________________
eeeeeeeeee
Ne
સદીઓથી નવા તપના તેજપુંજોની તવારીખ
- ડૉ. રેણુકા પોરવાલ (ડૉ. રેણુકાબહેને B. Sc., L.L.B., Ph.D.નો અભ્યાસ કર્યો છે. ‘યોગનિષ્ઠ આચર્ય બુદ્ધિસાગરજી મહારાજ: એક અધ્યાયન પર શોધનિબંધ લખી વ. ઉ.કરેલ છે. ડિપ્લોમા ઈન જૈનોલૉજી કરેલ છે. ‘જૈન જગત’ સામયિકનાં હિન્દી વિભાગના સહ-સંપાદિકા છે.)
ભારતભૂમિ એટલે ઋષિમુનિઓ, સાધુ-સંન્યાસી અને તીર્થંકરોની સાધનાભૂમિ. તેઓની આત્મિક સાધના, આરાધના, તપ અને ત્યાગ જગતજનોને ચિરકાળથી હૈરત પમાડે છે. જૈનોએ તપને આત્મોન્નતિ અને કર્મક્ષય માટે અન્ય પરંપરા કરતાં વધુ મહત્ત્વ આપ્યું છે. તપ આરાધનાના સંસ્કાર જૈન બાળકને વિરાસતમાં જ મળે છે જે કાળક્રમે દઢ થતાં વ્યક્તિ સંયમી અને નીતિપરાયણ જીવન ગુજારે છે. અહીં પર્યુષણ મહાપર્વ ઉપરાંત પણ આયંબિલની ઓળી, તીર્થંકરોના કલ્યાણક, પર્વ તિથિઓ, વીસ સ્થાનક તપ, વરસી તપ વગેરે ગૃહસ્થો અને સંત-સતીઓ દ્વારા થતાં જ રહે છે. જૈન સાહિત્ય, શિલ્પ અને ભીંતિચિત્રોમાં (Wall Painting), મહાપુરુષો દ્વારા તેમના જીવનકાળ દરમ્યાન થયેલ તપસાધના વિપુલ પ્રમાણમાં આલેખિત થયેલી દૃષ્ટિગોચર થાય છે.
પ્રથમ તીર્થંકર ઋષભદેવને પૂર્વ કર્મોદયને કારણે બાર મહિના સુધી પ્રાસુક આહાર ન મળ્યો. પ્રભુને વિવિધ વસ્તુઓ વહોરાવવા માટે લોકો આવતા પણ કોઈ અન્ન નહીં લાવ્યા. અંતે ભરતના પૌત્ર શ્રેયાંસકુમારે પ્રભુને ઈશ્વરસથી પારણું કરાવ્યું. પ્રભુના પુત્ર બાહુબલીએ ભરત સાથે ચક્રવર્તિની આજ્ઞા નહીં માનતા યુદ્ધ કર્યું. અંતે બંને વચ્ચેના મુષ્ટિયુદ્ધમાં બાહુબલીએ હાથ ઊંચા કર્યો પરંતુ ભાઈને મારવાને બદલે એ જ હાથ વડે વાળનો લોચ કરી ચારિત્ર ગ્રહણ કર્યું. તેમની અખંડ તપશ્ચર્યા ચાલુ થઈ. શરીર પર વૃક્ષની વેલીઓ વીંટળાઈ ગઈ, પરંતુ તેમણે તપ ચાલુ જ રાખ્યું. તેમની તપસ્યામાં માન કષાય ભળેલો હતો જેને કારણે તેમની તપસ્યા ફળીભૂત થતી ન હતી. આવા કપરા સંજોગોમાં બંને બહેનો, બ્રાહ્મી અને સુંદરી ભાઈને સમજાવવા આવી -
૧૨૪
‘‘વીરા, મારા ગજ થકી ઊતરો રે, ગજ થકી કેવલ્ય ન હોઈ રે...' આ સાંભળતાં જ બાહુબલીનું ગુમાન ઊતરી ગયું અને જેવો ભાઈ ભરતને મળવા પગ ઉપાડચો કેતરત જ એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
વેવસીમા જિનરાય પાર્શ્વપ્રભુની ઉગ્ર તપસ્યામાં કમઠે જન્મોજન્મ વિઘ્ન કર્યાં છતાં તેઓ વિચલિત ન થતાં એમને કેવલજ્ઞાન થયું અને કમઠ શરણે આવી પ્રભુની સેવામાં રહ્યો.
પ્રભુ મહાવીરે દીક્ષા બાદ તેર (૧૩) આકરી શરતવાળો અભિગ્રહ તપ કર્યો. એમનો અભિગ્રહ હતો કે -
જે ભાવથી રાજપુત્રી હોય, દાસીપણું પામી હોય, ઉંબરમાં ઊભી હોય, તેનો એક પગ અંદર અને એક પગ બહાર હોય, પગમાં બેડી, માથે મુંડન, અઠ્ઠમ તપ કર્યો હોય, સૂપડામાં વહોરાવવા માટે અડદના બાકુળા હોય અને આંખમાં અશ્રુ હોય. આવી કઠિન શરત પૂર્ણ ન થતાં પ્રભુ મહાવીર પાંચ માસ અને પચ્ચીસ દિવસથી ભિક્ષા માટે ફરતા હતા. આ તરફ ચંદનબાળા રાજપુત્રી દાસી તરીકે વેચાતા તેની હાલત ઉપરોક્ત પ્રમાણેની જ હતી. તે પ્રભુને બાકુળા વહોરાવવા માટે ઊભી તો હતી પરંતુ આંખમાં અશ્રુ ન હતાં. આ જોઈને પ્રભુ પાછા ફર્યા. ચંદનબાળા રડી પડી. અશ્રુભીની આંખ નિરખીને પ્રભુએ એની પાસેથી અડદના બાકુળા વહોર્યા. આમ પ્રભુ મહાવીરની ઉગ્ર તપસ્યાનું પારણું ચંદનબાળાની સહજ તપસ્યા અને સંકલ્પ બળે થયું. પરંપરાએ ‘ચંદનબાળાના અઠ્ઠમ તપની આરાધના'' લોકપ્રિય બની.
તીર્થંકર મહાવીરના અનન્ય શિષ્ય ધન્ના અણગારની આકરી તપસ્યાથી કોઈ જૈન બંધુ અજાણ હોય? બિહારની કાર્કદી નગરી એક સમયે જાહોજલાલીથી પરિપૂર્ણ હતી. જૈન કુળમાં ભદ્રામાતાની કૂખે જન્મેલે પ્રભાવશાળી પુત્ર ધન્નાને બત્રીસ રાણીઓ હતી. ધનવૈભવ અને સાહ્યબીમાં ઉછરેલ ધન્ના, મહાવીર પ્રભુને શ્રવણ કરવા ગામની બહાર આવેલા ઉદ્યાનમાં પહોંચ્યા. અમૃતમય જિનવાણી હૃદયને ભીંજવા સક્ષમ હતા. ધન્નાને પ્રભુના ઉપદેશનું ઊંડાણ સ્પર્શી ગયું, મનમાં સર્વસ્વ ત્યાગને સંકલ્પ થયો. ઐશ્વર્ય, સંપત્તિ, માતા, સુંદર સુશીલ બત્રીસ રાણીઓ અને વ્યાપર બધું છોડી દીક્ષા લેવા નીકળ્યા. કામંદીના રાજાએ તેમનો રથ હાંક્યો. દીક્ષાકાળમાં છઠ્ઠને પારણે ૧૨૫