________________
333333333333333333333333
છઠ્ઠું અને તે પણ મહાવ્રત આયંબિલ થકી એમ ઉત્કૃષ્ટ તપસ્યા ચાલુ જ રાખી. એકવાર શ્રેણિક મહારાજાએ પ્રભુને શ્રેષ્ઠ તપસ્વી બાબત પ્રશ્ન પૂછતાં, પ્રભુએ ઉત્તર આપ્યો કે
‘“મારા ચૌદ હજાર સાધુઓમાં, તપ અને ત્યાગમાં ધન્ના અણગાર સર્વશ્રેષ્ઠ છે.'' તેઓ પ્રભુની આજ્ઞા લઈ અનશન સ્વીકારી વૈભારગિરિ પર મૃત્યુ પામ્યા. તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તરવાસી દેવ થયા. તેમનો આત્મા ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ પાળહે. પ્રભુ મહાવીરના સમયમાં ચતુર્વિધ સંઘ ધર્મ આરાધના અને તપસ્યામાં ઘણો આગળ હતો. ત્યાર બાદ લોકોની ક્ષમતા ઘટતાં થોડો ઘટાડો જરૂર નજરે પડે છે પરંતુ તપસ્વીઓની સમાજજીવન પર નોંધપાત્ર અસર થઈ.
મધ્યકાલીન સમયમાં રાજાઓ ધર્મસહિષ્ણુ હતા. મોગલકાળમાં એમાં ઓટ જરૂર આવી પરંતુ તપસ્યાની યાત્રા તો અવિરતપણે ચાલુ જ રહી. અહીં થોડા પ્રસંગનું વર્ણન આપ્યું છે.
આચાર્ય જગચંદ્રસૂરિ ઉગ્ર તપસ્વી હતા. તેમની આજીવન આયંબિલની તપસ્યાથી પ્રભાવિત થઈ મેવાડના મહારાણા ત્રસિંહે તેમને સં. ૧૨૮૫માં ‘તપ’ની પદવી આપી. ત્યારથી પારંપારિક ‘વડગચ્છ’ તપાગચ્છ તરીકે ઓળખાવા લાગ્યા.
શ્રી હીરવિજયસૂરિ મહારાજસાહેબના આશીર્વાદથી ચંપા શ્રાવિકાએ ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા. તે સમયે દિલ્હીમાં મોગલ સમ્રાટ અકબરનું શાસન હતું. તેઓ શ્રાવિકા ચંપાને મળ્યા. તેમનચા ગુરુ હીરવિજયસૂરિને રાજમહેલમાં આમંત્ર્યા. તેમના પ્રભાવ હેઠળ રાજાએ કેટલાયે તીર્થરક્ષા અને અહિંસાના ફરમાનો આપ્યાં. આવો પ્રભાવ તપસ્વી અને તપસ્યાનો છે. અકબર રાજાએ હીરવિજયસૂરિ જ્યાં કાળધર્મ પામ્યા તે સ્થળે જ્યાં અગ્નિદાહ આપ્યા એ સંપૂર્ણ જગ્યા, જ્યાં સુધી લોકો એમને માટે ઊભા હતા એ જમીન જૈનસાશનને ભેટ આપી. એ સ્થળ ઊનાની પાસે સૌરાષ્ટ્રમાં છે અને આજેપણ શાહીબાગના નામે ત્યાંની પંચતીર્થીમાં સામેલ છે.
