ન સંવત્સર તપની સાધનાથી પણ કર્મક્ષય થઈ શકે છે. અનેકસેનાદિ મુનિની જેમ ૧૪ પૂર્વજ્ઞાનમાં રમણ કરતા કરતા છઠ્ઠું છઠ્ઠની તપસ્યાથી જ મોક્ષે જવાય છે. અર્જુનમાળીએ ઉપશમ ભાવ-ક્ષમા પ્રધાનતાથી માત્ર છ મહિના છઠ્ઠને પારણે છઠ્ઠું કરીને સિદ્ધિ મેળવી. અતિમુક્ત કુમારે જ્ઞાનપૂર્વક ગુણરત્ન તપની સાધનાથી સિદ્ધપદ મેળવ્યું. વળી ગ્રજકુમારે તો દીર્ઘ તપસ્યા કે શાસ્ત્રવાંચન વગર જ માત્ર શુક્લ ધ્યાનના બળથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી જે ધ્યાનની સર્વોત્કૃષ્ટતાને સિદ્ધ કરે છે. કાલી આદિ રાણીઓએ સંયમ લઈને કઠોર સાધના કરી અને લાંબા સમય સુધી તપ કરીને સિદ્ધિ મેળવી. આમ પોતપોતાના સંચિત કર્મ અનુસાર કોઈએ સામાન્ય તપથી, કોઈએ કઠોર તપથી, કોઈએ ક્ષમાની પ્રધાનતાથી તો કોઈએ માત્ર આત્મધ્યાનથી અગ્નિમાં કર્મોને બાળીને પણ મુક્તિપુરીમાં સ્થાન મેળવી લીધું.
આ સૂત્રમાં આવેલ ગુણસંવત્સર, કનકાવલી આદિ તપનું સ્વરૂપ શું છે તે જાણીએ -
(૧) ગુણસંવત્સર તપ - આ તપ ૧૬ મહિનાનું છે. પ્રથમ મહિનામાં એકાંતર ઉપવાસ, બીજામાં છઠ્ઠના પારણે, છઠ્ઠ ત્રીજામાં અઠ્ઠમના પારણે અઠ્ઠમ આમ પ્રત્યેક મહિને એક ઉપવાસ ક્રમશઃ વધતા સોળમા મહિને ૧૬ ઉપવાસની ઉત્કૃષ્ટ આરાધનાને - ‘ગુણરત્ન સંવત્સર તપ’ કહે છે. (૨) ૧૨ ભિક્ષુ – પ્રમિતા - સાધુના અભિગ્રહ વિશેષને ભિક્ષુ-પ્રતિમા કહે છે.
૧૫૬
33333333333 14 de fer 3333333333SISIS શારીરિક સંસ્કાર અને દેહ મમત્વનો ત્યાગ કરી, પ્રતિમાધારી સાધક દેવમનુષ્ય - તીર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરતાં અભિગ્રહ વિશેષનું પાલન કરે છે. પ્રથમની સાત ભિક્ષુ પ્રતિમા એક એક મહિનાની છે. પ્રથમ ભિક્ષુ પ્રતિમામાં એક દત્તિ આહાર અને એક દિત્ત પાણીની. આમ ક્રમશઃ એક એક ત્તિ આહાર-પાણીની વધારતાં સાતમી પ્રતિમામાં સાત-સાત દત્તિ આહાર-પાણી ગ્રહણ કરવામાં આવે છે. દાતા દ્વારા દેવાતી ધારાને દત્ત કહે છે. સાત પ્રતિમાના સાત મહિના થાય. આઠ-નવ-દશ એ ત્રણ પ્રતિમા ૭-૭ અહોરાત્રની એટલે કુલ ૨૧ અહોરાત્રની છે. તેમાં ઉપવાસને પારણ ઉપવાસ કરવો જરૂરી હોય છે. અગિયારમી પ્રતિમા એક અહોરાત્રની છઠ્ઠ તપ સાથે થથા બારમી ભિક્ષુપ્રતિમા એક રાત્રિની અઠ્ઠમ તપ સાથે વહન કરવામાં આવે છે. ભિક્ષુ પ્રતિમાઓનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં ખંધક અણગારના અધ્યયનમાં છે.
ઘણા મુનિઓએ ઉપરના બે પ્રકારના તપ કર્યા તેમ જ ઘણા સાધુસાધ્વીઓએ છઠ્ઠને પારણ છઠ્ઠ, અઠ્ઠમ, ચૌલુ આદિ વિવિધ તપ કર્યાં, પરંતુ શ્રેણિકની કાલિ આદિ આઠે રાણીએ વિશિષ્ટ તપ કર્યાં જે નીચે મુજબ છે.
(૩) રત્નાવલી તપ – કાલી ઓર્યા (રાણી)એ કર્યું - જે તપની આરાધના રત્નાવલી નામના આભૂષણની રચનાની જેમ કરવામાં આવે છે તેને રત્નાવલી તપ કહે છે. રત્નાવલી બંને તરફ્થી શરૂઆતમાં પાતળી પછી ક્રમશઃ જાડી થતી જાય અને મધ્યમાં પેંડલના સ્થાને વિશેષ મણિઓથી સુશોભિત હોય તેમ આ તપમાં ૧,૨, ૩ ઉપવાસ પછી એકીસાથે ૮ છઠ્ઠ, ત્યાર પછી ક્રમશ: ચઢતા ક્રમેએક ઉપવાસથી ૧૬ ઉપવાસ. મધ્યમાં ૩૪, , ત્યાર પછી ઊતરતા ક્રમે ૧૬ ઉપવાસથી એક ઉપવાસ, ૮ છઠ્ઠ પછી ૩, ૨, ૧ ઉપવાસ કરવામાં આવે છે. આ રીતેએક પરિપાટી પૂર્ણ થાય છે. આ જ રીતે ચાર પરિપાટી કરવામાં આવે છે, પણ એમાં એટલી વિશેષતા હોય છે કે પ્રથમ પરિપાટીમાં પારણા વખતે સર્વ રસયુક્ત વિગય સહિતનો આહાર ગ્રહણ કરાય છે. બીજી પરિપાટીમાં વિગય રહિતનો આહાર, ત્રીજી પરિપાટીમાં લેપરહિત નીવી તપ, ચોથી પરિપાટીમાં આયંબિલ કરવામાં
૧૫૭