Book Title: Gyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 65
________________ % E #gÉ©©©©©©© જ્ઞાનધારાWS9%6E%E%E%68 તપસ્વીઓની વૈયાવૃત્ય (વૈયાવચ્ચે) કરનાર માટે ઉપયોગી ૧) તપસ્વીની ઊંઘ ઓછી થઈ ગઈ હોય તો તેનાં પોપચાં ઉપર જાયફળને ધીમાં ઘસીને ચોપડાય. ૨) તપસ્વીને ગેસ જેવું લાગતું હોય તો તેની નાભિ (ટી) ઉપર હીંગ કે ડીકામારીને પાણીમાં ભેળવીને ચોપડી શકાય. આ જ રીતે મધ-ચૂનો ભેળવીને તે પણ લગાવી શકાય. ઘૂંટી અને તેની આસપાસ એકાદ ઈંચના વિસ્તારમાં લગાડ્યા પછી ઉપર રૂ દબાવી દેવું. ૩) તપસ્વીને કાળજે થડકો ઉપડે ત્યારે તે ભાગ ઉપર કોલનવોટર છાંટવું. પછી રૂમી મુસ્તફા (આરબ પ્રદેશનો પાઉડર - પાયધુની - ભીંડીબજારમાં મળે છે.) ધીમે ધીમે થોડો છાંટીને ઉપર રૂ દબાવી દેવું. તે પાઉડર કુદરતી રીતે બેચાર દિવસે ઉખડી જશે. ઉખેડવાનો પ્રયત્ન ન કરવો. તે પાઉડર ફેવીકોલ જેવો ચીકણો હોવાથી તેમ જ તરત જ ભેજ પકડતો હોવાથી હંમેશા એરટાઈટ પ્લાસ્ટીકની ડબ્બીમાં રાખવો. તપસ્વીને હથેળી અથવા પગનાં તળિયામાં બળતરા થતી હોય તો ઘી લગાડવું. વળી પાંચ સાત અરીઠાનાં નંગ ભાંગીને પાણીમાં પલાળી દેવા. સરખાં પલળી ગયે ચોળીને તેના પાણીમાં તપસ્વીના હાથપગ બોળી રાખવા. એનાથી ઠંડક લાગશે. (ભારે તાવમાં પણ આ પ્રયોગ કરી શકાય છે.) ૫) તપસ્વીને શરીરે કળતર થતી હોય ત્યારે તેને લેપ લગાડી શકાય. તેની સામગ્રી : ૨૫ દાણા લવિંગના, તેટલા જ નંગ તજના નાના કટકા, એક જીણી ચમચી અજમો, એક સમદરફળ (ખારેક જેવું કઠણ ફળ)ના દસ્તાથી કરેલા નાના કટકા અને એક નંગ જાયફળનો ઝીણો ભૂક્કો. બનાવવાની રીત : લોખંડની કડાઈ અથવા તવીમાં પહેલાં ધીમા તાપે સમદરફળના કટકાને શેકવા. તે ગરમ થયે તેમાં તજ-લવિંગ નાખવાં. હલાવતાં રહેવું. થોડીવારે તેમાં અજમો નાખવો. હલાવીને એકાદ મિનીટ પછી વાસણ નીચે ઉતારવું. ત્યાર પછી પણ થોડીવાર સુધી હલાવતાં રહેવું. ઠંડુ થયે પત્થરની છીપર પર વાટીને ઝીણો ભૂકો કરવો. છીપ ન હોય તો મિક્સરમાં હલાવીને મેંદા જેવો ઝીણો ભૂકો કરવો. તેમાં જાયફળનો ભૂકો મેળવી દેવો. પછી મેંદાના કે ચાળી લેવું. આ પાઉડર એરટાઈટ વાસણમાં ભરી લેવો. ઉપયોગમાં લેતી વખતે એક નાની તપેલીમાં બે ચમચી જેટલો પાઉડર લેવો. તેમાં પાણી નાખીને ભજીયાના પાતળા ખીરા જેવું કરવું. એકદમ ધીરે તાપે થોડીવાર હલાવવું. ચોપડવા જેવું ઘટ્ટ થયે - ૧૨૨ - 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ ઉતારી લેવું. તેમાં એક નાની ચમચી ઘી નાખવું. તપસ્વીને શરીરે થોડું થોડું લઈને ધીમે ધીમે ચોળવું. તેનો કસ અંદર ઉતરી જાય તે જોવું. બાકી લેપ આપોઆપ ખરી જશે. ઘીને લીધે ચામડી લીસી રહેશે તેમ જ ચોળતી વખતે બળતરા નહિ થાય. પણ અંદરથી ગરમાવો આવતા તપસ્વીને ફર્તિ લાગશે. (આ લેપ શરદી કે તાવના કળતરમા પણ દર્દીને માથે અથવા શરીરે લગાવી શકાય.) તપસ્વીમાં કોઈને ગરમીનો કોઢો હોય તો તેને માથું ચડે ત્યારે કપાળે સુખડ લગાડાય. વળી જે તેને તાળવામાં સખત દુખવા લાગે તો ઘઉંના લોટની કણેક કરીને જાડી ભાખરી જેવું વણીને તેના ઉપર જરા તેલ લગાડીને તપસ્વીને માથા ઉપર મુકીને કપડુ બાંધી દેવું. બે કલાક રાખવું. જો તપસ્વીનો કોઠો ઠંડીનો હોય તો ઉપર (૫)માં લખેલ લેપ ઘઉંની કણકમાં ભેળવીને તેની ભાખરી વણીને તપસ્વીને માથે મૂકી દેવું. માથું ચડ્યું હોય તો ઠંડા કોઠાવાળા તપસ્વીને ઉપર (૫)નો લેપ રીત મુજબ કપાળે લગાડવો. તપસ્વીને કોઈવાર શીળસ નીકળે છે ત્યારે કોકમ પલાળીને તેનું પાણી અવારનવાર લગાડતા રહેવાથી રાહત થાય છે. શરૂઆતના ત્રણ ચાર દિવસ દરમિયાન જો તપસ્વીને કબજિયાત જેવું હોય તો સાદા ગરમ પાણીની એનિમા તેની તાસીર મુજબ આપી શકાય. પોટલી : સામગ્રી - એક ચમચી અજમો, બે લવિંગ, કપૂરની બે ત્રણ નાની કટકી. અજમો-લવિંગ ધીમે તાપે આછા બદામી રંગનો શેકવો. પછી તેનો કરકરો ભૂકો કરીને તેમાં કપૂરની (રાઈદાણા જેવી) કટકી નાખવી. મલમલ જેવા સુંવાળા સુતરાઉ કપડામાં મૂકીને બે નાની પોટલી કરવી. તે તપસ્વીને સુંઘવા આપવી. સંદર્ભસૂચિ: તપાધિરાજ વર્ષીતપ. • સ્થાનકવાસી જૈન પંચાંગ • સિદ્ધત્વની યાત્રા

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136