જૈનોનો સર્વમાન્ય ગ્રંથ એટલે શ્રી ઉમાસ્વાતિનું ‘તત્વાર્થાધિગમ સૂત્ર’. એમાં તેમણે તપને કર્મનિર્જરાનો શ્રેષ્ઠ ઉપાય જણાવેલ છે. ‘તપસા નિર્ઝરા
૧ર૬
33333333333 14 de fer 3333333333SISIS મૈં ।’તપ એ કર્મક્ષયનું શક્તિશાળી માધ્યમ ગણાય. જૈન પરંપરામાં એનો ગરિમા ઈતિહાસ છે તો સાથે સાથે એને ધર્મસ્થાનકોમાં શીલ્પો અને ચિત્રોમાં પણ અગત્યનું સ્થાન આપ્યું છે. એ કલામય ચિત્રોના દર્શનથી ભવ્ય જીવો ગુણાનુરાગી થાય અને સ્વયં પણ તપ-ત્યાગનું મહત્ત્વ સમજે માટે એને કંડારવામાં આવે છે. શીલ્પોમાં મોટે ભાગે બાહ્યતપ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા ઓછા જોવા મળે છે.
પ્રભુ મહાવીરે દીક્ષા પૂર્વે રાજમહેલમાં બે વર્ષ તપસ્યા કરી હતી. તેઓ રાજકુમાર હતા. તેમના ભાઇ નંદીવર્ધને તે સમયે પ્રતિમા તૈયાર કરાવી હતી. તે ઉપરાંત વિદ્યુન્ગાલી ઈંદ્રે પણ એવી મૂર્તિ ચંદન કાષ્ઠમાં તૈયાર કરાવી હતી. પ્રભુની હયાતીમાં તૈયાર કરાવેલી હોવાથી એ ‘જીવિતસ્વામી’ તરીકે પૂજાઈ. એમાં પ્રભુજીને મુગટ બાજુબંધ, હાર, કટિમેખલા, પુષ્પમાળાઓ સાથે ભરાવવામાં આવે છે. આવી પ્રતિમા આકોટા (વડોદરા) અને જોધપુર મ્યુઝિયમમાં તથા મહુવા, સેવાડી અને ઓસિયાજીના મંદિરોમાં જોઈ શકાય છે.
આચાર્ય ભગવંતોની તપ-સાધનાના ઘણા ઉલ્લેખોમાં એક અગત્યનો ઉલ્લેખ તે મથુરાના સ્તૂપના નિર્માણનો કહી શકાય. એની કથા મલયગિરિટિકા, યશતિલક ચંપૂ, વિવિધ તીર્થ કલ્પ આદિ ગ્રંથોમાં મળે છે. એ મુજબ સાતમા તીર્થંકરના સમયમાં બે જૈન સાધુઓ ધર્મરૂચી અને ધર્મઘોષ મથુરામાં આવ્યા અને ‘ભૂત રમણ’ નામના ઉદ્યાનમાં રહ્યા. અહીં બંને સાધુઓએ ઘોર તપ કર્યું. એમની તીવ્ર સાધાના જોઈ ઉદ્યાનની દેવી કુબેરા ઘણી પ્રસન્ન થઈ. દેવીએ તેમને વરદાન અપવાની તૈયારી દર્શાવી ત્યારે તેમણે વિનયથી જણાવ્યું કે જૈન સાધુઓ અપરિગ્રહી હોય છે તેથી તેમને કશું જ ખપતું નથી. આ અનપેક્ષિત ઉત્તર સાંભળી દેવી થોડી નિરાશ થઈ પરંતુ તેણે જૈનોના પૂજન-અર્ચન માટે એક જ રાત્રિમાં સોનાનો સ્તૂપ નિર્માણ કર્યો. એ સ્તૂપ પાર્શ્વનાથના સમય સુધી સોનાનો હતો પરંતુ તેમના આદેશથી એને ઈંટ-ચૂનાથી ઢાંકી દેવામાં આવ્યો. ત્યાં જૈન સંઘે પાછળથી પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી. આ સ્તૂપ આજથી ૧૦૦ વર્ષ પહેલાં પુરાતત્ત્વવિદોની નજરમાં આવ્યો. મહમ્મદ ગઝનીએ એને નષ્ટ કરેલો હોવાથી ખંડિયેર સ્થિતિમાં પડચો હતો. એનું ઉત્ખનન કરાવતા અહીંથી
૧૨૭