________________
33333333331348/3/3
કોઈ પણ જીવો તપથી વંચિત ન રહી જાય.
આગમોના પાને પાને તપસ્વી આરાધકોનું વિવરણ છે. તેમાં ૬ વર્ષના અચવતાકુમાર પણ છે. (અંતગડ સૂત્ર) અને ૮૦ વર્ષના ગૌતમસ્વામી - છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હોય તેવા પણ છે. (ઉપાસક દશાંગ સૂત્ર). તેમાં શ્રેણિક અને ત્રિખંડાધિપતિ કૃષ્ણ મહારાજાની રાણીઓ પણ છે તો બંદનબાળા જેવી નિરાધાર યુવતી પણ છે. તેમાં ઋષભદેવ અને મહાવીર જેવા તીર્થંકર પણ છે તો સનતકુમાર જેવા ચક્રવર્તી પણ છે. તેમાં મેઘકુમાર, ગૌતમકુમાર આદિ રાજકુમારો પણ છે તો અર્જુનમાળી જેવા હત્યારા (અંગડ સૂત્ર) પણ છે. તેમાં બ્રાહ્મણ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત એવા જયઘોષમુનિ-(ઉત્તરાધ્યયન સૂત્ર) પણ માસખમણ કરે તો ચાંડાલ કુળમાં જન્મેલા હરિકેશીમુનિ (ઉત્તરાધ્યયન સૂત્ર) પણ માસખમણની તપશ્ચર્યા કરે.
ચક્રવર્તી ૬ ખંડને જીતવા માટે ૧૩ અક્રમ કરે તો કૃષ્ણ વાસુદેવ કે અભક્ષકુમાર પોતાની માતાની પુત્ર-ઇચ્છાને પૂર્ણ કરવા દેવને રીઝવવા અઠ્ઠમ કરે. તો ગજસુકુમાલ મુનિ આધ્યત્મિક સુખની પરાકાષ્ઠાની અનુભૂતિ કરવા સાધુની બારમી પડિમા ગ્રહણ કરી, મહાકાળ સ્મશાનમાં જઈ પોતાના સંસારકાળનો અંત કરે (અંતગડ સૂત્ર) આવા તપસ્વી સાધકોમાં એક દેડકાનો જીવ (નંદ મણિયારનો જીવ) પણ છે, જે જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા અને પારણામાં પણ ત. જે વાવમાં છે તે નંદા પુષ્કરિણી વાવની ચારેકોર પ્રાસુક-અચિત્ત થયેલા અર્થાત્ લોકોના સ્નાન કરેલા પાણીથી અને મનુષ્યોના ઉમ્મર્દન આદિ દ્વારા ઉતારેલા મેલથી જીવનનિર્વાહ કરવો એવો અભિગ્રહ કરે છે અને મરણાતિકી સંલેખના કરે છે. (જ્ઞાતાધર્મકથા સૂત્ર). આમ, આગમમાં અનેકવિધ તપસ્યા વિધવિધ પ્રકારના આરાધકોએ કરેલી છે. તપને જાતિ, વેશ, કુળ, લિંગ કે ઉંમરનો કોઈ અવરોધ નડતો નથી.
આત્માનો સ્વભાવ અણાહારક બનવાનો છે. આહાર કરવો તે આત્માનો સ્વભાવ જ નથી. જેમ કાંટાને કાઢવા કાંટાની જરૂર પડે છે તેમ આહાર કરી અણહારક બનવાનું છે, પણ જ્યારે પગમાંથી કાંટો કાઢવા સોયરૂપી કાંટો નાખીએ છીએ ત્યારે રડમસ ચહેરે પણ મન મજબૂત કરીએ છીએ તેમ રસનેન્દ્રિયના ત્યાગમાં મહાપુરુષોએ મક્કમ મનથી ઝુકાવ્યું હતું. માસખમણની ગાડીમાં ડ્રાઈવિંગ
૧૩૨
33333333333 14 de fer 3333333333SISIS સીટ પર બેઠેલા સારી રીતે જાણતા હતા કે શરીરરૂપી પૈડાં તો ઘસાવાનાં જ છે, પણ તેમના સંવેગ-નિર્વેદના ભાવો તીવ્રતમ હતા. જ્ઞાતાધર્મકથાના ધર્મરુચિ અણગારે તો માસખમણના પારણામાં કડવી તુંબીનો આહાર કર્યો અને આગમના પૃષ્ઠ પર અમર બની ગયા. માસખમણના પારણે માસખમણ કરનારા જયઘોષમુનિ, હરિકેશીમુનિ, પાંચ પાંડવો, ધન્ના-શાલિભદ્ર આદિ આગમનાં રત્નો છે તો જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠું કરનારા અનેકસેનાદિ ૬ મુનિબંધુ, ગૌતમસ્વામી આદિ આગમના પાને ઝળહળતા તારલાઓ છે. સોનું આગમાં સામેથી જાય છે કારણ કે સોનાને ખબર છે કે એ કચરાને જ બાળશે, મારું કાંઈ બગડા શકશે નહીં તેમ તપસ્વી આત્માઓએ પણ તપ કરીને કર્મોની ઉદીરણા કરીને આત્માની વિશુદ્ધિ કરી છે.
અનુત્તરોવવાઈ સૂત્રમાં ધન્ય (ધન્ના) અણગારની તપશ્ચર્યાની પ્રભુ મહાવીર અને રાજા શ્રેણિક દ્વારા પ્રશંસા થઈ છે. શ્રેણિક રાજા ભગવાનને પૂછે છે કે આપના ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં કયા અણગાર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે ? ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે. કાકંદી નગરીના ધન્યકુમાર ૭૨ કળામાં પારંગત, ૩૨ શ્રેષ્ઠિવરોની કન્યા સાથે લગ્ન થયા. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની દેશનાથી સંયમ લીધો તે જ દિવસથી આહાર અને શરીર વિષયક અનાસક્તિ કેળવી અને કેશમુંડન સાથે રસનેન્દ્રિયના વિષયનું પણ મુંડન કર્યું : ભગવાનની આજ્ઞા લઈને જીવનપર્યંત નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠું અને પારણામાં આયંબિલ અને આયંબિલમાં પણ ઉજ્જિત ધર્મવાળો આહાર ગ્રહણ કરવો કલ્પે તેવો અભિગ્રહર કર્યો. (ફેંકી દેવા યોગ્ય).
અહીં સૂત્રકારે ‘વિમિત્ર પળામૂળ' - શબ્દપ્રયોગ કર્યો છે અર્થાત્ જેમ સર્પને દરમાં જવા માટે શરીરની રક્ષા સિવાય બીજું કોઈ પણ લક્ષ્ય હોતું નથી તેમ તેમનું લક્ષ્ય પણ માત્ર સંયમનો નિર્વાહ કરવાનું હતું. આવી દઢ પ્રતિજ્ઞા, ઉગ્ર તપ, કઠોર અભિગ્રહના કારણે ધન્ય અણગારનું શરીર કૃશ બનતું ગયું.
ઘોર તપસ્વી ધન્ય અણગારના છાતીનાં હાડકાં ગંગાની લહેરો (મોજાં) સમાન અલગ અલગ પ્રતીત થયાં હતાં. કરોડના મણકા રૂદ્રાક્ષની માળાના
133