Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e એટલા અન્ય કોઈ ધર્મ કે સંસ્કૃતિમાં જોવા મળતાં નથી.
તનનું મમત્વ છોડી, સમત્વ સાધી, જિનત્વને પ્રાપ્ત કરનાર ભગવાન મહાવીર પોતે તપશ્ચર્યા, ધ્યાનસાધનાના સહારે સંસારસાગર તર્યા અને આપણને તરવાનો માર્ગ બતાવી ગયા. ખુદ પ્રભુ મહાવીર મોક્ષમાર્ગી સાધશ્ન તપશ્ચર્યાનું અનુકરણ કરવાનું કહે છે. (આચરાગ સૂત્ર, અધ્યયન-૯, ઉપધાન શ્રત).
- જૈન દર્શનની બહ સાદીસીધી ફિલોસોફી છે. એક તળાવને ખાલી કરવું છે તો નવું પાણી આવતાં રોકો અને ભરેલા પાણીને ઉલેચીને બહાર કાઢો. (ઉત્તરાધ્યયન સૂત્ર-૩૦/૫.૬). આ આત્મા પણ કર્મથી યુક્ત છે. તેમાં નવાં કર્મોને સંવરની સાધના કરી આવતાં રોકવા અને તાપ્રધાન નિર્જરાથી કરોડો ભવોના સંચિત થયેલાં કમ નિર્જરિત કરવાં. મવા સંવિાં ખં, તHT णिज्जारज्जइ ।
જ્ઞાતા ધર્મકથા સૂત્રમાં તુંબડાના દષ્ટાંત દ્વારા કર્મલેપથી મુક્ત થવાના ઉપાયમાં સંયમ અને તપનું કથન છે. આમ આગમકારે, એક ને એક વાત વારંવાર દોહરાવી, સાધકને તપમાં જોડાવાનો અંગુલિનિર્દેશ કર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના, ૨૯મા અધ્યયનમાં તપને સમ્યફ પરાક્રમ કહ્યું છે. તપથી જીવને શું લાભ થાય છે ? તેના ઉત્તરમાં ભગવાન કહે છે, ‘તમાં વાઇ ગયા ’’ તપથી જીવ પૂર્વવત્ કર્મોનો ક્ષય કરે છે.
અનાદિકાલીન આત્મરોગ રૂપ કર્મોથી મુક્ત થવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ - એ ચારે અંગો - સાધનાને ભાવપૂર્વક આદરવા આવશ્યક છે.
णाणेण जाणइ भावे, दसणेण य सद्हे । fr forfurt, તવેન સુર ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮ ૩૫.
જ્ઞાનથી વસ્તુતત્વનો બોધ થાય, દર્શનથી તેના પર વિશ્વાસ-શ્રદ્ધા થાય, ચારિત્રથી આવતાં કર્મો રોકાય જાય અને તપથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરી પરિશુદ્ધ થાય છે.
મુક્તિના શિખરે ચડવા જ્ઞાન-દર્શન તો સુંવાળા દંડા જેવા છે, જે લઈને પર્વત ચડી શકાય છે પણ ચાલવાનું તો ચારિત્ર અને તારૂપી ઉબડ-ખાબડ રસ્તા પર હોય છે. જે તેમાં પાર ઉતરે તે જ શિખર સર કરી શકે છે. બારમા ગુણસ્થાનકે ૪ ઘાતી કર્મ-જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મોહનીય
-૧૩૦)
%E%
E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 E6 અને અંતરાય કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, પછી હજુ મોક્ષ થયો નથી કારણ કે ચાર અઘાતી કર્મો હજુ શેષ રહ્યાં છે. તેને ક્ષય કરવાનું કામ શુકલ ધ્યાનરૂપી તપની ભઠ્ઠી કરે છે. આમ, તપ એ તો આત્માને મોક્ષે લઈ જવાનું કામ કરે છે.
ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેષક-૭, ઔપપાતિક સૂત્રના પ્રથમ વિભાગમાં અને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપના બે ભેદ બતાવ્યા છે. બાહ્યતપ અને આત્યંતર તપ. બાહ્યતપના છ પ્રકાર અને અત્યંતર તપના છ પ્રકાર - તેમ બાર પ્રકારના તપનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
બાહ્યતપના છ પ્રકાર : ૧) અનશન, ૨) ઊણોદરી, ૩) ભિક્ષાચયાં, ૪) રસપરિત્યાગ, ૫) કાયક્લેશ, ૬) પ્રતિસલીનતા.
આત્યંતર તપના છ પ્રકાર : ૧) પ્રાયશ્ચિત, ૨) વિનય, ૩) વૈયાવૃત્ય, ૪) સ્વધ્યાય, ૫) ધ્યાન, ૬) કાયોત્સર્ગ.
૬) વ્યુત્સર્ગ : શરીરના મમત્વનો ત્યાગ કરવો.
જે તપ મુખ્યત્વે શરીરથી સંબંધિત હોય, જેમાં શરીર દ્વારા ભોગવી શકાય તેવા બાહ્ય દ્રવ્યો નો આંશિક કે સવાંગે ત્યાગ થતો હોય, જેનો પ્રભાવ સીધો શરીર પર પડતો હોય, જેને વ્યવહારમાં લોકો જાણી અને જોઈ શકતા હોય તેને બાહ્ય તપ કહે છે. બાહ્ય તપ ઇન્દ્રિયોના વિષય-વિકારોનો ઉપશાંત અને પાતળા કરવામાં સહાયભૂત થાય છે. તેનું મુખ્ય પ્રયોજન જીવને અપ્રમત્ત રાખવાનું છે.
જે તપનો મુખ્ય સંબંધ આત્મભાવો સાથે હોય, જેમાં અંત:કરણનાં પરિણામોનો મુખ્યતા હોય, જેનાથી મનનું નિયમન થાય તે અભ્યાંતર તપ છે. જેના આચરણની પ્રતીતિ થાય કે ન પણ થાય. આત્યંતર તપમાં શારીરિક પ્રવૃત્તિ હોવા છતાં પ્રધાનતા આત્મભાવોની કે કષાયોની ઉપશાંતતાની છે.
બંને પ્રકારના તપમાં કર્મનિર્જરાનું લક્ષ હોવા છતાં બાહ્ય તપમાં શરીરની પ્રવૃત્તિની અને આત્યંતર તપમાં આત્મપરિણતિની પ્રધાનતા અપેક્ષિત હોય છે. બાહ્ય તપ સાથે આવ્યંતર તપનો મેળ ન હોય તો બાહ્ય તપ મિસ્યા છે. બંનેની સુમેળપૂર્વકની સાધના સિદ્ધિનો રંગ લાવે છે. જૈન ધર્મ ઉદારતા, અનેકાંતવાદમાં અવ્વલ નંબરે છે. માટે કરુણાના સાગર જિનેશ્વર ભગવંતે દરેક સાધકને સામર્થ્ય, રુચિ અને પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે તપ કરવાની પ્રેરણા આપે છે, જેથી
૧૩૧)

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136